હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડા ઉદયપુરના સીટી પેલેસમાં લગ્ન કરશે : વાયરલ વિડીઓથી ચર્ચા
ઉદયપુર સિટી પેલેસમાં લગ્નની તૈયારીઓ શરૂ હાલમાં ડેકોરેશન ચાલુ :વીડિયોમાં ડેકોરેશનની ઝલક બતાવાઈ

રશ્મિકા મંદાના આ દિવસોમાં એની ફિલ્મની સાથે-સાથે વિજય દેવરકોંડાની સાથે એનાં રિલેશનશિપને લઈને ચર્ચામાં છે. થોડાં દિવસ પહેલાં એવી માહિતી સામે આવી હતી કે રશ્મિકા અને વિજયે સગાઇ કરી લીધી છે. જો કે હાલમાં એક્ટ્રેસની લગ્નની ચર્ચાઓએ જોર પકડ્યું છે. જો કે અત્યાર સુધી રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાએ એમનાં લગ્નની વાતને લઈને કોઈ ઓફિશિયલી સ્ટેટમેન્ટ આપ્યું નથી.
અનેક મીડિયા રિપોર્ટ્સમાં સૂત્રોનાં હવાલેથી દાવો કરવામાં આવ્યો છે કે બન્ને ઉદયપુરમાં ડેસ્ટિનેશન વેડિંગ કરશે. ફેબ્રુઆરી 2026 માં લગ્નનાં બંધનમાં બંધાશે. આ વચ્ચે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં છોકરીઓ દાવો કરે છે કે રશ્મિકા મંદાના અને વિજય ઉદયપુરમાં લગ્ન કરવાનાં છે. આ શાહી લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.
તાન્યા નામની એક ઇન્સ્ટાગ્રામ યુઝરે વીડિયો પોસ્ટ કર્યો છે જેની સાથે દાવો કર્યો છે કે વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાના ઉદયપુરનાં સિટી પેલેસમાં લગ્ન કરશે, જેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ વીડિયોમાં તાન્યાએ જણાવ્યું કે ઉદયપુર સિટી પેલેસમાં લગ્ન કરશે જેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. હાલમાં ડેકોરેશન ચાલી રહ્યું છે. વીડિયોમાં ડેકોરેશનની ઝલક બતાવતી જોવા મળી રહી છે. તાન્યા કહે છે કે આ એક્સક્લૂસિવ માહિતી આપી રહી છે અને એક એક ડેકોરેશન બતાવી રહી છે.
પેલેસની અંદર લાલ રંગના પડદાથી ડેકોરેશન કરવામાં આવી રહ્યું છે. આ સાથે મોટા-મોટા ઝૂમ્મર પણ જોવા મળી રહ્યાં છે. વેન્યૂ ફિલ્મી સેટ જેવો લાગી રહ્યો છે, જેની ભવ્ય સ્તર પર તૈયારીઓ ચાલી રહી છે. આ વીડિયો જોઈને ફેન્સ ખુશ થઈ ગયા છે. વીડિયો પર અનેક યુઝર્સે રિએક્શન આપી રહ્યાં છે. જો કે અનેક યુઝર્સ વેડિંગ ડેટને લઈને પ્રશ્નો પૂછી રહ્યાં છે.
] રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડા અંગે માહિતી સામે આવી હતી કે, તેમણે ગયા મહિને હૈદરાબાદના ઘરમાં ચુપચાપ સગાઈ કરી હતી. એક રિપોર્ટ મુજબ, આ એક પ્રાઈવેટ સેરેમની હતી, જેમાં માત્ર પરિવારના સભ્યો અને નજીકના મિત્રો હાજર હતા. કાર્યક્રમ ખૂબ જ સાદી રીતે અને પરંપરાગત રીત-રિવાજો સાથે પૂર્ણ થયો હતો. સોશિયલ મીડિયા પર વાયરલ પોસ્ટ્સ મુજબ, બંનેની ગ્રાન્ડ વેડિંગ 26 ફેબ્રુઆરી 2026ના રોજ રાજસ્થાનના ઉદયપુરના લક્ઝરી પેલેસમાં થશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
