<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st August 2026

ઇમરાન હાશ્‍મીની આવારાપન ૨નું શાનદાર રહ્યું પહેલું અઠવાડિયું

આવારાપન ૨એ સિનેમાઘરોમાં ધૂમ મચાવીઃ ફિલ્‍મે ‘ધમાલ ૪'થી લઈને બીજા અનેક મૂવીનાં રેકોર્ડ તોડી દીધાં : ફિલ્‍મની પહેલાં અઠવાડિયાની કમાણી હવે ૧૧૩.૫૦ કરોડ રૂપિયા થઈ ગઈ

ઇમરાન હાશ્‍મીની રોમેન્‍ટિક એક્‍શન ડ્રામા ફિલ્‍મ આવારાપન ૨ બોક્‍સ ઓફિસ પર દમદાર કમાણી કરી રહી છે. લોકોનાં પોઝિટિવ રિસ્‍પોન્‍સ ફિલ્‍મને જોરદાર મળી રહ્યો છે. પહેલાં ત્રણ દિવસમાં જ ફિલ્‍મે જોરદાર કમાણી કરી હતી. આમ, આ ફિલ્‍મને થિયેટરમાં રિલીઝ થયાને એક અઠવાડિયું પૂરું થઈ ગયું છે. તો જાણો આ ફિલ્‍મે રિલીઝનાં ૭માં દિવસે એટલે કે ગુરુવારનાં રોજ કેટલું કલેક્‍શન કર્યું.

આવારાપન ૨નો બોક્‍સ ઓફિસ પર દબદબો છે. આ ફિલ્‍મ પહેલાં જ વીકમાં ૧૦૦ કરોડનાં ક્‍લબમાં શામેલ થઈ ગઈ છે. આ ઇમરાન હાશ્‍મીની સૌથી મોટી ફિલ્‍મ બની ગઈ છે. જો કે ફિલ્‍મ હજુ વધારે કલેક્‍શન કરીને અનેક રેકોર્ડ તોડી શકે છે. ફિલ્‍મનાં કલેક્‍શનની વાત કરવામાં આવે તો પહેલાં દિવસે ૨૨ કરોડ રૂપિયાથી ખાતું ખોલ્‍યું હતું. આ ફિલ્‍મે બીજા દિવસે ૩૩.૭૫ કરોડ, ત્રીજા દિવસે ૨૬ કરોડ, ચોથા દિવસે ૯.૨૫ કરોડ, પાંચમા દિવસે ૯.૭૫ કરોડ અને છઠ્ઠા દિવસે ૬.૭૫ કરોડની કમાણી કરી છે. સૈકનિલ્‍કનાં અર્લી ટ્રેડ રિપોર્ટ અનુસાર આવારાપન ૨એ રિલીઝનાં ૭માં દિવસે એટલે કે ગુરુવારનાં રોજ ૬ કરોડની કમાણી કરી છે. આમ, ફિલ્‍મની પહેલાં અઠવાડિયાની કમાણી હવે ૧૧૩.૫૦ કરોડ રૂપિયા થઈ ગઈ છે.

કોઈમોઈ અનુસાર આવારાપન ૨ ૪૫ કરોડનાં ખર્ચે બની છે. જ્‍યારે રિલીઝનાં એક અઠવાડિયામાં ૧૧૩.૫૦ કરોડની કમાણી કરી લીધી છે. આનો અર્થ એ થાય છે કે ૬૮.૫ કરોડનું વળતર મળ્‍યું છે, જે ટકાવારી પ્રમાણે વાત કરવામાં આવે તો ૧૫૨.૨૨% છે. આમ, ફિલ્‍મે ૧૫૦% થી વધુ નફો કરી લીધો છે. આ સાથે જ ફિલ્‍મ સુપર-ડુપર હિટ થઈ ગઈ છે.

આવારાપન ૨ એ ૨૦૨૬ માં રિલીઝ થયેલી ધમાલ ૪, ભૂત બંગલા અને વેલકમ ટુ ધ જંગલ જેવી મોટી ફિલ્‍મોની પહેલા અઠવાડિયાની કમાણી કરતાં વધુ કમાણી કરી છે. આ ફિલ્‍મ ફક્‍ત ધુરંધર ૨ અને બોર્ડર થી પાછળ છે. જોકે આવારાપન ૨ આ બે ફિલ્‍મોના રેકોર્ડ તોડે તેવી શક્‍યતા ઓછી છે.

(3:07 PM IST)