<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd February 2026

OTT પર ઈતિહાસ રચનારી પહેલી ફિલ્મ: મુંબઈમાં ઘર શોધતા પ્રેમીઓની આ રોમેન્ટિક કોમેડી આજે પણ છે હિટ

વિકી કૌશલ અને અંગિરા ધરની 'લવ પર સ્ક્વેર ફૂટ' એ બદલ્યું મનોરંજનનું સમીકરણ; IMDb પર મળ્યું શાનદાર રેટિંગ

મુંબઈ:આપણે દર અઠવાડિયે Netflix કે Amazon પર નવી ફિલ્મો જોતા હોઈએ, પણ શું તમે જાણો છો કે ભારતની સૌથી પહેલી ઓરિજિનલ OTT ફિલ્મ કઈ હતી? વર્ષ 2018માં રિલીઝ થયેલી 'લવ પર સ્ક્વેર ફૂટ' (Love Per Square Foot) એ ભારતની પહેલી એવી ફિલ્મ હતી જે સીધી થિયેટરને બદલે Netflix પર રિલીઝ કરવામાં આવી હતી. 2 કલાક અને 13 મિનિટની આ ફિલ્મે દર્શકોના દિલ જીતવાની સાથે IMDb પર 7.1 જેવું મજબૂત રેટિંગ પણ મેળવ્યું છે.
આ ફિલ્મની વાર્તા મુંબઈ જેવા મેટ્રો શહેરમાં પોતાનું એક નાનકડું ઘર ખરીદવા માંગતા મધ્યમ વર્ગના બે યુવાનોની આસપાસ ફરે છે. સંજય (વિકી કૌશલ) અને કરીના (અંગિરા ધર) એક જ બેંકમાં કામ કરે છે. બંને પાસે ઘર ખરીદવા જેટલા પૂરતા પૈસા નથી, તેથી તેઓ આર્થિક ફાયદા માટે અને હોમ લોન સરળતાથી મળે તે માટે એકબીજા સાથે લગ્ન કરવાનો નિર્ણય લે છે. ઘર મેળવવાની આ મથામણ અને તે દરમિયાન સર્જાતી રમુજી પરિસ્થિતિઓ આ ફિલ્મને વધુ રોચક બનાવે છે.
  ત્યારે વિકી કૌશલ આજે જેટલો મોટો સ્ટાર નહોતો, પરંતુ આ ફિલ્મે સાબિત કરી દીધું કે તે ડિજિટલ પ્લેટફોર્મનો પણ બાદશાહ બની શકે છે. આ ફિલ્મમાં મુંબઈના મધ્યમવર્ગીય જીવનના પડકારો, સપનાઓ અને અંગત જીવનની ખેંચતાણને ખૂબ જ સુંદર રીતે વણી લેવામાં આવી છે. આનંદ તિવારી દ્વારા નિર્દેશિત આ ફિલ્મ આજે પણ તેટલી જ તાજગીભરી લાગે છે.
જો તમે વીકએન્ડમાં કંઈક હળવું અને દિલને સ્પર્શી જાય તેવું જોવા માંગતા હોવ, તો Netflix પર ઉપલબ્ધ આ ફિલ્મ એક ઉત્તમ વિકલ્પ છે.

(8:22 PM IST)