હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહિલાઓએ પોતાના પતિ પર બૂમો પાડવી જોઈએ
રાની મુખર્જી વિવાદિત નિવેદન બાદ ટ્રોલ થઈઃ સોશિયલ મીડિયા પર યુઝર્સ તેને ખરીખોટી સંભળાવી રહ્યા છે

મુંબઈ,તા.૩૦: બોલિવૂડ એક્ટ્રેસ રાની મુખર્જી પોતાની એક્ટિંગ અને ફિટનેસને લઈને હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. જોકે હાલમાં તેણે એક એવું નિવેદન આપ્યું છે કે જેના કારણે તે સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બની છે. સાથે જ પોતાના આપેલા નિવેદનને લઈને રાની મુખર્જી ટ્રોલ પણ થઈ રહી છે.
રાની મુખર્જીએ હાલમાં એક ઇન્ટરવ્યુમાં એવું ચોંકાવનારું નિવેદન આપ્યું કે જેના કારણે તે બરાબરની ટ્રોલ થઈ છે. ઇન્ટરવ્યુમાં એક્ટ્રેસે એવું કહ્યું કે મહિલાઓએ પોતાના પતિ સાથે ઊંચા અવાજમાં વાત કરવી જોઈએ. જેને લઈને સોશિયલ મીડિયા પર યુઝર્સ તેને ખરીખોટી સંભળાવી રહ્યા છે.
રાની મુખર્જી હાલમાં પોતાની અપકમિગ ફિલ્મ મર્દાની ૩ને લઈને ઘણી ચર્ચામાં છે. પોતાની ફિલ્મનું તે ઘણું પ્રમોશન પણ કરી રહી છે. આવા સમયે તે ઇન્ટરવ્યુ પણ આપી રહી છે. હાલમાં આપેલા પોતાના એક ઇન્ટરવ્યુમાં તેણે ઘર, સંબંધ, જેન્ડર રોલ્સને લઈને ખુલીને વાત કરી જેને લઈને સોશિયલ મીડિયા પર ઘણો હાહાકાર મચેલો છે.
રાની મુખર્જીએ હાલમાં જે નિવેદન આપ્યું તેમાં તેણે કહ્યું કે મહિલાઓના સન્માનની શરૂઆત પહેલા તેના ઘરથી થતી હોય છે. તેણે કહ્યું કે બાળકો જે પણ શીખે છે તે પોતાના ઘરમાં જે જુએ તેનાથી શીખતા હોય છે. જો કોઈ બાળક પોતાના પિતાને માતાને ખખડાવતા જુએ તો તેને લાગે છે કે મહિલાઓ સાથે આ રીતે વાત કરવી કોઈ ખોટી નથી.
વધુમાં રાની મુખર્જીએ કહ્યું કે પિતાની જવાબદારી છે કે તે પોતાના ઘરમાં પત્ની સાથે કેવી રીતે રહી રહ્યો છે તે બાળકને જણાવવું. જેથી માતાને પણ ઇજ્જત મળે અને મોટા થયા બાદ તેઓ પણ સમાજમાં મહિલાઓને સન્માન આપે.
પોતાની વાતને રાનીએ આગળ વધારતા જણાવ્યું કે ઘરમાં પિતાએ માતા પર બૂમો તો જરા પણ ન પાડવી જોઈએ પરંતુ હું તો કહું છું કે માતાએ પિતાએ પર બૂમો પાડવી જોઈએ. જેથી રાનીના આ નિવેદનને લઈને સોશિયલ મીડિયા પર યુઝર્સ તેને ટ્રોલ કરી રહ્યા છે.
રાની મુખર્જીના આ પ્રકારના નિવેદનને લઈને લોકોએ નારાજગી જાહેર કરી છે. રાનીએ પોતાના ઇન્ટરવ્યૂમાં એવું પણ કહ્યું કે મારા પતિને ન પૂછશો કે ઘર પર તેમની સાથે રોજ શું થાય છે. આપને જણાવી દઈએ કે રાની મુખર્જીના આ નિવેદનોને લઈને સોશિયલ મીડિયા યુઝર્સ બરાબરના ભડક્યા છે.
ઇન્સ્ટાગ્રામ અને રેડિટ પર યુઝર્સ તેમના વિચારો પર સવાલો ઉઠાવી રહ્યા છે. એક યુઝરે કહ્યું કે એક્ટ્રેસ મજાક કરવાનો પ્રયાસ કરી રહી છે પણ આ મજાક નથી. તો બીજા યુઝરે તો એવું પણ કહ્યું કે સીનિયર હોવાનો મતલબ એવો નથી કે કોઈ કશું પણ બોલી જાય. આપને જણાવી દઈએ કે રાની મુખર્જીએ આપેલું આ નિવેદન સોશિયલ મીડિયા પર હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
