<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th January 2026

એસ.એસ. રાજામૌલીની મહાકાય ફિલ્મ 'વારાણસી'ની રિલીઝ તારીખ જાહેર: ૭ એપ્રિલ ૨૦૨૭માં આવશે સિનેમાઘરોમાં: ફિલ્મમાં મહેશ બાબુ અને પ્રિયંકા ચોપરા મુખ્ય ભૂમિકામાં: પ્રિયંકા ચોપરા મંદાકિનીનું પાત્ર ભજવે છે: વાર્તા ઐતિહાસિક છે અને તે વર્ષ ૫૨૧ની સાલ સાથે જોડાયેલી છે

લખનઉ: બાહુબલી અને આરઆરઆર ફેમ દિગ્દર્શક એસ.એસ. રાજામૌલીની આગામી ફિલ્મ 'વારાણસી' ૭ એપ્રિલ, ૨૦૨૭ના રોજ રિલીઝ થશે. ફિલ્મમાં મહેશ બાબુ અને પ્રિયંકા ચોપરા મુખ્ય ભૂમિકામાં છે.

ભારતીય સિનેમાના દિગ્ગજ ડાયરેક્ટર એસ.એસ. રાજામૌલીની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'વારાણસી'ની રિલીઝ તારીખ અને કાસ્ટ જાહેર કરવામાં આવી છે. આ ફિલ્મ ૭ એપ્રિલ, ૨૦૨૭ના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે. ફિલ્મમાં સુપરસ્ટાર મહેશ બાબુ, ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરા અને પૃથ્વીરાજ સુકુમારન મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

તાજેતરમાં હૈદરાબાદમાં યોજાયેલા એક ગ્લોબલ ઇવેન્ટમાં ફિલ્મનું ટાઇટલ અને ઝલક રજૂ કરવામાં આવી હતી. ફિલ્મના ટીઝરમાં દર્શાવ્યા મુજબ, આ વાર્તા ઐતિહાસિક છે અને તે વર્ષ ૫૨૧ની સાલ સાથે જોડાયેલી છે. ટીઝરમાં પૃથ્વી પર ટકરાતા 'સંભવી' નામના એસ્ટરોઇડ અને કાશીના મણિકર્ણિકા ઘાટના દ્રશ્યો બતાવવામાં આવ્યા છે, જે દર્શકોમાં રોમાંચ જગાવી રહ્યા છે.

 

પ્રિયંકા ચોપરા આ ફિલ્મ દ્વારા લાંબા સમય બાદ ભારતીય સિનેમામાં વાપસી કરી રહી છે, તે 'મંદાકિની'નું પાત્ર ભજવશે. રાજામૌલીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરતા લખ્યું હતું, "'વારાણસી' દુનિયા સમક્ષ રજૂ છે." મહેશ બાબુ અને પ્રિયંકા ચોપરાએ પણ ચાહકોના પ્રેમ બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

(2:38 PM IST)