<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th March 2026

બોલીવુડના લોકપ્રિય અભિનેતા શશી કપૂરની આજે જન્‍મજયંતિ

શશિકપૂરની ફિલ્‍મી કારકિર્દીની સફર બાળ કલાકાર થી શરૂ કરીને રોમેન્‍ટિક હીરો અને પછી મલ્‍ટિસ્‍ટાર ફિલ્‍મોના મજબૂત અભિનેતા સુધી રહીઃ જબ જબ ફૂલ ખિલે , કભી કભી, ત્રિશૂલ, સત્‍યમ શિવમ સુંદરમ, શાન ,દો ઔર દો પાંચ, કાલા પથ્‍થર ,સુહાગ જેવી અનેક હિટ ફિલ્‍મો આપી

(જીતેન્‍દ્ર રૂપારેલિયા) વાપીઃ બોલિવૂડના લોકપ્રિય અભિનેતા શશી કપૂર ની આજે જન્‍મજયંતિ છે, આ વેળા એ તેમના જીવન ની ઝરમર જોઈએ તો  બલબીર રાજ કપૂર ઉર્ફે શશી કપૂર નો જન્‍મ ૧૮મી માર્ચ ૧૯૩૮ ના રોજ કોલકત્તા ખાતે કપુર પરીવાર માં થયો હતો, પીતા નુ નામ પૃથ્‍વી રાજ કપૂર હતું, તેમનો જન્‍મ ભલે કોલકાતા માં થયો પરંતુ તેમનું બાળપણ મુખ્‍યત્‍વે મુંબઈ માં પસાર થયું, તેમણે મુંબઈની ડોન બોસ્‍કો સ્‍કૂલ માં અભ્‍યાસ કર્યો હતો

તેમણે પરંપરાગત અભ્‍યાસ કરતાં વધુ સમય સ્‍ટેજ અને ફિલ્‍મો માં આપ્‍યો.

શશી કપૂરને બાળપણથી જ અભિનય અને થિયેટર નું વાતાવરણ મળ્‍યું,પિતા પૃથ્‍વી રાજ કપૂર અને ભાઈઓમાં શમ્‍મી કપૂર, રાજ કપૂર કે જેવો જેવા ફિલ્‍મ જગત ના ધુરંધર ગણાતા હતા

શશી કપૂર નું સાચું નામ તો બલબીર રાજ કપૂર  હતું, પરંતુ ફિલ્‍મ ઇન્‍ડસ્‍ટ્રી અને લોકોમાં તેઓ ‘‘શશી કપૂર'' નામથી જ વધુ જાણીતા બન્‍યા, બાળ કલાકાર તરીકે ફિલ્‍મોમાં પ્રવેશ કર્યો અને પછી મુખ્‍ય અભિનેતા બન્‍યા, તેમની ફિલ્‍મ કારકીર્દી જોઈએ તો શશી કપૂરે નાની ઉંમરે જ ફિલ્‍મોમાં કામ શરૂ કર્યું, તેઓ એ પોતાના ભાઈ રાજ કપૂર ની ફિલ્‍મોમાં બાળ કલાકાર તરીકે અભિનય કર્યો.

આ સમય દરમિયાન તેમણે અભિનયની મૂળભૂત કળા શીખી, ૧૯૬૦ના દાયકામાં તેઓ મુખ્‍ય અભિનેતા તરીકે ઉભરી આવ્‍યા, તેમની ફિલ્‍મો ખાસ કરીને રોમેન્‍ટિક અને પારિવારિક પરિવારિક રહી હતી, આ સમયગાળા દરમ્‍યાન તેઓ રોમેન્‍ટિક હીરો તરીકે ખુબ જ લોકપ્રિય બન્‍યા , ત્‍યાર બાદ ૧૯૭૦ થી ૧૯૮૦ નો દસકો તેમના માટે જાણે સુવર્ણકાળ સાબિત થયો, અને આ સમયગાળા દરમ્‍યાન અનેક હિટ ફિલ્‍મો આપી, બોલિવૂડ માં ધુમ મચાવી .

શશી કપૂરે ઘણી મલ્‍ટીસ્‍ટાર ફિલ્‍મો માં પણ કામ કર્યું, તેઓ ગંભીર અને કોમેડી બંને પ્રકારના પાત્રોમાં પણ ખાસ્‍સા સફળ રહ્યા, શશી કપૂર ભારતના થોડા એવા અભિનેતા ઓ પૈકી ના એક હતા જેમણે અંગ્રેજી ફિલ્‍મોમાં પણ કામ કર્યું,

