હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
OTT પર સાઉથના સુપરસ્ટાર પૃથ્વીરાજ સુકુમારનનો ધમાકો: બેંક હેઇસ્ટ થ્રિલર ફિલ્મે 'મની હેઇસ્ટ'ને આપી જોરદાર ટક્કર, જિયો હોટસ્ટાર પર ધૂમ મચાવી
૨ કલાક અને ૪૬ મિનિટનું માઇન્ડ-બ્લોઇંગ સસ્પેન્સ: બેંક કર્મચારીની નજર સામે લૂંટ અને સસ્પેન્સનો એવો વણાટ જે તમારું મન ચકરાવે ચડાવી દેશે.

નવી દિલ્હી, તા.૨૫: આજના સમયમાં OTT પ્લેટફોર્મ્સ પર ક્રાઇમ અને સસ્પેન્સ થ્રિલર ફિલ્મોની ભારે માંગ રહે છે. તેમાં પણ જો વાર્તા બેંક લૂંટ (Bank Heist) ના વિષય પર આધારિત હોય, તો દર્શકોનો ઉત્સાહ બમણો થઈ જાય છે. તાજેતરમાં થિયેટરોમાં સુપરહિટ રહ્યા બાદ OTT પ્લેટફોર્મ 'જિયો હોટસ્ટાર' (Jio Hotstar) પર સ્ટ્રીમ થયેલી સાઉથના લોકપ્રિય અભિનેતા પૃથ્વીરાજ સુકુમારનની એક નવી સસ્પેન્સ થ્રિલર ફિલ્મે ભારે ધૂમ મચાવી દીધી છે. આ ફિલ્મ પોતાની રોમાંચક વાર્તા અને ગૂંચવણભર્યા ટ્વિસ્ટ્સને કારણે નેટફ્લિક્સની ચર્ચિત સિરીઝ 'મની હેઇસ્ટ' (Money Heist) ને પણ જોરદાર ટક્કર આપી રહી છે.
આશરે ૨ કલાક અને ૪૬ મિનિટની આ આકર્ષક ફિલ્મની વાર્તા એક બેંક કર્મચારીની આસપાસ ફરે છે, જે પોતાની જ બેંકમાં લૂંટારાઓને ધાડ પાડતા અને લૂંટ ચલાવતા પોતાની નજરે જુએ છે. સામાન્ય રીતે બેંક હેઇસ્ટ આધારિત ફિલ્મોમાં માત્ર ચોરી અને એક્શન જ જોવા મળે છે, પરંતુ આ વાર્તામાં સસ્પેન્સનો એવો અદ્ભુત પુટ ઉમેરવામાં આવ્યો છે કે દરેક સીન પછી પ્રેક્ષકો આગળ શું થશે તે વિચારીને ચકરાવે ચડી જાય છે. પૃથ્વીરાજ સુકુમારનના પાવરફુલ અભિનય અને અદભુત સ્ક્રીનપ્લેએ આ ફિલ્મને વધુ રોમાંચક બનાવી દીધી છે.
સિનિમાઘરોમાં સફળતા મેળવ્યા બાદ ડિજિટલ સ્પેસમાં પ્રવેશતાં જ આ ફિલ્મે OTT ના દર્શકોના દિલ જીતી લીધા છે. સોશિયલ મીડિયા પર ફેન્સ આ ફિલ્મના ક્લાઇમેક્સ અને પ્લોટ-ટ્વિસ્ટના ખૂબ જ વખાણ કરી રહ્યા છે. જો તમે પણ બેંક લૂંટ અને સસ્પેન્સથી ભરપૂર કન્ટેન્ટ જોવાના શોખીન હોવ તો 'જિયો હોટસ્ટાર' પર ઉપલબ્ધ આ ફિલ્મ તમારું ભરપૂર મનોરંજન કરશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
