હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
બિગ બોસ વિજેતા ગૌરવ ખન્નાના લગ્નજીવનમાં ભંગાણના સંકેત? પત્ની આકાંક્ષાની 'રહસ્યમય' પોસ્ટે મચાવી ખળભળાટ!
"જ્યાં પાયામાં જરૂરિયાત હોય ત્યાં હૃદયનું બલિદાન અપાય છે" – આકાંક્ષા ચમોલાની વાતથી ચાહકો ચિંતિત; શું પિતા બનવાની ઈચ્છા બની રહી છે વિખવાદનું કારણ?

મુંબઈ, તા. 28 : નાના પડદાના લોકપ્રિય અભિનેતા અને બિગ બોસ 19ના વિજેતા ગૌરવ ખન્ના (GK) હાલ પોતાની જીતને કારણે નહીં, પરંતુ અંગત જીવનને કારણે ચર્ચામાં છે. ગૌરવ અને તેની પત્ની આકાંક્ષા ચમોલા વચ્ચે બધું બરાબર નથી ચાલી રહ્યું તેવી અટકળોએ જોર પકડ્યું છે. આ અફવાઓને હવા મળી છે આકાંક્ષાની એક લેટેસ્ટ સોશિયલ મીડિયા પોસ્ટથી, જેમાં તેણે સંબંધોમાં આવતા 'સ્વાર્થ' અને 'જરૂરિયાત' વિશે લખ્યું છે.
શું છે આકાંક્ષાની એ પોસ્ટમાં?
આકાંક્ષાએ ઇન્સ્ટાગ્રામ પર એક સૂચક નોંધ શેર કરી છે, જેમાં લખ્યું છે: "જીસ રિશ્તે કી બુનિયાદ મેં સિર્ફ ઝરૂરતેં હો, વહ દિલ હમેશા કુરબાન હોતા હૈ." આ વાક્યએ ગૌરવના ચાહકોને વિચારતા કરી દીધા છે કે શું આ કપલ હવે અલગ થવાના આરે છે? બિગ બોસ દરમિયાન ગૌરવ અને આકાંક્ષાનો પ્રેમ ઘણો ચર્ચામાં રહ્યો હતો, પરંતુ શો પૂરો થતા જ આ પ્રકારની પોસ્ટ જોઈને નેટીઝન્સ દંગ રહી ગયા છે.
સંતાન સુખને લઈને મતભેદ?
બિગ બોસ 19 દરમિયાન ગૌરવ ખન્ના ભાવુક થઈને કેમેરા સામે કબૂલાત કરી હતી કે તેને બાળકો પ્રત્યે ખૂબ જ લગાવ છે અને તે પિતા બનવા માંગે છે. જોકે, તેણે એમ પણ કહ્યું હતું કે આકાંક્ષા અત્યારે માતા બનવા તૈયાર નથી, તેથી તે પોતાના સપનાનું બલિદાન આપી રહ્યો છે. હવે આકાંક્ષાની નવી પોસ્ટ બાદ યુઝર્સ તેને ટ્રોલ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, "ગૌરવના માતા-પિતા પણ પૌત્ર-પૌત્રીની રાહ જોતા હશે, શું પત્ની તરીકે તારી કોઈ ફરજ નથી?"
કાનપુરમાં થયા હતા લગ્ન
ગૌરવ અને આકાંક્ષાની મુલાકાત એક ઓડિશન દરમિયાન થઈ હતી. રસપ્રદ વાત એ છે કે ત્યારે આકાંક્ષા ગૌરવને ઓળખતી નહોતી અને તેને જુનિયર કલાકાર સમજીને એક્ટિંગ ટિપ્સ આપવા લાગી હતી. આ નિર્દોષતા પર ગૌરવ ફિદા થઈ ગયો અને 2016માં બંનેએ કાનપુરમાં ધામધૂમથી લગ્ન કર્યા હતા. હવે જોવાનું એ રહેશે કે આ પોસ્ટ માત્ર કોઈ નવા પ્રોજેક્ટનું પ્રમોશન છે કે ખરેખર આ ટેલિવિઝન જોડીના રસ્તા અલગ થઈ રહ્યા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
