તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૪ શનિવાર
News of Thursday, 27th August 2026
નેપાળમાં ભયાનક પૂરનું તાંડવ: આકાશી આફત જોઈ બોલિવૂડ સ્તબ્ધ, સંજય દત્ત, સોનુ સૂદ અને કંગના રનૌતે વ્યક્ત કરી ઊંડી સંવેદના!
૧૭૭થી વધુ લોકોના મોત અને ૩૦૦થી વધુ ભારતીયો ગુમ થતાં બી-ટાઉન સેલેબ્સ દ્રવી ઊઠ્યા; સોનુ સૂદનું રાહત સામગ્રી મોકલવા આશ્વાસન તો ભૂમિ પેડનેકરે પ્રકૃતિના દોહન સામે ઉઠાવ્યા સવાલ.

મુંબઈ, તા.27: પડોશી દેશ નેપાળમાં આવેલા વિનાશક પૂર અને કાદવના ભૂસ્ખલને મચાવેલી ભયાનક તબાહી જોઈને સમગ્ર દેશ સહિત બોલિવૂડ પણ ઊંડા શોકમાં ગરકાવ થઈ ગયું છે. ૧૭૭થી વધુ લોકોના કરૂણ મોત અને ૩૦૦થી વધુ ભારતીયો ગુમ હોવાના અહેવાલો વચ્ચે સંજય દત્ત, સોનુ સૂદ, ભૂમિ પેડનેકર અને કંગના રનૌત સહિતની જાણીતી હસ્તીઓએ સોશિયલ મીડિયા પર પોતાની સંવેદના વ્યક્ત કરી પીડિતો માટે પ્રાર્થના કરી છે.
અભિનેતા સંજય દત્તે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર લખ્યું કે, "મારા વિચારો અને પ્રાર્થનાઓ નેપાળના પૂર પીડિતો સાથે છે. હું આ કઠિન સમયમાં તમારી સાથે ઊભો છું અને શક્ય તમામ મદદ કરવા તૈયાર છું." હંમેશા લોકોની મદદે દોડતા અભિનેતા સોનુ સૂદે આશ્વાસન આપતાં કહ્યું કે, "નેપાળ, તમે એકલા નથી! અમે ખોરાક, આશ્રય અને તમને ફરીથી બેઠા કરવા માટે પૂરી શક્તિ સાથે મદદ મોકલી રહ્યા છીએ."
બીજી તરફ, પૂરના પાણીમાં જીવ બચાવવા માટે મથતા હાથીઓ અને તબાહીના વિડિયો પર પ્રતિક્રિયા આપતાં ભૂમિ પેડનેકરે પર્યાવરણના આડેધડ વિનાશ સામે ચિંતા વ્યક્ત કરી હતી. તેણે લખ્યું કે, "વિકાસ અને પ્રકૃતિ વચ્ચે સંતુલન જાળવવું જરૂરી છે, આપણે આપણા ગ્રહનો ખૂબ દુરુપયોગ કર્યો છે અને આ કુદરતી આપત્તિઓ તેનું જ પરિણામ છે."
કૈલાશ માનસરોવર યાત્રાથી પરત ફરી રહેલા ઈશા ફાઉન્ડેશનના ૮૦ જેટલા શ્રદ્ધાળુઓ તિબેટ-નેપાળ સરહદે ફસાયા હોવાની માહિતી સદ્ગુરુએ આપતાં જ અભિનેત્રી અને સાંસદ કંગના રનૌતે પણ આ દુર્ઘટના પર ગહન દુઃખ વ્યક્ત કર્યું હતું. નેપાળમાં ચાલી રહેલા બચાવ કાર્ય વચ્ચે બોલિવૂડ સેલેબ્સની આ અપીલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.
(4:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
