News of Monday, 24th August 2026
સૈફ અલી ખાનને ડરાવવા આવી રહ્યો છે અક્ષય કુમાર! થ્રિલર મુવી 'હૈવાન'ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ
સુપરહિટ ડિરેક્ટર પ્રિયદર્શની ધમાકેદાર વાપસી; 'કાલે વાર્તા મારી હશે, પણ ડર તમારો હશે' બોલ્ડ કેપ્શન સાથે અક્ષયે સોશિયલ મીડિયા પર શેર કર્યા નવા પોસ્ટર્સ

મુંબઈ : સપ્ટેમ્બર મહિનામાં બોલિવૂડમાં મોટા પડદા પર અનેક મનોરંજક ફિલ્મો રિલીઝ થવા જઈ રહી છે, જેમાં સૌથી વધુ રાહ જોવાઈ રહી છે અક્ષય કુમાર અને સૈફ અલી ખાન સ્ટારર મચ-અવેટેડ સાયકો-થ્રિલર ફિલ્મ 'હૈવાન'ની. તાજેતરમાં રિલીઝ થયેલા ફિલ્મના ટીઝરને દર્શકો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યા બાદ હવે મેકર્સ આ રોમાંચક ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.
અભિનેતા અક્ષય કુમારે પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ અને X (ટ્વિટર) હેન્ડલ પરથી ચાહકોને સરપ્રાઇઝ આપતા ટ્રેલરની રિલીઝ ડેટની સત્તાવાર જાહેરાત કરી છે. અક્ષયે સૈફ અલી ખાન સાથેના બે નવા ડાર્ક અને રહસ્યમય પોસ્ટર્સ શેર કરતા લખ્યું છે કે, "કાલે, વાર્તા મારી હશે... પણ ડર તમારો હશે! #Haiwaan ટ્રેલર કાલે (૨૫ ઓગસ્ટ, મંગળવારે) આઉટ થશે." આ જાહેરાત બાદ અક્ષય અને સૈફના ફેન્સમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
પ્રિયદર્શનનું ડિરેક્શન અને 'હૈવાન'ની રિલીઝ ડેટ
ગયા વર્ષે ક્રિકેટ મેચ દરમિયાન સાથે જોવા મળેલા અક્ષય અને સૈફની જોડીને લઈને અટકળો શરૂ થઈ હતી, જેના પર દિગ્દર્શક પ્રિયદર્શને ફિલ્મ 'હૈવાન'ની જાહેરાત કરીને મહોર લગાવી હતી. લાંબા સમય પછી આ આઇકોનિક જોડી કોઈ મોટી સાયકોલોજિકલ થ્રિલર ફિલ્મમાં સામસામે જોવા મળશે.
સિનેમાપ્રેમીઓ માટે સારા સમાચાર એ છે કે ફિલ્મની રિલીઝમાં વધુ રાહ જોવી નહીં પડે. અક્ષય કુમાર અને સૈફ અલી ખાનની આ સસ્પેન્સ-થ્રિલર ફિલ્મ ૧૧ સપ્ટેમ્બર ૨૦૨૬ ના રોજ વિશ્વભરના થિયેટરોમાં ધમાકેદાર રીતે રિલીઝ થશે.
(7:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
