<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th March 2026

ફિલ્‍મ જગતના દિગ્‍ગજ અભિનેતા નાના પાટેકરનો જન્‍મદિવસ : ૭૬માં વર્ષમાં પ્રવેશ

ડાયલોગ ડિલિવરી અને ઇન્‍ટેન્‍સ એક્‍ટિંગ સ્‍ટાઇલ માટે દર્શકોમાં અનેરી ચાહના ધરાવે છે, તેઓ માત્ર અભિનેતા જ નહીં, પણ એક સંવેદનશીલ સામાજિક કાર્યકર પણ છે

(જીતેન્‍દ્ર રૂપારેલિયા....) વાપીઃ  ફિલ્‍મ જગતના દિગ્‍ગજ અભિનેતા નાના પાટેકરનો આજે જન્‍મ દિવસ છે તેમના આ જન્‍મ દિવસે તેમના લાખો ચાહકો અને સાથી કલાકારો આજે સવારથી તેમના ઉપર શુભેચ્‍છા વર્ષા કરી રહ્યા છે.

અનેરી ડાયલોગ ડિલિવરી દ્વારા લાખો ચાહકો ના દિલ માં જગા બનાવનાર નાના પાટેકર નો જન્‍મ ૧૯ મી  માર્ચ, ૧૯૫૧ ના રોજ મુરુદ- જંજીરા નજીક , મહારાષ્ટ્રના એક સામાન્‍ય મધ્‍યમવર્ગીય પરિવારમાં થયો હતો, તેમના પિતા ટેક્‍સટાઇલ (કાપડ) વ્‍યવસાય સાથે જોડાયેલા હતા,બાળપણમાં ઘરનું વાતાવરણ સામાન્‍ય હતું, પરંતુ આગળ જતા આર્થિક મુશ્‍કેલીઓ આવી, તેમના પિતાનો બિઝનેસ એક સમયે ભારે નુકસાનમાં ગયો,જેના કારણે પરિવારને આર્થિક મુશ્‍કેલીઓનો સામનો કરવો પડ્‍યો,નાના પાટેકર ને નાની ઉંમરે જ કામ કરવું પડ્‍યું, તેમણે પોસ્‍ટર પેઇન્‍ટિંગ અને નાના કામો કરીને પરિવારને મદદ કરી.

નાના પાટેકરે  મુંબઈમાં સર જે.જે.ઇન્‍સ્‍ટિટ્‍યૂટ માંથી આર્ટ નું શિક્ષણ લીધું, બાળપણથી જ તેમને ડ્રોઇંગ અને એક્‍ટિંગમાં રસ હતો. શરૂઆતમાં તેઓ સ્‍ટેજ (થિયેટર)માં કામ કરતા હતા, બાળપણ ના સંઘર્ષે તેમને મજબૂત બનાવ્‍યા અને જીવનમાં આગળ વધવા પ્રેરણા આપી. નાના પાટેકરેની કારકિર્દીની એક ઝલક જોઈએ તો તેમણે કારકિર્દી ની શરૂઆત ફિલ્‍મોથી નહીં, પણ થિયેટર (નાટકો) થી કરી, તેઓ સ્‍ટેજ પર નાના-મોટા રોલ કરતા હતા, જ્‍યાં તેમણે અભિનયની કળા શીખી, ફિલ્‍મો માં તેમને પ્રથમ તક મળી ૧૯૭૮ માં ફિલ્‍મ ગમાન દ્વારા જેમાં તેમનો રોલ નાનો હતો,  પણ આ જ તેમના માટે શરૂઆત બની.

શરૂઆતના સમયમાં તેમને નાના અને સાઇડ રોલ મળતા હતા,તેમણે હાર માન્‍યા વગર મહેનત ચાલુ રાખી, તેમના અભિનય માં તેમની  સચ્‍ચાઈ અને તીવ્રતા હોવાથી લોકોનું ધ્‍યાન ખેંચાયું.

