તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 24th August 2026
ભોજપુરી બાદ હવે પંજાબીમાં છવાયું 'રામાયણ': ફેન-મેડ ટ્રેલર વાયરલ થતાં નેટીઝન્સે કહ્યું- "આગામી ગુજરાતી આયેગા!"
રણબીર કપૂર, સાઈ પલ્લવી અને યશ સ્ટારર નિતેશ તિવારીની મહાકાવ્ય ફિલ્મ 'રામાયણ'ને લઈને ચાહકોમાં જબરદસ્ત ક્રેઝ; મલ્ટીપલ ભાષાઓમાં ડબિંગને મળી રહ્યો છે દેશભરમાંથી બહોળો પ્રતિસાદ

મુંબઈ : નિતેશ તિવારીના નિર્દેશનમાં બની રહેલી ફિલ્મ 'રામાયણ' બોલિવૂડની સૌથી મોટી અને મોસ્ટ અવેટેડ ફિલ્મોમાંથી એક છે. આ ફિલ્મ હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ અને અંગ્રેજી ઉપરાંત જાપાનીઝ, મેન્ડરિન અને સ્પેનિશ જેવી વિદેશી ભાષાઓમાં પણ રિલીઝ થવાની તૈયારીમાં છે. પરંતુ ફિલ્મ રિલીઝ થાય તે પહેલાં જ સોશિયલ મીડિયા પર ચાહકોનો ઉત્સાહ ચરમસીમાએ પહોંચ્યો છે. થોડા દિવસો પહેલાં ફિલ્મનું ભોજપુરી ફેન-મેડ (Fan-made) ટ્રેલર વાયરલ થયા બાદ હવે ઇન્ટરનેટ પર આ ફિલ્મનું પંજાબી ડબ કરેલું ફેન-મેડ ટ્રેલર ધૂમ મચાવી રહ્યું છે.
ટ્રેલરના વિઝ્યુઅલ્સ ઓરિજિનલ ટ્રેલર જેવા જ છે, પરંતુ પંજાબી ભાષાના ખમીરવંતા સંવાદોએ નેટીઝન્સનું ધ્યાન ખેંચ્યું છે. આ પંજાબી ટ્રેલર વાયરલ થતાં જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (ટ્વિટર) પર યુઝર્સે અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપવાનું શરૂ કર્યું છે.
"આગામી ગુજરાતી આયેગા" – નેટીઝન્સની રસપ્રદ કમેન્ટ્સ
પંજાબી ટ્રેલર પર કમેન્ટ કરતાં એક યુઝરે રમુજી અંદાજમાં લખ્યું કે, "અબ અગલા ગુજરાતી આયેગા!" જ્યારે અન્ય એક યુઝરે ભારતીય સિનેમાના આ ગૌરવને બિરદાવતા લખ્યું કે, "રામાયણ ખરેખર આખા દેશને એક તાંતણે બાંધે છે. મેં અગાઉ ક્યારેય કોઈ ફિલ્મ માટે આવો અદ્ભુત ક્રેઝ નથી જોયો." અન્ય એક નેટીઝને રમૂજમાં લખ્યું, "ચાલો ફરીથી આ સિલસિલો શરૂ થઈ ગયો, પણ આ વખતે પંજાબી અવતારમાં!"
દિવાળી પર રિલીઝ થશે ભાગ-૧
નમિત મલ્હોત્રા દ્વારા નિર્મિત આ ફિલ્મ બે ભાગમાં રિલીઝ થવાની છે. ફિલ્મનો ભાગ-૧ આ વર્ષે દિવાળીના શુભ તહેવાર પર થિયેટરોમાં દસ્તક આપશે, જ્યારે ભાગ-૨ આગામી વર્ષે રિલીઝ થશે. ટ્રેલરમાં રાવણ તરીકે સાઉથ સુપરસ્ટાર 'યશ'ના લુકની ભારે પ્રશંસા થઈ રહી છે, જ્યારે ભગવાન રામ તરીકે રણબીર કપૂર અને માતા સીતા તરીકે સાઈ પલ્લવીની જોડીને જોવા માટે ચાહકો આતુર છે. વાયરલ થઈ રહેલા ફેન-મેડ ટ્રેલર્સ દર્શાવે છે કે આખી આબાલવૃદ્ધ જનતા ફિલ્મને પોતપોતાની માતૃભાષામાં જોવા માટે કેટલી ઉત્સુક છે.
(7:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
