News of Wednesday, 1st April 2026
પહેલીવાર સલમાન ખાન અને નયનતારા સ્ક્રિનશેર કરશે

મુંબઈ,તા.૦૧: સુપરસ્ટાર સલમાન ખાનના ટૂંક સમયમાં ફિલ્મ 'માતૃભૂમિ' માં જોવા મળશે. મહત્વનું છે કે, સોમવારે સલમાન ખાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર એક તસવીર શેર કરીને પોતાની આગામી સાઉથ ફિલ્મની સત્તાવાર જાહેરાત કરી હતી.
ડાયરેક્ટર વામશી પેડીપલ્લી સાથે ફોટો શેર કરતા સલમાને કેપ્શનમાં લખ્યું કે, દિલ, દિમાગ અને જીગરથી... આ એપ્રિલ મહિનાથી ડાયરેક્ટર વામશી અને પ્રોડ્યુસર દિલ રાજુ સાથે ફિલ્મનું શૂટિગ શરૂ કરવા જઈ રહ્યા છીએ. બોલિવૂડમાં રાજ કર્યા બાદ હવે સલમાન ખાન સાઉથની ફિલ્મોમાં પણ પોતાનો જાદુ ચલાવવા માટે તૈયાર છે. આ જાહેરાત બાદ ફેન્સમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
સલમાન ખાનની નવી ફિલ્મને લઈને ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે હવે એક મોટા સમાચાર સામે આવ્યા છે. જાણીતા ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે સોશિયલ મીડિયા પર પુષ્ટિ કરી છે કે, સલમાન ખાનની આ ફિલ્મમાં સાઉથની સુપરસ્ટાર નયનતારા લીડ હિરોઈન તરીકે જોવા મળશે. એટલે કે પડદા પર પહેલીવાર સલમાન અને નયનતારાની જોડી ધૂમ મચાવતી જોવા મળશે. નેશનલ એવોર્ડ વિનર ડાયરેક્ટર વામશી પેડીપલ્લી આ ફિલ્મનું નિર્દેશન કરવાના છે, જ્યારે સાઉથના દિગ્ગજ નિર્માતા દિલ રાજુ આ પ્રોજેક્ટને પ્રોડ્યુસ કરી રહ્યા છે.
જોકે, આ એક્શન ડ્રામા ફિલ્મનું ટાઇટલ હજુ સુધી ફાઈનલ કરવામાં આવ્યું નથી, પરંતુ આ ફિલ્મ એપ્રિલ ૨૦૨૬ થી ફલોર પર જશે એટલે કે તેનું શૂટિગ શરૂ થશે. સલમાન ખાન માટે ગતવર્ષ બોક્સ ઓફિસ પર કંઈ ખાસ રહ્યું નથી. અને તેની ફિલ્મ 'સિકંદર' બોક્સ ઓફિસ પર ફલોપ સાબિત થઈ હતી.
સલમાન ખાન તેના નવા પ્રોજેક્ટ 'માતૃભૂમિઃ મે વોર રેસ્ટ ઇન પીસ' સાથે તૈયાર છે. ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મનું નામ પહેલા 'બેટલ ઓફ ગલવાન' રાખવામાં આવ્યું હતું, પરંતુ બાદમાં તેને બદલીને 'માતૃભૂમિ' કરી દેવામાં આવ્યું છે.
આ ફિલ્મ પહેલા ૧૭ એપ્રિલ ૨૦૨૬ ના રોજ રીલિઝ થવાની હતી, પરંતુ હવે તેની રિલીઝ ડેટ લંબાવવામાં આવી હોવાના અહેવાલો છે.
(10:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