બોલિવૂડમાં શશિકપૂરે પ્રોડ્‍યુસર તરીકે પણ યોગદાન આપ્‍યું તેમણે ફિલ્‍મો પ્રોડ્‍યુસ  પણ કરી હતી. શશી કપૂરનું દાંપત્‍ય જીવન પણ ખુબ જ રસપ્રદ રહ્યું હતું બ્રિટિશ અભિનેત્રી જેનિફર  કેન્‍ડાલ તેમના પિતાના થિયેટર ગ્રુપ સાથે ભારત આવી હતી, અને અહીં શશી અને તેમના વચ્‍ચે મિત્રતા થઈ અને આગળ જતા આ મિત્રતા પ્રેમ સંબંધમાં બદલાઈ, તેઓ બંને  અલગ અલગ દેશ અને અલગ અલગ સંસ્‍કૃતિમાં થી આવતા હતા, આમ છતાં બંનેએ એકબીજાને સમજ્‍યા, થોડા સમય બાદ બંને વર્ષ ૧૯૫૮ માં  લગ્નગ્રંથી થી જોડાયા , તેમના આ દાંપત્‍ય જીવન દરમ્‍યાન તેમને કૃણાલ કપૂર, કરણ કપૂર, અને સંજના કપૂર નામે ત્રણ સંતાનો  થયા જે ઓ કલા અને ફિલ્‍મ ક્ષેત્ર સાથે જોડાયેલા રહ્યા.

જેનિફર કેન્‍ડાલ એ શશી કપૂરના જીવનમાં ખૂબ મહત્‍વનો ભાગ ભજવ્‍યો, બંનેએ સાથે મળીને પૃથ્‍વી થિયેટર ને ફરીથી જીવંત બનાવ્‍યું, પરંતુ ૧૯૮૪ માં જેનિફર કેન્‍ડાલ નું કેન્‍સરથી અવસાન થયું, આ ઘટનાનો શશી કપૂર પર ખૂબ જ ભાવનાત્‍મક અસર પડી, તેવો જાણે ભાંગી પડ્‍યા, અને તેવો  ખૂબ શાંત અને એકાંત જીવન જીવવા લાગ્‍યા.

શશી કપૂરની ફિલ્‍મી યાત્રા ને જોઈએ તો તેમણે બાળ કલાકાર તરીકે વર્ષ ૧૯૪૮ માં આગ,૧૯૫૧ માં આવારા માં અભીનય કર્યા બાદ તેમણે

હીરો તરીકે શરૂઆત કરી ૧૯૬૧ માં ફિલ્‍મ  ધર્મ પુત્ર દ્વારા ત્‍યાર બાદ ૧૯૬૫ માં જબ જબ ફૂલ ખિલે, ૧૯૬૫ માં વક્‍ત થી ચર્ચામાં આવ્‍યા, જોકે તેમને ખરી  લોકપ્રિયતા મળી ૧૯૬૮ માં  હસીના માન જાયેગી, ૧૯૭૦ માં અભિનેત્રી, થી મળી, પરંતુ તેમનો સુવર્ણ સમય આવ્‍યો વર્ષ ૧૯૭૫  થી ફિલ્‍મ દીવાર, ૧૯૭૬ માં કભી કભી ૧૯૭૮માં  ત્રીશૂલ,૧૯૭૯ માં કાલા પથ્‍થર, તો  ૧૯૮૦ માં શાન, ૧૯૮૨  માં  નમક હલાલ ૧૯૮૬ માં ન્‍યૂ દિલ્‍હી ટાઈમ્‍સ એ ધુમ મચાવી હતી જ્‍યારે અંતિમ વર્ષો માં  ૧૯૯૧માં અકાયલા, અને ૧૯૯૮  માં જિન્નાહ માં અભિનય કર્યો હતો , જે પૈકી ફિલ્‍મ  જબ જબ ફૂલ ખિલે, વક્‍ત, આ ગલે લગ જા, શર્મીલી, દીવાર, કભી કભી,ત્રીશૂલ કાલા પથ્‍થર,નમક હલાલ હિટ રહી હતી, શશી કપૂરે  નંદા, શર્મિલા ટાગોર, રાખી ગુલઝાર,હેમા માલિની, ઝીનત અમાન, અને  પરવીન બાબી જેવી અભિનેત્રી ઓ સાથે હિટ જોડી આપી હતી.

એક થા ગુલ ઓર એક થી બુલબુલ..... લખે જો ખત તુઝે..... કેહને કી નહી બાત મગર... વાદા કરો નથી છોડોગે.... ના ના કરતા પ્‍યાર તુમ્‍હી સે.... જેવા ગીતો આજે પણ તેમના ચાહકો ગણગણે છે.

શશી કપૂર ને  તેમના અભિનય અને ભારતીય સિનેમા માં આપેલ યોગદાન બદલ  રાષ્ટ્રીય ફિલ્‍મ પુરસ્‍કાર શ્રેષ્ઠ અભિનેતા, સ્‍પેશિયલ જ્‍યુરી એવોર્ડ, શ્રેષ્ઠ સહાયક અભિનેતા, લાઈફટાઈમ અચીવમેન્‍ટ એવોર્ડ, પદ્મ ભૂષણ, તથા ભારતીય સિનેમાનુ સર્વોચ્‍ચ સન્‍માન

દાદાસાહેબ ફાળકે એવોર્ડ સહિત અનેક પ્રતિષ્ઠિત એવોર્ડ મળ્‍યા હતા.

આજે એટલે કે ૧૮ મી માર્ચ ના રોજ બલબીર રાજ કપૂર એટલે કે બોલિવૂડ ના શશી કપૂરની જન્‍મ જયંતી વેળા એ ભાવભરી શ્રદ્ધાંજલી.

 

(10:22 AM IST)