<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th January 2026

માત્ર ૪ સેકન્ડનો જાદુ: પેપ્સીની એક એડ અને ઐશ્વર્યા રાય માટે આખો દેશ પાગલ થઈ ગયો!

એક રાતમાં ડિરેક્ટરને આવ્યા ૫,૦૦૦ ફોન કોલ્સ, બધાનો એક જ સવાલ- ‘આ સંજુ કોણ છે?’: આમિર ખાનની હાજરી છતાં ઐશ્વર્યાએ લૂંટી લીધી હતી લાઈમલાઈટ

નવી દિલ્હી:બોલિવૂડમાં આજે અનેક સુંદરીઓ છે, પરંતુ ૯૦ના દાયકામાં એક એવી સુંદરતા ટીવીના પડદે દેખાઈ હતી જેણે માત્ર ૪ સેકન્ડમાં આખા દેશના ધબકારા રોકી દીધા હતા. વાત છે ૧૯૯૩ની પેપ્સીની એ પ્રખ્યાત જાહેરાતની, જેમાં ૨૦ વર્ષની ઐશ્વર્યા રાયે 'સંજુ' (સંજના) તરીકે એન્ટ્રી કરી હતી. આ જાહેરાત એટલી વાયરલ થઈ કે લોકો ઐશ્વર્યાની એક ઝલક જોવા માટે પાગલ થઈ ગયા હતા.
આ જાહેરાતમાં બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાન અને મહિમા ચૌધરી મુખ્ય ભૂમિકામાં હતા. જાહેરાતના અંતે જ્યારે ડોરબેલ વાગે છે અને ઐશ્વર્યા રાય હાથમાં પેપ્સીની બોટલ લઈને એન્ટ્રી મારે છે, ત્યારે તેની માસૂમિયત અને સુંદરતાએ જાદુ કરી દીધો હતો. ડિરેક્ટર પ્રહલાદ કક્કડને એ રાત્રે ઊંઘવા મળ્યું નહોતું, કારણ કે તેમનો ફોન સતત રણકી રહ્યો હતો.
ડિરેક્ટર પ્રહલાદ કક્કડે તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે, "જે દિવસે આ જાહેરાત રિલીઝ થઈ, તેની બીજી જ સવારે મને અંદાજે ૫,૦૦૦ ફોન કોલ્સ આવ્યા હતા. દરેક વ્યક્તિ માત્ર એક જ વાત પૂછતી હતી કે - આ સંજુ કોણ છે? તે ક્યાં રહે છે?" લોકો આ અજાણી સુંદરી વિશે જાણવા માટે એટલા આતુર હતા કે તેણે આમિર ખાન જેવા મોટા સ્ટારને પણ ઝાંખા પાડી દીધા હતા.
 આ જાહેરાત સમયે ઐશ્વર્યા રાય માત્ર એક મોડેલ હતી, પરંતુ આ લોકપ્રિયતાએ તેના નસીબ ખોલી નાખ્યા.
 આ જાહેરાતના બરાબર એક વર્ષ બાદ ૧૯૯૪માં ઐશ્વર્યાએ 'મિસ વર્લ્ડ'નો ખિતાબ જીતીને ભારતનું નામ રોશન કર્યું.
ત્યારબાદ તેણે મણિરત્નમની તમિલ ફિલ્મ 'ઇરુવર'થી અભિનયની શરૂઆત કરી અને 'ઔર પ્યાર હો ગયા' દ્વારા બોલિવૂડમાં પગ મૂક્યો.
આજે ભલે ઐશ્વર્યા વિશ્વની સૌથી સુંદર મહિલાઓમાં ગણાય છે, પરંતુ તેની સફળતાનો પાયો એ ૪ સેકન્ડની પેપ્સીની જાહેરાતે નાખ્યો હતો, જેણે તેને રાતોરાત 'નેશનલ ક્રશ' બનાવી દીધી હતી

(8:01 PM IST)