તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 10th August 2026
'ક્રાઇમ પેટ્રોલ'માં મોટો ફેરફાર: અનુપ સોનીની જગ્યાએ હવે બોલીવુડ સુપરસ્ટાર અજય દેવગણ કરશે હોસ્ટ, ૧૫ એપિસોડનું શૂટિંગ પૂર્ણ
'સિંઘમ' ફેમ અજય દેવગણ લોકપ્રિય ક્રાઇમ સિરીઝમાં લાવશે નવો રોમાંચ; દર્શકોના પ્રતિસાદ અને TRP આધારિત આગળના શૂટિંગ અંગે લેવાશે નિર્ણય, રાજેશ તૈલંગ પણ જોડાયા

મુંબઈ : ભારતીય ટેલિવિઝન જગતના અત્યંત લોકપ્રિય અને લાંબા સમયથી ચાલતા ક્રાઇમ શો 'ક્રાઇમ પેટ્રોલ' (Crime Patrol) માં એક ધમાકેદાર ફેરફાર થવા જઈ રહ્યો છે. વર્ષો સુધી દર્શકોના દિલ પર રાજ કરનાર અને શોનો અસલી ચહેરો બનેલા અભિનેતા અનુપ સોનીના સ્થાને હવે બોલીવુડના સુપરસ્ટાર અજય દેવગણ આ શ્રેણીને હોસ્ટ કરતા જોવા મળશે. મનોરંજન જગતના સૂત્રોના જણાવ્યા અનુસાર, અજય દેવગણે આ ચર્ચિત ક્રાઇમ સિરીઝ માટે ૧૫ ખાસ એપિસોડનું શૂટિંગ પણ પૂર્ણ કરી લીધું છે.
વિશ્વસનીય વર્તુળોના જણાવ્યા મુજબ, અજય દેવગણ આગળના એપિસોડ્સમાં હોસ્ટ તરીકે ચાલુ રહેશે કે નહીં તેનો આખરી નિર્ણય શોને મળનારા દર્શકોના પ્રતિસાદ અને TRP રેટિંગ્સ પર આધારિત રહેશે. આ ઉપરાંત, આગામી સીઝનમાં કેટલાક વધારાના એપિસોડ્સ હોસ્ટ કરવા માટે જાણીતા અભિનેતા રાજેશ તૈલંગની પણ પસંદગી કરવામાં આવી છે. અજયના એપિસોડ્સને કેવો રિસ્પોન્સ મળે છે તેના આધારે રાજેશ તૈલંગના શૂટિંગ શિડ્યુલ અને એપિસોડની સંખ્યા નક્કી કરવામાં આવશે.
અગાઉ રવિવારે અજય દેવગણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક રહસ્યમય વિડીયો શેર કરીને ચાહકોમાં ઉત્સુકતા વધારી દીધી હતી. વિડીયોમાં અજયે કહ્યું હતું કે, "કેટેલાક કિસ્સાઓ એવા હોય છે જે આપણને અંદરથી હચમચાવી દે છે. આજે આપણી સામે એક એવું સત્ય છે જેણે મને આશ્ચર્યચકિત કરી દીધો છે, જેને હું ટૂંક સમયમાં તમારી સમક્ષ લઈને આવી રહ્યો છું." જોકે ત્યારે તેમણે સ્પષ્ટ નહોતું કર્યું કે આ જાહેરાત 'ક્રાઇમ પેટ્રોલ' અંગેની છે.
'ગંગાજલ', 'સિંઘમ' અને 'દ્રશ્યમ' જેવી સુપરહિટ ફિલ્મોમાં કાયદા અને પોલીસ અધિકારીના દમદાર પાત્રો ભજવનાર અજય દેવગણનું 'ક્રાઇમ પેટ્રોલ' સાથે જોડાણ આ શો માટે એક નવો અને રોમાંચક અધ્યાય સાબિત થશે. ઘણા સમયથી અનુપ સોનીની ગંભીર અને વિશિષ્ટ હોસ્ટિંગ શૈલીના ચાહક રહેલા દર્શકો માટે અજય દેવગણનો આ નવો અંદાજ અને સ્ટાર પ્રેઝન્સ નાના પડદા પર ભારે આકર્ષણ જમાવશે તે નક્કી છે.
(5:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
