<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th March 2026

બોલિવૂડનો એ ભૂતકાળ જેણે મચાવ્યો હતો ખળભળાટ: જ્યારે નરગીસ દત્તે રેખાના પાત્ર પર ઉઠાવ્યા હતા આકરા સવાલ; અભિનેત્રીને 'ડાકણ' અને 'દિશાહીન' ગણાવીને કરી હતી ટીકા

૭૦ના દાયકાનો એ વિવાદાસ્પદ ઇન્ટરવ્યુ: સુનીલ દત્ત સાથે રેખાના લિંક-અપની અફવાઓએ નરગીસને કર્યા હતા નારાજ; "રેખા પુરુષોને ખોટા સંકેતો આપે છે" - નરગીસના આ એક નિવેદને ફિલ્મ જગતમાં લાવી દીધું હતું તોફાન.

મુંબઈ : હિન્દી સિનેમાના ઇતિહાસમાં અનેક કિસ્સાઓ એવા છે જે આજે પણ ચર્ચાનો વિષય બને છે. આવો જ એક કિસ્સો છે ૧૯૫૦ના દાયકાની સુપરસ્ટાર નરગીસ દત્ત અને સદાબહાર અભિનેત્રી રેખા વચ્ચેનો. સામાન્ય રીતે અન્ય અભિનેત્રીઓને સપોર્ટ કરનારા નરગીસ દત્તે એક સમયે રેખાના પાત્ર વિશે એવા શબ્દો વાપર્યા હતા જેની કોઈએ કલ્પના પણ કરી નહોતી. ૧૯૭૬માં આપેલા એક વિસ્ફોટક ઇન્ટરવ્યુમાં નરગીસે રેખાની જીવનશૈલી અને તેના વર્તન પર આકરા પ્રહારો કર્યા હતા.
સુનીલ દત્ત સાથેના લિંક-અપની અફવાઓ બની કારણ?
૭૦ના દાયકામાં રેખા અને સુનીલ દત્તે 'પ્રાણ જાયે પર વચન ના જાયે' અને 'નાગિન' જેવી ઘણી હિટ ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું. તે સમયે ફિલ્મ જગતના ગલિયારાઓમાં એવી અફવાઓ ઉડી હતી કે રેખા અને સુનીલ દત્ત વચ્ચે નિકટતા વધી રહી છે. કહેવાય છે કે આ ગપસપથી નરગીસ દત્ત અત્યંત નારાજ હતા. તેમણે ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, "રેખા પુરુષોને એવા સંકેતો આપે છે જાણે તે સરળતાથી ઉપલબ્ધ હોય. ઘણા લોકો તો તેને 'ડાકણ' થી ઓછી નથી માનતા."
"તેને એક મજબૂત પુરુષની જરૂર છે"
નરગીસે માત્ર ટીકા જ નહોતી કરી, પરંતુ રેખાની માનસિક સ્થિતિ વિશે પણ ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું હતું કે, "હું રેખાની સમસ્યા સમજી શકું છું, તે ક્યાંક ખોવાઈ ગઈ છે. તેને જીવનમાં એક સારા અને મજબૂત પુરુષની જરૂર છે જે તેને સાચો રસ્તો બતાવી શકે." જે સમયે આ વાતો કહેવામાં આવી રહી હતી ત્યારે રેખા માત્ર ૨૨ વર્ષની હતી અને પોતાની કારકિર્દી બનાવી રહી હતી. જોકે, આટલી ગંભીર ટીકા છતાં રેખાએ ક્યારેય વળતો જવાબ આપ્યો નહોતો અને પોતાનું મૌન જાળવી રાખ્યું હતું.
સંજય દત્ત સાથે પણ જોડાયું હતું નામ
નરગીસના અવસાન બાદ પણ વિવાદોએ રેખાનો પીછો છોડ્યો નહોતો. સુનીલ દત્ત પછી રેખાનું નામ તેમના પુત્ર સંજય દત્ત સાથે પણ જોડાયું હતું. ફિલ્મ 'જમીન આસમાન'ના શૂટિંગ દરમિયાન એવી અફવાઓ ઉડી હતી કે રેખા સંજય દત્તના નામનું સિંદૂર લગાવે છે. જોકે, પાછળથી આ બધી વાતો માત્ર અફવા જ સાબિત થઈ હતી. માત્ર નરગીસ જ નહીં, રાખી ગુલઝારે પણ રેખાને 'ફરતી જ્વેલરી શોપ' કહીને તેના અતિશય મેકઅપ અને ઘરેણાં પર કટાક્ષ કર્યો હતો.

(8:10 PM IST)