હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મલ્લિકા શેરાવત હવે ડ્રમ પર મચાવશે ધૂમ: હોલીવુડના દિગ્ગજ મ્યુઝિશિયન પાસેથી લઈ રહી છે તાલીમ
ફિટનેસ અને યોગા બાદ અભિનેત્રીનો નવો શોખ આવ્યો સામે; ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો ડ્રમ વગાડતો મજેદાર વીડિયો

મુંબઈ, તા.29 : બોલિવૂડની 'મર્ડર' ગર્લ મલ્લિકા શેરાવત હંમેશા કંઈક નવું કરવા માટે જાણીતી છે. છેલ્લા કેટલાક સમયથી ફિટનેસ અને યોગામાં વ્યસ્ત રહેતી મલ્લિકા હવે સંગીતની દુનિયામાં હાથ અજમાવી રહી છે. તાજેતરમાં તેણે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે અમેરિકાના સુપ્રસિદ્ધ ડ્રમર ડેવ મોરેનો પાસેથી ડ્રમ વગાડતા શીખી રહી છે.
કોણ છે ડેવ મોરેનો?
મલ્લિકા જેમના પાસેથી તાલીમ લઈ રહી છે તે ડેવ મોરેનો કોઈ સામાન્ય નામ નથી. તેઓ અમેરિકાના જાણીતા ડ્રમર, સંગીતકાર અને નિર્માતા છે, જેમણે 'બ્રુસ ડિકિન્સન' અને 'પુડલ ઓફ મડ' જેવા વિખ્યાત બેન્ડ સાથે કામ કર્યું છે. લોસ એન્જલસમાં પોતાનો સ્ટુડિયો ધરાવતા ડેવ પાસે મલ્લિકા ખૂબ જ ઉત્સાહથી ડ્રમ સ્ટીક્સ પકડીને સંગીતના પાઠ શીખતી જોવા મળી હતી.
હોલીવુડથી બોલિવૂડ સુધીની સફર
મલ્લિકા શેરાવત લાંબા સમય સુધી બોલિવૂડમાં રહ્યા બાદ હોલીવુડ તરફ વળી હતી. ત્યાં તેણે જેકી ચેન સાથે 'ધ મિથ' અને 'પોલિટિક્સ ઓફ લવ' જેવી ફિલ્મોમાં કામ કરીને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ બનાવી છે. એટલું જ નહીં, તેણે ગ્લોબલ સ્ટાર બ્રુનો માર્સ સાથે મ્યુઝિક વીડિયોમાં પણ કામ કર્યું છે. હવે લાગે છે કે તે પોતે જ સંગીતના સૂર રેલાવવા તૈયાર થઈ રહી છે.
ફરી એકવાર ચર્ચામાં મલ્લિકા
તાજેતરમાં મલ્લિકા રાજકુમાર રાવ અને તૃપ્તિ ડિમરી સ્ટારર ફિલ્મ 'વિકી વિદ્યા કા વો વાલા વિડિયો' દ્વારા હિન્દી સિનેમામાં પરત ફરી હતી. જોકે ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ ચાલી ન હતી, પરંતુ મલ્લિકાનો અંદાજ ચાહકોને ખૂબ ગમ્યો હતો. હવે તેનો આ મ્યુઝિકલ અવતાર સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે અને ફેન્સ તેની શીખવાની ધગશના વખાણ કરી રહ્યા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
