તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 27th March 2026
ધુરંધરઃ ધ રિવેન્જએ ૭ દિવસમાં બનાવ્યા ૭ રેકોર્ડ
દેશ-વિદેશમાં કમાણીનો કુલ આંકડો માત્ર ૭ દિવસમાં જ ૧૦૦૦ કરોડ રૂપિયાને પાર કરી ગયો

મુંબઇ તા.૨૭: ફિલ્મ ‘ધુરંધરઃ ધ રિવેન્જ'એ બોક્સ-ઑફિસ પર ધમાકેદાર પ્રદર્શન કરીને સાબિત કરી દીધું છે કે લોકોને આ ફિલ્મ બહુ ગમી છે. એક રિપોર્ટ પ્રમાણે ફિલ્મનો દેશ-વિદેશમાં કમાણીનો કુલ આંકડો માત્ર ૭ દિવસમાં જ ૧૦૦૦ કરોડ રૂપિયાને પાર કરી ગયો છે. આ સાથે જ ‘ધુરંધર : ધ રિવેન્જ' સૌથી ઝડપથી ૧૦૦૦ કરોડ કમાણી કરનાર હિન્દી ફિલ્મ બની છે. રિલીઝ પહેલાં બનેલી હાઇપને જાળવી રાખતાં આ સીક્વલ સતત નવા રેકોર્ડ બનાવી રહી છે.
‘ધુરંધરઃ ધ રિવેન્જ' બોક્સ-ઓફિસ પર ધમાકેદાર પ્રદર્શન કરી રહી છે, પરંતુ ફેન્સને આ ફિલ્મમાં ‘ધુરંધર'ના ‘શરારત' જેવી મસ્તીભર્યા ડાન્સ-સોન્ગની કમી લાગી રહી છે અને તેઓ સોશ્યલ મીડિયા પર સવાલ કરી રહ્યા છે કે ‘ધુરંધર' ધ રિવેન્જમાં ‘શરારત' જેવું ગીત કેમ નથી? આ સવાલનો જવાબ હવે ફિલ્મના કોરિયોગ્રાફર વિજય ગાંગુલીએ આપ્યો છે. તેણે સ્પષ્ટ કહ્યું કે આ નિર્ણય પૂરેપૂરો વિચાર કરીને લેવામાં આવ્યો હતો અને એનો સીધો સંબંધ ફિલ્મની સ્ટોરી અને ટોન સાથે છે.
વિજય ગાંગુલીએ જણાવ્યું હતું કે ‘‘ધુરંધર'માં ‘શરારત' ગીત માટે યોગ્ય જગ્યા હતી, કારણ કે એમાં વેડિગ-સેટિગ હતું જેના કારણે સેલિબ્રેશનવાળું ગીત સ્વાભાવિક રીતે ફિટ થતું હતું, પણ ‘ધુરંધરઃ ધ રિવેન્જ' સંપૂર્ણ રીતે એક ઇન્ટેન્સ રિવેન્જ થ્રિલર છે જે શરૂઆતથી અંત સુધી સતત ટેન્શન અને એક્શન પર આધારિત છે. આવી સ્ટોરીલાઇનમાં મસ્તીભર્યા ડાન્સ-સોન્ગ માટે જગ્યા જ નહોતી. આ ફિલ્મના નેરેટિવ ફલો અને ડાર્ક ટોનને ધ્યાનમાં રાખીને જ મ્યુઝિક અને કોરિયોગ્રાફી ડિઝાઇન કરવામાં આવી છે. આ કારણે જ મેકર્સે ફન ડાન્સ નંબર ઉમેરવાને બદલે સ્ટોરીને પ્રાથમિકતા આપી છે.'
ફિલ્મ ‘ધુરંધરઃ ધ રિવેન્જ' બોક્સ-ઓફિસ પર ધમાકેદાર કમાણી કરી રહી છે અને એને જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. ફિલ્મે માત્ર ૭ દિવસમાં જ અનેક રેકોર્ડ તોડી નાખ્યા છે. હાલમાં ફિલ્મના ડિરેક્ટર આદિત્ય ધર ફિલ્મની સફળતા માટે દર્શકોનો આભાર માન્યો હતો, પરંતુ હવે તે એક નવા મુદ્દે ચિતિત છે. હકીકતમાં ફિલ્મને લઈને સોશ્યલ મીડિયા પર ખોટી માહિતી ફેલાવવામાં આવી રહી છે. કેટલાક લોકો આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)નો ઉપયોગ કરીને ફિલ્મના સીન સાથે છેડછાડ કરી રહ્યા છે અને એને વાઇરલ કરી રહ્યા છે જેના કારણે આદિત્ય ધર ખૂબ નિરાશ થયો છે.
તાજેતરમાં રણવીર સિહની એક તસવીર વાઇરલ થઈ હતી જેમાં તેને પાઘડી પહેરીને સ્મોકિગ કરતો બતાવવામાં આવ્યો હતો. આ મુદ્દે ફિલ્મના મેકર્સ અને રણવીર સિહ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ પણ નોંધાઈ હતી. આ મામલે આદિત્ય ધરે પ્રતિક્રિયા આપતાં આ તસવીરને સંપૂર્ણ રીતે ફેક ગણાવી છે. તેણે જણાવ્યું કે આવી તસવીરો ઇરાદાપૂર્વક બનાવવામાં આવી છે જેથી લોકોમાં ગેરસમજ ફેલાય અને વિવાદ ઊભો થાય.
આદિત્ય ધરે સોશ્યલ મીડિયા પર લખ્યું કે ‘ફિલ્મને દેશ-વિદેશના દર્શકો તરફથી મળતા પ્રેમ માટે હું ખૂબ આભારી છું, પરંતુ કેટલાક લોકો ખ્ત્નો ઉપયોગ કરીને ઑફિશ્યલ પ્રમોશનલ મટીરિયલ સાથે છેડછાડ કરીને ખોટી અને ભ્રામક માહિતી ફેલાવી રહ્યા છે. હાલમાં એક તસવીરમાં ફિલ્મના પાત્રને પાઘડી પહેરીને સિગારેટ પીતું બતાવવામાં આવ્યું હતું જે સંપૂર્ણપણે ફેક છે અને ફિલ્મ અથવા ઑફિશ્યલ મટીરિયલનો ભાગ નથી.'
આદિત્ય ધરે સ્પષ્ટ કર્યું કે તેઓ સિખ સમુદાય માટે બહુ માન રાખે છે અને ફિલ્મમાં દર્શાવેલી દરેક બાબત સંવેદનશીલતા અને જવાબદારી સાથે રજૂ કરવામાં આવી છે. આદિત્ય ધરે દર્શકોને અપીલ કરી કે તેઓ માત્ર ઓફિશ્યલ કન્ટેન્ટ પર વિશ્વાસ રાખે અને AI દ્વારા ફેલાતી ખોટી માહિતીથી દૂર રહે. આ સાથે જ તેણે ચેતવણી આપી કે આવી હરકતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
(3:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
