News of Thursday, 26th March 2026
ધૂરંધર-૨નું વિવાદીત પોસ્ટર એઆઇથી બનાવેલુ : હું શીખ સમુદાયનું સન્માન કરૂ છું
દિગ્દર્શક આદિત્યએ કર્યો ખુલાસો : આ પોસ્ટર પ્રમોશનનો ભાગ ન હોવાનું જણાવ્યું

મુ઼બઇઃ ધૂરંધર ૨ ના દિગ્દર્શક આદિત્ય ઘરે શીખ સમુદાયના આક્રોશનો જવાબ આપ્યો છે. તેમનું કહેવું છે કે ફરતું વિવાદાસ્પદ પોસ્ટર તેમના પ્રમોશનનો ભાગ નથી પરંતુ એઆઈનો ઉપયોગ કરીને કોઈએ બનાવ્યું છે.
ધૂરંધર ધ રીવેન્જના દિગ્દર્શક આદિત્ય ધરે શીખ સમુદાયના આક્રોશનો જવાબ આપ્યો છે. તેમનું કહેવું છે કે પોસ્ટરો એઆઈનો ઉપયોગ કરીને કોઈએ સંપાદિત કર્યા હતા. તેઓ શીખ સમુદાયનું સન્માન કરે છે. નોંધનીય છે કે શીખ સમુદાયના કેટલાક સભ્યોએ ધૂરંધર ૨ ના પ્રમોશનલ સામગ્રી સામે વાંધો ઉઠાવ્યો છે. તેમનો આરોપ છે કે કેટલાક પોસ્ટરોમાં રણવીર સિંહ સિગારેટ પીતી વખતે પાઘડી અને કડા પહેરેલો દેખાય છે, જે ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડે છે. ૧૭ માર્ચે, ૅમહારાષ્ટ્રના શીખૅ જૂથે ધૂરંધરના નિર્માતાઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
(2:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
