તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 4th August 2026
૮૦૦ કરોડની ફિલ્મ માટે અટલી મોટા ફેરફાર પર વિચાર કરી રહ્યા છે
અલ્લુ અર્જુન અને અટલીની રાકા બે ભાગમાં રિલીઝ થઈ શકે છે : અલ્લુ અર્જુન અને અટલીની ફિલ્મ રાકાને અંગે પણી ઉત્સુકતા છે. આ અંગે મળતી મહત્વની માહિતી અનુસાર, લગભગ ૮૦૦ કરોડના બજેટમાં બની રહેલી આ ભવ્ય ફિલ્મને બે ભાગમાં રજૂ કરવાના વિકલ્પ પર હાલ ગંભીરતાથી ચર્ચા થઈ રહી છે

ફિલ્મ સાથે સંકળાયેલા એક સૂત્રે જણાવ્યું કે, રાકાનું શૂટિંગ છેલ્લા એક વર્ષથી ચાલી રહ્યું છે અને અત્યાર સુધીની શૂટ થયેલી ફૂટેજ જ સામાન્ય ત્રણ કલાકની ફિલ્મમાં સમાવી શકાય એટલી નથી. હજુ પણ અંદાજે ચાર મહિનાનું શૂટિગ ભાકી હોવાથી સમગ્ર કથાને એક જ ફિલ્મમાં રજૂ કરવી લગભગ અશક્ય બની રહી છે.
સુત્રોના જણાવ્યા અનુસાર, હાલમાં ફિલ્મને બે ભાગમાં રજૂ કરવાનો અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. અટલી હજુ પણ વાર્તાને શ્રેષ્ઠ રીતે કેવી રીતે રજૂ કરી શકાય તે અંગે વિચાર કરી રહ્યા છે. ફિલ્મનું સંપૂર્ણ શૂટિગ પૂરું થયા બાદ જ અંતિમ નિર્ણય લેવામાં આવશે.
આ અંગેની માહિતી મુજબ, અલ્લુ અર્જુન સહિત ફિલ્મના તમામ કલાકારોને અટલીના વિઝન પર સંપૂર્ણ વિશ્વાસ છે અને તેઓ ફિલ્મને ભવ્ય સ્વરૂપ આપવા માટે જરૂરી સમય આપી રહ્યા છે. અલ્લુ અર્જુને ડિસેમ્બર સુધી પોતાની તારીખો આ ફિલ્મ માટે ફાળવી છે. ત્યારબાદ તે આગામી વર્ષે લોકેશ કનગરાજની સુપરહીરો ફિલ્મમાં વ્યસ્ત થશે.
આ ભવ્ય પેન-ઈન્ડિયા ફિલ્મનું મુખ્ય શૂટિગ ૨૦૨૭ના પ્રથમ ભાગ સુધી ચાલવાની શક્યતા છે, જ્યારે ફિલ્મને ૨૦૨૭ના અંતમાં રિલીઝ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
ફિલ્મનું નિર્માણ કરી રહેલું સન પિક્ચર્સ બે ભાગના ફોર્મેટના પક્ષમાં હોવાનું કહેવાય છે. નિર્માતાઓનું માનવું છે કે આ રીતે અટલી પોતાની કલ્પના મુજબ વાર્તાને વધુ સારી રીતે રજૂ કરી શકશે અને ફિલ્મની આર્થિક વ્યવસ્થા પણ વધુ વ્યવહારુ બનશે. જોકે, આ નિર્ણય સાથે જોખમ પણ જોડાયેલું છે, કારણ કે બીજા ભાગની સફળતા પ્રથમ ભાગને મળનારા પ્રતિસાદ પર નિર્ભર રહેશે. અટલી આ ફિલ્મને યાદગાર થિયેટ્રિકલ અનુભવ બનાવવા માટે તમામ પ્રયાસ કરી રહ્યા હોવાનું કહેવાય છે.
ફિલ્મમાં અલ્લુ અર્જુન ઉપરાંત દીપિકા પાદુકોશ, મૃણાલ ઠાકુર, રશ્મિકા મંદાના અને જાઢવી કપૂર મહત્વના રોલમાં જોવા મળશે.
(10:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
