News of Monday, 9th March 2026
પાર્ટીમાં મિસ્ટ્રી મેનની સાથે કોઝી થઈ ૫૨ વર્ષની મલાઇકા
નવો રૂમર્ડ બોયફ્રેન્ડ છુપાતો જોવા મળ્યો વીડિયો વાયરલ : એક્ટ્રેસ સ્પિલટ્સવિલા ફેમ સોરાબ બેદી સાથે કોઝી અંદાજમાં જોવા મળી

મુંબઇ તા.૯: બોલિવૂડની છૈયા છૈયા ગર્લ મલાઇકા અરોરા તેની પ્રોફેશનલ લાઇફ કરતાં પર્સનલ લાઇફને લઈને વધારે ચર્ચામાં રહે છે. પહેલાં એવી ખબર સામે આવી હતી કે એક્ટ્રેસ એક બિઝનેસમેનને ડેટ કરી રહી છે. જોકે આ વચ્ચે મલાઇકા અરોરાનો લેટેસ્ટ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. એક્ટ્રેસ સ્પિલટ્સવિલા ફેમ સોરાબ બેદીની સાથે પાર્ટી કરતી જોવા મળી. વીડિયોમાં બંને જણાં કોઝી અંદાજમાં જોવા મળી રહ્યા છે.
લેટેસ્ટમાં મલાઇકાનો એક બીજો વીડિયો પણ ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે જેમાં તે સ્પિલટ્સવિલાના ફેમ સોરાબ બેદી સાથે કોઝી થઈને ડાન્સ કરતી જોવા મળી રહી છે. આ વીડિયોમાં બંનેની કેમેસ્ટ્રી જોઈને લોકોને લાગી રહ્યું છે કે શું સોરાબ મલાઇકાનો નવો બોયફ્રેન્ડ છે? જોકે આ પાછળની હકીકત કંઈક અલગ જ જોવા મળી. આમ, તમને જણાવી દઈએ કે સોરાબ અને મલાઇકા વચ્ચે કોઈ રોમેન્ટિક સંબંધો નથી. સોરાબ લેટેસ્ટમાં મલાઇકાની નવી રેસ્ટોરન્ટ સ્વીની બોમ્બેની લોન્ચ પાર્ટીમાં સામેલ થયો હતો. સોરાબે ઇન્સ્ટાગ્રામ પર પાર્ટીની તસવીરો શેર કરતાં મલાઇકાને તેના વેન્ચર માટે અભિનંદન પાઠવ્યા છે. આ વાત પરથી એ સ્પષ્ટ થાય છે કે તેમની વચ્ચે માત્ર મિત્રતાના સંબંધો છે. આ વીડિયો માત્ર એક પાર્ટી એન્જોયમેન્ટનો છે.
આમ, તમને જણાવી દઈએ કે પાર્ટીમાં મલાઇકા અરોરા તેના રૂમર્ડ બોયફ્રેન્ડ હર્ષ મહેતા સાથે હતી. જ્યારે મલાઇકા વેન્યૂમાંથી બહાર આવી તો હર્ષ દરવાજાની પાછળ પાપારાઝીથી છુપાયેલો જોવા મળ્યો હતો, પરંતુ કેમેરામાં કેદ થઈ ગયો. થોડી વાર પછી જ્યારે હર્ષ મહેતા રેસ્ટોરન્ટમાંથી બહાર આવ્યો ત્યારે સ્પોટ થયો અને પછી ગાડીમાં બેસીને ત્યાંથી નીકળી ગયો. મલાઇકા અરોરા આ ખાસ દિવસે વ્હાઇટ બોડીકોન ડ્રેસમાં જોવા મળી હતી. આ ડ્રેસમાં મલાઇકાની ઉંમર કેટલી હશે એ વિશે અંદાજો લગાવી શકાય એમ નથી
મલાઇકાની સાથે જોવા મળતો આ વ્યક્તિ કોઈ એક્ટર કે પ્રોડ્યુસર નથી, પરંતુ ડાયમંડ મર્ચન્ટ હર્ષ મહેતા છે. બંને અનેક વાર સાથે જોવા મળ્યા છે. હર્ષ મહેતા મલાઇકા અરોરા કરતાં ૧૯ વર્ષ નાનો છે. મલાઇકા અરોરાએ બોલિવૂડ એક્ટર અરબાઝ ખાન સાથે લગ્ન કર્યા હતા. બંનેનો એક દીકરો અરહાન ખાન છે. મલાઇકા અરોરા અને અરબાઝ ખાને ૧૯ વર્ષ પછી ૨૦૧૭માં તલાક લીધા હતા. ત્યારબાદ મલાઇકા અરોરાનું નામ અર્જુન કપૂર સાથે જોડાયું હતું. ૫ વર્ષ રિલેશનશિપમાં રહ્યા અને પછી ૨૦૨૪માં અલગ થવાનો નિર્ણય લીધો હતો.
(3:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
