હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
'ધુરંધર 2' ના સ્પોઇલર્સથી સોશિયલ મીડિયા પર ભૂકંપ: કોણ છે આ રહસ્યમય 'બડે સાહેબ' અને 'લ્યારી કા કિંગ'?
પેઇડ પ્રીવ્યૂ શો બાદ રણવીર સિંહના ખતરનાક લુક અને અન્ડરવર્લ્ડ કનેક્શનની તસવીરો વાયરલ; દાઉદ ઈબ્રાહિમની ઝલક અને હમઝાના તીવ્ર દ્રશ્યોએ થિયેટરોમાં ધૂમ મચાવી : 19 માર્ચના ગ્રાન્ડ ઓપનિંગ પહેલા જ ફેન્સ થયા ક્રેઝી

મુંબઈ : રણવીર સિંહની એક્શન પેક્ડ ફિલ્મ 'ધુરંધર 2' ના પ્રી-રિલીઝ શોએ સોશિયલ મીડિયા પર સ્પોઇલર્સનું પૂર લાવી દીધું છે. ફિલ્મના સૌથી ચર્ચિત પાત્રો 'બડે સાહેબ' અને 'લ્યારી કા કિંગ' ને લઈને રહસ્ય પરથી પડદો ઊંચકાયો હોય તેમ લાગે છે. વાયરલ થયેલી વિગતો મુજબ, ફિલ્મમાં અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમનો રેફરન્સ 'બડે સાહેબ' તરીકે આપવામાં આવ્યો છે, જ્યારે રણવીર સિંહ પોતે 'લ્યારી કા કિંગ' તરીકે પડદા પર આગ લગાવતા જોવા મળી રહ્યા છે. આ બંને પાત્રો વચ્ચેની ટક્કર અને ફિલ્મના બેકગ્રાઉન્ડમાં દેખાતા રિયલ લાઈફ અન્ડરવર્લ્ડ કનેક્શને દર્શકોમાં ભારે કુતૂહલ જગાવ્યું છે.
ફિલ્મના પેઇડ પ્રીવ્યૂમાં જે તીવ્ર દ્રશ્યો (Intense Scenes) સામે આવ્યા છે, તેમાં હમઝાના પાત્રની એન્ટ્રીએ પણ લોકોને ચોંકાવી દીધા છે. સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા વીડિયો ક્લિપ્સ અને ફોટાઓમાં રણવીર સિંહનો અત્યાર સુધીનો સૌથી રૌદ્ર અવતાર જોવા મળી રહ્યો છે. ફેન્સ આ ફિલ્મને 'ધુરંધર: ધ રિવેન્જ' કહી રહ્યા છે, કારણ કે આ ભાગમાં બદલાની વાર્તા વધુ આક્રમક અને ડાર્ક શેડમાં રજૂ કરવામાં આવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ફિલ્મની સિનેમેટોગ્રાફી અને બેકગ્રાઉન્ડ મ્યુઝિક વિશે પણ લોકો અત્યારથી જ સોશિયલ મીડિયા પર પ્રશંસાના પુલ બાંધી રહ્યા છે.
બોક્સ ઓફિસ પર આ ફિલ્મ 19 માર્ચના રોજ ધમાકેદાર ઓપનિંગ કરવા માટે તૈયાર છે. અગાઉના ભાગની સફળતાને જોતા, 'ધુરંધર 2' તમામ રેકોર્ડ તોડશે તેવી પૂરી શક્યતા છે. ટ્રેડ એનાલિસ્ટ્સનું માનવું છે કે જે પ્રકારનો ક્રેઝ અત્યારે જોવા મળી રહ્યો છે, તે જોતા ફિલ્મનું પહેલા દિવસનું કલેક્શન ઐતિહાસિક હોઈ શકે છે. અન્ડરવર્લ્ડના કાળા કારનામા અને લ્યારીની ગલીઓના રાજાની આ લડાઈ મોટા પડદા પર કેવો જાદુ ચલાવે છે, તે જોવા માટે હવે માત્ર ગણતરીના કલાકો બાકી છે. રણવીર સિંહના ચાહકો માટે આ ફિલ્મ કોઈ મોટી ટ્રીટથી ઓછી નથી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
