હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સલમાન ખાન ફાર્મહાઉસ વિવાદઃ સોશિયલ મીડિયા બદનામીનું લાયસન્સ નથી, હાઈકોર્ટે પાડોશીને બરાબરના ઝાટકયા!
વિવાદાસ્પદ વીડિયો અને પોસ્ટસ તાત્કાલિક હટાવી લેવા પાડોશી કેતન કક્કરને આપી આકરી સલાહ પનવેલ ફાર્મહાઉસની જમીન મામલે વર્ષોથી ચાલી રહેલી કાનૂની લડાઈમાં બોમ્બે હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું

મુંબઈ, તા.૧૨: બોલિવૂડના દબંગ સ્ટાર સલમાન ખાન અને વિવાદોનો નાતો ઘણો જૂનો છે, પરંતુ આ વખતે મામલો તેમના પનવેલ સ્થિત ફાર્મહાઉસના પાડોશી સાથે ભરાયો છે. સલમાન ખાન અને તેમના પાડોશી કેતન કક્કર વચ્ચે છેલ્લા કેટલાક વર્ષોથી જમીન અંગે ચાલી રહેલા હાઈ-પ્રોફાઈલ વિવાદમાં બોમ્બે હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ અને કડક અવલોકન કર્યું છે. હાઈકોર્ટે કેતન કક્કરને જોરદાર ઠપકો આપતા સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયા કોઈ પણ વ્યક્તિને, પછી તે ભલે સેલિબ્રિટી હોય, તેને જાહેરમાં બદનામ કરવાનો કાનૂની અધિકાર આપતું નથી. જસ્ટિસ શર્મિલા દેશમુખની ખંડપીઠે સુનાવણી દરમિયાન પાડોશીને સલમાન ખાન વિરુદ્ધ સોશિયલ મીડિયા પર મૂકવામાં આવેલી તમામ આપત્તિજનક પોસ્ટ્સ અને વીડિયો તાત્કાલિક દૂર કરવા અંગે ગંભીરતાથી વિચારવા જણાવ્યું છે. આ સમગ્ર વિવાદની પાછળ એક લાંબો ઈતિહાસ છે. કેતન કક્કર, જેઓ સલમાન ખાનના ફાર્મહાઉસની બિલકુલ બાજુમાં જ જમીન ધરાવે છે, તેમની વચ્ચે વર્ષ ૨૦૧૯થી ગજગ્રાહ ચાલી રહ્યો છે. કેતને અભિનેતા પર ગંભીર આરોપો લગાવ્યા હતા કે સલમાને પોતાના ફાર્મહાઉસમાં પર્યાવરણીય નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કર્યું છે અને તેમની મિલકત તરફ જતો મુખ્ય રસ્તો પણ બ્લોક કરી દીધો છે. આ આક્ષેપો બાદ કેતને સોશિયલ મીડિયા, ખાસ કરીને યુટયુબ અને ટ્વિટર પર સલમાન ખાન વિરુદ્ધ મોરચો માંડ્યો હતો. આ બદનામીથી પરેશાન થઈને સલમાન ખાને સિવિલ કોર્ટમાં માનહાનિનો દાવો કર્યો હતો, પરંતુ ત્યાંથી વચગાળાની રાહત ન મળતા આખરે તેમણે હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા, જ્યાં હવે કોર્ટે પાડોશીના વલણ સામે નારાજગી વ્યક્ત કરી છે અને આ કેસની આગામી સુનાવણી ૬ જુલાઈ, ૨૦૨૬ના રોજ નિયત કરવામાં આવી છે. બીજી તરફ, જો સલમાન ખાનના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, તેઓ તાજેતરમાં જ રિલીઝ થયેલી ફિલ્મ સિકંદરમાં ધમાકેદાર એક્શન અવતારમાં જોવા મળ્યા હતા. જોકે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધાર્યો કમાલ બતાવવામાં નિષ્ફળ રહી હતી, પરંતુ સલમાનના ચાહકો નિરાશ થાય તેવા નથી. ભાઈજાન ટૂંક સમયમાં જ તેમની આગામી દેશભક્તિથી ભરપૂર ફિલ્મ માતળભૂમિ મે વોર રેસ્ટ ઈન પીસૅ દ્વારા મોટા પડદા પર ધમાકો કરવા તૈયાર છે. આ ફિલ્મમાં તેઓ એક જાંબાઝ સૈનિકની મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે અને તે દેશભક્તિના માહોલ વચ્ચે ૧૪ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની પૂરેપૂરી સંભાવના છે. ચાહકો આશા રાખી રહ્યા છે કે કાનૂની વિવાદોની વચ્ચે સલમાનની આ નવી ફિલ્મ બોક્સ ઓફિસના તમામ રેકોર્ડ તોડી નાખશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