નાના પાટેકર ને સાચી ઓળખ મળી ૧૯૮૯ માં ફિલ્‍મ પરિદાથી  આ ફિલ્‍મમાં તેમના વિલન રોલ માટે તેમને રાષ્ટ્રીય પુરસ્‍કાર મળ્‍યો હતો, ત્‍યાર પછી તેમણે ક્રાંતિવીર, તિરંગા, અપહરણ જેવી ફિલ્‍મોમાં જોરદાર અભિનય કર્યો, તેઓ એક ‘‘ઇન્‍ટેન્‍સ એક્‍ટર'' તરીકે જાણીતા બન્‍યા. તેમની હિટ ફિલ્‍મોમાં ક્રાંતિવીર, પરિદા, પ્રહાર, અબ તક છપ્‍પન, અપહરણ, વેલકમ, રાજનીતિ, ખામોશી, અને તિરંગા જેવી ફિલ્‍મોનો સમાવેશ થાય છે. નાના પાટેકરના હિટ ડાયલોગને જોઈએ તો , ‘‘યે મુસલમાન કા ખૂન, યે હિદૂ કા ખૂન... બતા  ઇસ્‍મે  મુસલમાન કા કૌન સા ઔર હિદૂ કા કૌન સા ?'' ‘‘સાલા એક મચ્‍છર આદમી કો હિજડા બના દેતા હૈ!'' ‘‘રાજનીતિ મેં મુર્દે ભી જિદા હો જાતે હૈં!'' ‘‘કન્‍ટ્રોલ ઉદય... કન્‍ટ્રોલ!'' ‘‘હમ સબ ઇસ દેશ કે સિપાહી હૈં!'' ‘‘એન્‍કાઉન્‍ટર મેં કોઈ ગવાહ નહીં હોતા!' જેવા ડાયલોગનો સમાવેશ થાય છે.

નાના પાટેકરના પારાવારિક જીવન વિશે જોઈએ તો પત્‍નીનું નામઃ નીલકંઠી પાટેકર છે,તેણી એક ફિલ્‍મ અભિનેત્રી પણ રહી ચૂકી છે,તેમના એક પુત્ર છે મલ્‍હાર પાટેકર કે જે  ફિલ્‍મ ઇન્‍ડસ્‍ટ્રી સાથે જોડાયેલા છે, તેમને ડિરેકશન અને એક્‍ટિંગમાં રસ વધુ છે.

નાના પાટેકર ખુબ જ સરળ અને સાદગીભર્યું જીવન જીવે છે તેઓ મુંબઇની બહાર ફાર્મહાઉસમાં સમય પસાર કરવાનું પસંદ કરે છે મીડિયા અને ગ્‍લેમરથી દૂર રહેવાનું પસંદ કરે છે, અને બીજી  ખાસ વાત, તેઓ પરિવાર અને વ્‍યક્‍તિગત જીવનને ખૂબ જ ખાનગી રાખે છે, ફિલ્‍મ શૂટિગ બાદ તેવો  વધારે ધ્‍યાન સમાજ સેવા અને કામ પર આપે છે,

નાના પાટેકર નામ ફાઉન્‍ડેશન દ્વારા સમાજ સેવાનું કામ કરે છે કાર્ય કરે છે, આ સંસ્‍થા ખેડૂતો અને ગરીબ લોકો માટે કામ કરે છે, દુષ્‍કાળ અને કુદરતી આપત્તિના સમયમાં મદદ પહોંચાડે છે, તેવો મહારાષ્ટ્ર ના મુશ્‍કેલીમાં આવેલા ખેડૂતોને મદદ કરે છે અને ખાસ કરીને આત્‍મહત્‍યા કરનાર ખેડૂતોના પરિવારોને આર્થિક સહાય પણ આપે છે, અન્‍ય રીતે કહીએ તો

નાના પાટેકર માત્ર અભિનેતા નહીં, પણ જમીન સાથે જોડાયેલા એક દયાળુ અને જવાબદાર સમાજ સેવક પણ છે નાના પાટેકર ને તેમના પ્રભાવશાળી અભિનય માટે રાષ્ટ્રીય અને ફિલ્‍મફેર સ્‍તરે અનેક પ્રતિષ્ઠિત એવોર્ડ્‍સ મળ્‍યા છે, જેમાં  નેશનલ ફિલ્‍મ એવોર્ડ, ફિલ્‍મફેર એવોર્ડ, તથા પ્રતિષ્ઠિત પદ્મશ્રી સહિત અનેક એવોર્સ મળ્‍યા છે.

આવા ઉચ્‍ચ કોટિના અભિનેતા નાના પાટેકર આજે એટલે કે ૧૯ મી માર્ચ ૨૦૨૬ ના રોજ ૭૫ વર્ષ પૂર્ણ કરી

 

(2:20 PM IST)