News of Wednesday, 12th August 2026
વીર પહાડીયા, અપારશક્તિ ખુરાનાની ‘પ્રેમ કીટાણુ' આવશે બીજી ઓક્ટોબરે
આ એવા છોકરાઓની વાત છે જેને કોલેજમાં ન તો માર્કસ મળ્યા, ન કોઇ પ્રેમ, મળ્યા તો માત્ર મિત્રો

મુંબઇ તા. ૧૨: નિર્માતા ગૌરવ વર્માના નવા બેનર અવાનિકા ફિલ્મ્સે ફર્સ ફિલ્મ્સ સાથે મળીને પોતાની પહેલી ફિલ્મ ‘પ્રમ કીટાણુ'ની જાહેરાત કરી છે. આ ફિલ્મ ૨ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે. ફિલ્મમાં વીર પહાડિયા, આફિયા સૈયદ, અપારશક્તિ ખુરાના, રાકેશ બેદી અને નિખિલ વિજય જોવા મળશે. ફિલ્મનું નિર્દેશન ‘સિર્ફ એક બંદા કાફી હૈ' અને ‘એસ્પિરન્ટ્સ' ફેમ દિગ્દર્શક અપુર્વ સિંહ કાર્કીએ કર્યું છે.
‘પ્રમ કીટાણુ' એવા છોકરાઓની વાર્તા છે, જેમને કોલેજમાં ન માર્ક્સ મળ્યા, ન કોઈ આશા, ન પ્રેમ. મળ્યા તો માત્ર મિત્રો અને ઘણા બધા હાર્ટબ્રેક્સ. આ ફિલ્મ આજના યુવાનો અને તેમના જીવન, મહત્વાકાંક્ષાઓ તેમજ પ્રેમ સાથે જોડાયેલા સંઘર્ષોને મજેદાર અને સરળ અંદાજમાં રજૂ કરે છે. આ ફિલ્મ અવાનિકા ફિલ્મ્સની પહેલી રજૂઆત છે. ગૌરવ વર્માએ આ બેનરની સ્થાપના કરી છે. રેડ ચિલીઝ માટે સ્વતંત્ર નિર્માતા તરીકે તેમની અગાઉની ફિલ્મો ‘ર્ડાલિંગ્સ', ‘ભક્ષક', ‘જવાન' અને ‘બદલા'ને સમીક્ષકો તેમજ દર્શકો તરફથી ભરપુર પ્રમ મળ્યો હતો અને આ ફિલ્મોએ બોક્સ ઓફિસ પર પણ સફળતા મેળવી હતી. અવાનિકા ફિલ્મ્સની પહેલી ફિલ્મ તરીકે ‘પ્રમ કીટાણુ' એવા સ્ટુડિયોની રચનાત્મક દિશા નક્કી કરે છે, જે નવી અને વિવિધ પ્રકારની વાર્તાઓની સાથે એવી થિયેટ્રિકલ ફિલ્મો બનાવવા માંગે છે, જેમાં તાજગી અને મનોરંજનનું સુંદર સંતુલન જોવા મળે. આ ફિલ્મ આજના યુવાનો સાથે જોડાવાની સાથે જૂની પેઢીને પણ તેમના કોલેજના દિવસો અને જૂના અનુભવોની યાદ અપાવવાનો પ્રયાસ કરશે. આ ફિલ્મ તેમની જિંદગીના અનુભવોને નવી પેઢીની આશાઓ અને સપનાઓ સાથે જોડતી જોવા મળશે. ૨ ઓક્ટોબરે ફિલ્મ રિલીઝ થશે.
(2:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
