<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th April 2026

બોક્સ ઓફિસ પર રણવીર સિંહનો 'ધુરંધર' પ્રહાર: 1500 કરોડની કમાણી સાથે વિશ્વભરમાં મચાવી ધૂમ!

'ધુરંધર 2: ધ રિવેન્જ' એ રચ્યો ઈતિહાસ: બુક માય શો પર 15 મિલિયન ટિકિટોનો રેકોર્ડ તોડનાર પ્રથમ બોલીવુડ ફિલ્મ બની : પુષ્પા 2 અને KGF 2 જેવી પાન-ઈન્ડિયા ફિલ્મોની હરોળમાં આદિત્ય ધરની ફિલ્મની એન્ટ્રી

મુંબઈ: બોલીવુડના પાવરહાઉસ ગણાતા રણવીર સિંહની ફિલ્મ 'ધુરંધર 2: ધ રિવેન્જ' અત્યારે બોક્સ ઓફિસ પર સુનામી લાવી રહી છે. આદિત્ય ધરના નિર્દેશનમાં બનેલી આ જાસૂસી ડ્રામા ફિલ્મે ત્રીજા શુક્રવારે જોરદાર ઉછાળો મારીને 21.55 કરોડની કમાણી કરી છે, જેની સાથે ફિલ્મનું વિશ્વભરનું કલેક્શન આશ્ચર્યજનક રીતે ₹1,523.58 કરોડ પર પહોંચી ગયું છે. ખાસ વાત એ છે કે આ ફિલ્મ 'બુક માય શો' પ્લેટફોર્મ પર 1.5 કરોડથી વધુ ટિકિટો વેચનારી પ્રથમ હિન્દી ફિલ્મ બની ગઈ છે. ભારતીય સિનેમાના ઇતિહાસમાં હવે રણવીરની આ ફિલ્મ 'પુષ્પા 2', 'KGF 2' અને 'બાહુબલી 2' જેવી મહાકાય ફિલ્મો બાદ ચોથા ક્રમે બિરાજમાન થઈ છે.

ફિલ્મની વાર્તા એક ભારતીય જાસૂસની આસપાસ ફરે છે જે પાકિસ્તાનમાં રહીને આતંકવાદના મૂળિયાં ઉખાડી નાખે છે. રણવીર સિંહના પાવરફુલ પરફોર્મન્સની સાથે સંજય દત્ત, આર. માધવન અને અર્જુન રામપાલની હાજરીએ ફિલ્મને જબરદસ્ત વેગ આપ્યો છે. આ ફિલ્મની સફળતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે 'ધુરંધર 2' ના ક્રેઝને જોતા અક્ષય કુમારની આગામી ફિલ્મ 'ભૂત બાંગ્લા' ની રિલીઝ ડેટ પણ લંબાવવી પડી છે. સાઉથના સુપરસ્ટાર પવન કલ્યાણની ફિલ્મ 'ઉસ્તાદ ભગત સિંહ' પણ આ ફિલ્મ સામે બોક્સ ઓફિસ પર ખાસ ટકી શકી નથી, જેના કારણે રણવીર સિંહ હવે બોલીવુડનો અસલી 'ધુરંધર' સાબિત થઈ રહ્યો છે.

માત્ર સામાન્ય જનતા જ નહીં, પરંતુ રજનીકાંત, પ્રિયંકા ચોપરા અને અલ્લુ અર્જુન જેવા દિગ્ગજ સિતારાઓએ પણ સોશિયલ મીડિયા પર આ ફિલ્મની ભરપૂર પ્રશંસા કરી છે. અગાઉ કન્નડ સુપરસ્ટાર યશની ફિલ્મ 'ટોક્સિક' સાથે આ ફિલ્મનો મોટો ટક્કર થવાનો હતો, પરંતુ મધ્ય પૂર્વની કટોકટીને કારણે 'ટોક્સિક' હવે જૂન મહિનામાં રિલીઝ થશે, જેનો સીધો ફાયદો 'ધુરંધર 2' ને મળ્યો છે. જે રીતે ત્રીજા સપ્તાહના અંતે ટિકિટ બારી પર ભીડ જોવા મળી રહી છે, તે જોતા નિષ્ણાતો માને છે કે આ ફિલ્મ હજુ ઘણા નવા રેકોર્ડ્સ ધ્વસ્ત કરશે અને રણવીર સિંહની કારકિર્દીની અત્યાર સુધીની સૌથી મોટી હિટ સાબિત થશે.

(10:38 PM IST)