<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th August 2026

બોબી દેઓલની ફેમસ સીરિઝ ‘આશ્રમ ૪'નું શૂટિંગ શરૂ

આ સિઝનમાં તમને અક્ષય ઓબેરોય પણ જોવા મળશે

મુંબઈ,તા.૨૭: એક્‍ટર અક્ષય ઓબેરોયે પ્રકાશ ઝાની વેબ સીરિઝ 'આશ્રમ ૪'માં એન્‍ટ્રી કરી લીધી છે. આટલું જ નહીં નવી સિઝનનું શૂટિગ પણ શરૂ કરી દીધું છે. જો કે 'આશ્રમ ૪'માં અક્ષય કયો રોલ નિભાવશે તે વિશેની વાત સામે આવી નથી. આ વાતને મેકર્સે સિક્રેટ રાખી છે. અક્ષયની એન્‍ટ્રી થતા જ ફેન્‍સ ખુશ થઈ ગયા છે. 'આશ્રમ' સીરિઝની શરૂઆત વર્ષ ૨૦૨૦માં થઈ હતી. રિલીઝ પછી આ ભારતીય OTT ની સૌથી ચર્ચિત વેબ સીરિઝમાં શામેલ થઈ. બોબી દેઓલે આ સિરીઝમાં બાબા નિરાલાની ભૂમિકા નિભાવી હતી. આ સીરિઝની કહાની લોકોને ખૂબ પસંદ પડી હતી. આટલું જ નહીં સોશિયલ મીડિયા પર લોકો ખૂબ વખાણ કરતા હતા. જો કે આ સીરિઝ બહુ ઓછાં સમયમાં લોકોની વચ્‍ચે લોકપ્રિય થઈ છે.

લાસ્‍ટ સિઝનની સફળતા પછી હવે 'આશ્રમ' ચોથી સિઝન સાથે વાપસી કરવા માટે તૈયાર છે. લેટેસ્‍ટમાં એક મુહૂર્ત સમારોહ પછી નવી સિઝનનું શૂટિગ શરૂ કરવામાં આવ્‍યું. આ સીરિઝમાં નિર્દેશક પ્રકાશ ઝાએ ખૂબ મહેનત કરી છે. આ વચ્‍ચે અક્ષય ઓબેરોયે 'આશ્રમ ૪'નાં કાસ્‍ટમાં એન્‍ટ્રી કરી લીધી છે. એક્‍ટર આ સીઝનમાં બહુ મહત્‍વપૂર્ણ રોલમાં જોવા મળશે. જો કે આ વિશે મેકર્સ તરફથી એક્‍ટરનાં રોલને લઈને જાણકારી આપી નથી. આ વિશેની માહિતી સિક્રેટ રાખવામાં આવી છે.

ઉલ્‍લેખનીય છે કે, અક્ષયે ફિલ્‍મો અને ઓટીટીમાં સતત અલગ-અલગ પ્રકારનાં રોલ કર્યાં છે. ટોક્‍સિક અને લવ લોટરી જેવા પ્રોજેક્‍ટ્‍સમાં તેમની એક્‍ટિંગ જોરદાર છે. અક્ષયે સોશિયલ મીડિયા દ્વારા આ સીરિઝનો હિસ્‍સો બનવાની જાણકારી આપી છે. આ ચર્ચિત સીરિઝ સાથે જોડાવાથી તેમને ખુશી વ્‍યક્‍ત કરી છે.

'આશ્રમ ૪'નો હિસ્‍સો બનવા પર અક્ષય ઓબેરોયે ખુશી વ્‍યક્‍ત કરતા કહ્યું કે- 'આશ્રમ' જેવી સીરિઝનો હિસ્‍સો બનવું મારા માટે એક સારી વાત છે. કારણકે આ શોએ છેલ્‍લાં ઘણાં સમયથી પોતાની એક અલગ અને મજબૂત દુનિયા બનાવી છે. પ્રકાશ ઝા સરની કહાની કંઈક અલગ જ હોય છે. જો કે અત્‍યારે હું મારા રોલ વિશે જણાવી નથી શકતો કારણકે તે ગુપ્ત રાખવામાં આવ્‍યો છે.

(10:04 AM IST)