News of Friday, 21st August 2026
સમન્થા રુથ પ્રભુ પતિ રાજ નિદિમોરુ સાથે વિયેતનામમાં માણી રહી છે બેબીમૂન
સમન્થાએ પોતાની રજાઓની કેટલીક સુંદર તસવીરો સોશ્યલ મીડિયા પર શેર કરી

વિયેતનામ,તા.૨૧: મમ્મી બનવાની તૈયારી કરી રહેલી સમન્થા રુથ પ્રભુ પતિ રાજ નિદિમોરુ સાથે વિયેતનામમાં શાંતિભર્યો સમય પસાર કરી રહી છે. સમન્થાએ પોતાની રજાઓની કેટલીક સુંદર તસવીરો સોશ્યલ મીડિયા પર શેર કરી છે, જેમાં તેમના બેબીમૂનની ઝલક જોવા મળી રહી છે. આ તસવીરોમાં સમન્થા પોતાના જીવનના આ નવા તબક્કાને સ્વીકારતી અને રાજ સાથે ક્વોલિટી ટાઇમ પસાર કરતી જોવા મળે છે. વિયેતનામની આ ટ્રિપમાં ફૂડ પણ મહત્ત્વનો હિસ્સો રહ્યું હતું અને તસવીરોમાં તેઓ અનેક નવી-નવી વાનગીઓની મજા માણતાં જોવાં મળે છે.
(10:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
