તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 28th August 2026
કૃતિ સેનનના બિકીની બોલ્ડ લુક પર પ્રહારો કર્યા બાદ કંગના રનૌતે ટ્રેડિશનલ અંદાજમાં ઉજવ્યું રક્ષાબંધન: બ્લુ બાંધણી સાડીમાં શેર કરી સ્નેહસભર તસવીરો
GIVA જાહેરાત વિવાદ વચ્ચે ભાઈ અક્ષત રનૌતના કાંડે રાખડી બાંધીને કંગનાએ ભારતીય સંસ્કૃતિનો આપ્યો સંદેશ; ક્રિતીની ટ્રોલિંગ બાદ સોશિયલ મીડિયા પર બોલિવૂડ ક્વીનની ટ્રેડિશનલ સ્ટાઇલ વાયરલ.

મુંબઈ તા.28: અભિનેત્રી અને સાંસદ કંગના રનૌતે પોતાના ભાઈ અક્ષત રનૌત સાથે રક્ષાબંધનના પવિત્ર પર્વની ભારે ધામધૂમથી ઉજવણી કરી છે. કંગનાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર પોતાના કૌટુંબિક ઉત્સવની અત્યંત સુંદર અને પરંપરાગત તસવીરો શેર કરી છે. પોતાના ભાઈના દીર્ઘાયુ, સ્વાસ્થ્ય અને સમૃદ્ધિની પ્રાર્થના કરતી કંગના આ તસવીરોમાં પરંપરાગત વાદળી રંગની બાંધણી સાડીમાં જોવા મળી રહી છે, જેણે નેટિઝન્સનું ધ્યાન ખેંચ્યું છે.
કંગનાએ શેર કરેલી તસવીરોમાં તે ભાઈ અક્ષતની આરતી ઉતારતી અને તેના કાંડે રક્ષાસૂત્ર બાંધતી નજરે પડે છે. આ ખાસ પ્રસંગે કંગનાએ વ્હાઇટ જિયોમેટ્રિક પેટર્ન ધરાવતી રોયલ બ્લુ બાંધણી સાડી, મોતીનો હાર, નાજુક ઇયરરિંગ્સ અને લાલ રંગની નાની બિંદી સાથે દેશી લુક અપનાવ્યો હતો. પોતાના ભાઈ-ભાભી સાથે સમય વિતાવતા કંગનાએ લખ્યું કે, ભાઈ-બહેનનો પ્રેમ અને એકબીજાની સુરક્ષાનું વચન જ આ તહેવારની ખરી ઓળખ છે.
નોંધનીય છે કે, કંગનાની આ ટ્રેડિશનલ પોસ્ટ બોલિવૂડ અભિનેત્રી કૃતિ સેનન અને ‘GIVA’ જ્વેલરી બ્રાન્ડની વિવાદાસ્પદ જાહેરાત પર કરેલી આકરી ટીકા બાદ સામે આવી છે. GIVAની રક્ષાબંધન સ્પેશિયલ એડમાં કૃતિ સેનન બિકીની/બ્રેલેટ-સ્ટાઇલ ટોપ અને સ્કર્ટ પહેરીને પોતાના ઓનસ્ક્રીન ભાઈ અને પેટ ડોગ સાથે રાખડી ઉજવતી જોવા મળી હતી. આ જાહેરાત પર સખત વાંધો ઉઠાવતા કંગનાએ લખ્યું હતું કે, "તમે પોતાના ભાઈને બિકીની કે અંડરગાર્મેન્ટ્સ પહેરીને રાખડી કેમ બાંધશો? આ આપણી સંસ્કૃતિનું અપમાન છે."
કંગના સહિત સોશિયલ મીડિયા યુઝર્સના ભારે આક્રોશ અને વિરોધ બાદ GIVA બ્રાન્ડે આ જાહેરાત પાછી ખેંચી લીધી હતી અને ભારતીય પરંપરાઓનું સન્માન કરવાની ખાતરી સાથે ક્ષમાયાચના માંગી હતી. જોકે, કૃતિ સેનનને કપડાંના આધારે જજ કરવા સામે વિરોધ નોંધાવ્યો હતો, પરંતુ કંગનાએ સ્પષ્ટ કર્યું હતું કે તેનો વાંધો માત્ર કપડાં સામે નહીં પરંતુ ભારતીય તહેવારોને રજૂ કરવાની ખોટી માનસિકતા સામે હતો.
(4:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
