<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd April 2026

ભારતીય ફિલ્‍મ જગતના માઇકલ જેક્‍સન પ્રભુદેવાનો આજે જન્‍મ દિવસ

ટેલેન્‍ટેડ ડાન્‍સર, કોરિયોગ્રાફર, અભિનેતા અને ડિરેક્‍ટર મુકાબલા મુકાબલા, ઉર્વશી ઉર્વશી, ગોરીયા ચુરા ના મેરા જિયા, ઢીંકા ચિકા... જેવા અનેક હિટ ગીતો આપ્‍યા... : ૫૪માં વર્ષમાં મંગલ પ્રવેશ

(જીતેન્‍દ્ર રૂપારેલિયા) વાપી : ભારતીય ફિલ્‍મ ઈન્‍ડસ્‍ટ્રીઝના સૌથી ટેલેન્‍ટેડ  ડાન્‍સર, કોરિયોગ્રાફર , અભિનેતા અને ડિરેક્‍ટર તરીકે જાણીતા એવા પ્રભુ દેવાનો આજે જન્‍મ દિવસ છે.

પ્રભુદેવાની સંઘર્ષથી સફળતા સુધીની સફર જોઈએ તો ૩ જી એપ્રિલ ૧૯૭૩ના રોજ કર્ણાટકમાં જન્‍મ, પિતા મુગુર સુંદર એક પ્રખ્‍યાત કોરિયોગ્રાફર હતા. તેને બાળપણથી જ  ડાન્‍સનો ખુબ જ શોખ હતો અને તેમણે પિતાથી જ ટ્રેનિંગ લીધી, ડાન્‍સ અને કોરિયોગ્રાફી કારકિર્દી જોઈએ તો તેમણે ફિલ્‍મામાં બેકગ્રાઉન્‍ડ ડાન્‍સર તરીકે શરૂઆત કરી લાંબા સંઘર્ષને સથવારે આગળ ધપતા ગયા અને આજે તેમની ગણના ટોપ કોરિયોગ્રાફર તરીકે થાય છે. તેમની ડાન્‍સ સ્‍ટાઇલમાં લચકપણું એટલે કે  ફ્‌લેક્‍સિબિલિટી, ફાસ્‍ટ મૂવમેન્‍ટના અનોખા સ્‍ટેપ્‍સ જોવા મળે છે.

પ્રભુ દેવાએ ૧૯૯૦ના દાયકામાં કોરિયોગ્રાફી શરૂ કરી. તેમને સાચી ઓળખ ‘‘હમ સે હૈ મુકાબલા........''દ્વારા મળી આ ગીતોએ તેમને રાતોરાત સ્‍ટાર બનાવી દીધા. ડાન્‍સની તેમની સ્‍ટાઇલ ખૂબ જ હિટ રહી, ઝડપી અને અનોખી મૂવમેન્‍ટ, રોબોટિક અને ફ્રીસ્‍ટાઇલ મિક્‍સ ,બોડી કંટ્રોલ પર જોર રહ્યું, વર્ષ ૧૯૯૦ થી ૨૦૦૦નો સમયગાળો પ્રભુ દેવા માટે સોનેરી સાબીત થયો આ સમય તેમની કારકિર્દીનો સૌથી પાવરફુલ સમય હતો.

મુકાબલા મુકાબલા, ઉર્વશી ઉર્વશી..., ગોરીયા ચુરા ના મેરા જિયા, ગો ગો ગોવિંદા, કે સેરા સેરા, ઢીંકા ચિકા, છમ્‍મક છલ્લો, હુડ હુડ દબંગ જેવા અનેક ગીતો સુપર હિટ રહ્યા. આ સમયમાં તેમણે સાઉથ અને બોલિવૂડ એમ બંને ઉપર રાજ કર્યું. અભિનેતા તરીકે પ્રભુ દેવાએ બોલિવૂડમાં કેટલીક હિન્‍દી ફિલ્‍મામાં એક્‍ટિંગ પણ કરી જેમકે ‘‘એની બડી કેન ડાન્‍સ'' આ ફિલ્‍મમાં તેમણે ડાન્‍સ ગુરુ તરીકે ખુબ જ સરસ પરફોર્મન્‍સ આપ્‍યું , પ્રભુ દેવાની બોલિવૂડમાં સૌથી મોટી ઓળખ ડિરેક્‍ટર તરીકે બની ફિલ્‍મ ‘‘વોન્‍ટેડ'' દ્વારા જેમાં એમણે સલમાન ખાનને પણ કમ બેક કરાવ્‍યો ત્‍યાર બાદ ‘‘રાઉડી રાઠોડ''માં અક્ષય કુમાર સાથે જોડી જમાવી અને ફિલ્‍મ ‘‘રાજકુમાર'' એક્‍શન  અને રોમાન્‍સ મસાલા ફિલ્‍મ આપી. એવું પણ કહેવાય છે કે પ્રભુદેવા બોલિવૂડમાં મસાલા એક્‍શન ફિલ્‍મોનો ટ્રેન્‍ડ પાછો લાવ્‍યા, અને ડાન્‍સને વધુ સ્‍ટાઈલિશ બનાવ્‍યો. સાઉથ સ્‍ટાઈલને બોલિવૂડમાં લાવ્‍યો તેમની ફિલ્‍મો ફુલ મનોરંજક પેકેજ તરીકે જાણીતી બની છે. બોલિવૂડમાં ટોપ ડિરેક્‍ટર તરીકે તેમનું સ્‍થાન ગણાય છે.

(2:06 PM IST)