તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 1st September 2026
દાયરા'નું ધમાકેદાર ટ્રેલર રિલીઝઃ સત્ય ઘટનાથી પ્રેરિત છે ફિલ્મ
કરીના કપૂર અને પૃથ્વીરાજ સુકુમારન આમને-સામને : ફિલ્મ ૧૮ સપ્ટેમ્બરનાં રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે

મુંબઈ,તા.૧૦: બોલિવૂડ એક્ટ્રેસ કરીના કપૂર ખાન અને પૃથ્વીરાજ સુકુમારન સ્ટારર 'દાયરા' ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ એક સત્ય ઘટનાઓ પર આધારિત ફિલ્મ છે. ૨ મિનિટ ૧૯ સેકન્ડનાં આ ટ્રેલરમાં એવી કહાની બતાવવામાં આવી છે જેના કારણે આખો દેશ હચમચી જાય છે. ફિલ્મમાં કરીના કપૂર ખાન અને પૃથ્વીરાજ સુકુમારન બે સિનિયર પોલીસ અધિકારીની ભૂમિકામાં છે, જે એક જ કેસને બે અલગ-અલગ નજરથી જુએ છે. ટ્રેલરની સાથે-સાથે સસ્પેન્સ પણ આગળ વધે છે અને નવા ખુલાસા સામે આવે છે. આ સાથે કેસ જોવાનો નજારિયો પણ બદલાઈ જાય છે. આ સાથે ન્યાય પર અનેક સવાલો ઊભા થાય છે. ફિલ્મ તેની કહાની દ્વારા અનેક સવાલો પેદા કરે છે.
ટ્રેલરમાં જિતેન્દ્ર જોશી, ક્ષિતિ જોગ, કંવલજીત સિહ, સંદીપ કુલકર્ણી અને તૃપ્તિ ખામકર જેવા અનેક કલાકાર પણ જોવા મળી રહ્યાં છે. કરીના અને પૃથ્વીરાજની સાથે આ બધા કલાકાર મળીને કહાનીમાં ઇમોશન લાવે છે.
મેઘના ગુલઝારનાં નિર્દેશનમાં બનેલી ફિલ્મ 'દાયરા'નું લેખન યશ કેસવાની, સીમા અગ્રવાલ અને મેઘના ગુલઝારે કર્યું છે. જ્યારે જંગલી પિક્ચર્સ અને પેન સ્ટૂડિયોઝ મળીને આ ફિલ્મને પ્રોડ્યુસ કરશે.
સત્ય ઘટનાઓ પ્રેરિત 'દાયરા' જંગલી પિક્ચર્સ અને પેન સ્ટૂડિયોની વચ્ચે પહેલું કોલોબ્રેશન છે. આ સાથે જ તલવાર અને રાઝી પછી મેઘના ગુલઝારની જંગલી પિક્ચર્સની સાથે આ ત્રીજું કોલોબ્રેશન છે. આ ફિલ્મમાં કરીના કપૂર ખાન અને પૃથ્વીરાજ સુકુમારન પહેલીવાર એકસાથે જોવા મળશે.
જંગલી પિક્ચર્સ અને ડો. જ્યંતીલાલ ગડા (પેન સ્ટૂડિયોઝ) દ્વારા પ્રોડ્યુસ અને પેન મરુધર દ્વારા ડિસ્ટ્રીબ્યૂટેડ આ ફિલ્મ ૧૮ સપ્ટેમ્બરનાં રોજ રિલીઝ થશે. આ ફિલ્મ હિન્દી અને મલયાલમમાં સિનેમાઘરોમાં રિલીઝ થશે. આમ, વાત કરવામાં આવે તો કરીના કપૂર ઇન્ડસ્ટ્રીની એક ફેમસ હીરોઈન છે. એક્ટ્રેસે તેનાં કરિયરમાં અનેક હિટ ફિલ્મો આપી છે. આમ, વાત કરવામાં આવે તો કરીના કપૂર સોશિયલ મીડિયામાં પણ સુપર એક્ટિવ છે
(10:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
