તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Wednesday, 25th February 2026
ટોપ-૧૦ હીરોઇનઃ સાઉથની સુંદરીઓએ બોલીવૂડ બેબ્સને પાછળ રાખી દીધીઃ સામન્થા નંબર વનઃ આલીયા બીજા ક્રમ

મુંબઇ તા. ૨૫: ઓરમેક્સ મીડિયાએ જાન્યુઆરી ૨૦૨૬ માટે સૌથી લોકપ્રિય ટોપ-૧૦ અભિનેત્રીઓની યાદી બહાર પાડી છે. આ યાદીમાં સાઉથ ભારતીય અને મ અભિનેત્રીઓ વચ્ચે ગાઢ સ્પર્ધા જોવા મળે છે. ચાહકો હંમેશા પરિણામોની આતુરતાથી રાહ જુએ છે કે કઈ અભિનેત્રી આ યાદીમાં ટોપ પર રહેશે અને કોની લોકપ્રિયતામાં ઘટાડો થયો છે. આ વખતે સાઉથ ભારતીય સુંદરીઓએ ફરી એકવાર રેસ જીતી છે, જેનાથી ઘણા બોલીવુડ સ્ટાર્સ પાછળ રહી ગયા છે.
આ વખતે ફરી એકવાર, સાઉથ ભારતીય સુપરસ્ટાર સામન્થા રૂથ પ્રભુએ ટોપનું સ્થાન મેળવ્યું છે. તેના ફેન્સ ફિલ્મો અને સોશિયલ મીડિયા બંનેમાં તેના દરેક પગલા પર આતુરતાથી નજર રાખી રહ્યા છે. સામન્થાએ બીજી વાર લગ્ન કર્યા છે. ચાહકોન તેની ગ્લેમરસ સ્ટાઇલ ખૂબ ગમે છે. બીજા નંબર પર બોલીવુડની અભિનેત્રી આલિયા ભટ્ટ છે. તેણે ઘણી મોટી ફિલ્મોમાં કામ કર્યું છે અને તેના અભિનયથી લોકોને પ્રભાવિત કર્યા છે. આલિયા સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ છે, અને તેના લુક અને સ્ટાઇલની ખૂબ પ્રશંસા થાય છે.
ત્રીજા નંબર પર સાઉથની ક્વીન નયનતારા છે. ચોથા નંબર પર ત્રિશા કળષ્ણન છે. જ્યારે રશ્મિકા મંદાના પાંચમા નંબર પર છે. આ સાઉથ ભારતીય સ્ટારે તેના ઉત્તમ અભિનય અને સ્મિતથી ફેન્સના દિલ જીતી લીધા છે. રશ્મિકા સોશિયલ મીડિયા તેમજ ફિલ્મોમાં ખૂબ લોકપ્રિય છે. કાજલ અગ્રવાલ છઠ્ઠા નંબર પર છે. સાતમા નંબર પર બોલીવુડની પ્રિય દીપિકા પાદુકોણ છે. આઠમા ક્રમે સાઈ પલ્લવી છે. જ્યારે પુષ્પા-૨ના થપ્પડ મારુંગી ગીત માટે ફેન્સ દ્વારા પસંદ કરાયેલી શ્રીલીલા આ યાદીમાં નવમા ક્રમે છે. તમન્ના ભાટિયા ફરી એકવાર યાદીમાં ૧૦મા ક્રમે આવી છે.
(3:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
