હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ભાઈબંધી કે અર્ધાંગિની ? બે પ્રેમ વચ્ચે પીસાતા પુરુષની ક્રેઝી કોમેડી રાઈડ: નવી ગુજરાતી ફિલ્મ 'શ્રીમાન સેન્ડવિચ'નું એનાઉન્સમેન્ટ !
તુષાર સાધુ અને ખુશ્બુ ત્રિવેદી લીડ રોલમાં, મિત્રતા અને લગ્નજીવન વચ્ચે ફસાયેલા પુરુષની ધમાલભરી કહાની, 14 જાન્યુઆરી 2027એ રિલીઝ

અમદાવાદ તા.૨૭ : ગુજરાતી સિનેમામાં એક નવી કોમેડી ફિલ્મની એન્ટ્રી થઈ છે. 'શ્રીમાન સેન્ડવિચ' નામની આ ફિલ્મનું ફર્સ્ટ લૂક પોસ્ટર રિલીઝ થતાં જ ચર્ચામાં આવ્યું છે
"ભાઈબંધી કે અર્ધાંગિની? જ્યારે બંનેને સરખો પ્રેમ આપવો પડે ત્યારે વ્યક્તિ માણસમાંથી 'સેન્ડવિચ' બની જાય છે!" આ જ ક્રેઝી કોન્સેપ્ટ પર ફિલ્મ બનેલી છે. એક તરફ જીગરી યારોની ભાઈબંધી, બીજી તરફ પત્નીનો પ્રેમ, આ બે વચ્ચે સંતુલન જાળવતા હીરોની હાલત સેન્ડવિચ જેવી થઈ જાય છે અને તેની આ રોલરકોસ્ટર રાઈડમાં હાસ્યનો ધમાકો થશે.
મુખ્ય ભૂમિકામાં તુષાર સાધુ અને ખુશ્બુ ત્રિવેદી છે, સાથે જય પંડ્યા, વૈશાખ રાઠોડ, કલ્પ ત્રિવેદી, કુશલ શાહ, તિલક પટેલ પણ છે. લવ શ્રેયા ફિલ્મ્સના બેનર હેઠળ વિપુલ શર્મા લેખક-ડાયરેક્ટર છે, જ્યારે શ્રેયા સંજય ઝા અને જશ ઝા નિર્માતા છે.
ફિલ્મ ઉત્તરાયણના તહેવાર પર 14 જાન્યુઆરી 2027ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
