<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th June 2026

૪૧,૯૭૫ રૂપિયાનો ડ્રેસ અને ૯૨ હજાર રૂપિયાનાં સેન્‍ડલ્‍સ

કરીના કપૂર ખાન ખૂબ જ ગ્‍લેમરસ અંદાજમાં જોવા મળી હતી : લગાનના સ્‍પેશ્‍યલ સ્‍ક્રીનિંગના લુક પાછળ કરીના કપૂરે અંદાજે કર્યો છે ૧.૩ લાખ રૂપિયા જેટલો ખર્ચ

મુંબઈ,તા.૧૭: આમિર ખાનના પ્રોડક્‍શન-હાઉસે નિર્માણ કરેલી ફિલ્‍મ ‘લગાન'ની રિલીઝને ગઈ કાલે ૨૫ વર્ષ પૂર્ણ થયાં છે. આ પ્રસંગનું સેલિબ્રેશન કરવા માટે આમિર ખાન અને ડિરેક્‍ટર આશુતોષ ગોવારીકરે  ફિલ્‍મના એક સ્‍પેશ્‍યલ સ્‍ક્રીનિગનું આયોજન કર્યું હતું જેમાં સલમાન ખાન સહિત બોલીવુડની અનેક જાણીતી હસ્‍તીઓ ઉપસ્‍થિત રહી હતી.

આ પ્રસંગે કરીના કપૂર ખાન ખૂબ જ ગ્‍લેમરસ અંદાજમાં જોવા મળી હતી અને તેના આકર્ષક ગુલાબી ડ્રેસે બધાનું ધ્‍યાન ખેંચ્‍યું હતું. બનારસી સિલ્‍કના અંદાજે ૪૧,૯૭૫ રૂપિયાની કિમત ધરાવતા આ ડ્રેસની ડિઝાઇન પ્રસિદ્ધ ચિત્રકાર અમૃતા શેરગિલની કલાત્‍મક કૃતિઓથી પ્રેરિત હતી. કરીનાએ આ લુક સાથે એક લક્‍ઝરી બ્રેન્‍ડની સેટિન હીલ્‍સ પસંદ કરી હતી. આ નકશીદાર સેન્‍ડલ્‍સની કિમત અંદાજે ૯૨ હજાર રૂપિયા હોવાનું કહેવાય છે. હાથથી તૈયાર કરાયેલાં આ સેન્‍ડલ્‍સે તેના સમગ્ર લુકમાં વધુ ગ્‍લેમર ઉમેર્યું હતું. આ એક જોડી સેન્‍ડલ લગભગ ૩૦ ભાગોને કારીગરો દ્વારા હાથથી જોડીને બનાવવામાં આવે છે. આ લુકને કમ્‍પ્‍લીટ કરવા માટે કરીનાએ જડાઉ ઝૂમકાં, ન્‍યુડ ટોન મેકઅપ અને ડાર્ક કાજલ પસંદ કર્યાં હતાં. આમ કરીનાએ તેના આ સ્‍ટાઇલિશ લુક પાછળ કુલ મળીને અંદાજે ૧.૩ લાખ રૂપિયા જેટલો ખર્ચ કર્યો હતો.

(10:17 AM IST)