તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 17th July 2026
ગ્લોબલ બ્રાન્ડ્સમાં ભારતની ઓળખ બની રહી છે અભિનેત્રીઓ
તમન્નાથી લઈને આલિયા સુધી....ગ્લોબલ ફેશન અને બ્યુટી ઇન્ડસ્ટ્રીમાં ભારતનું મહત્વ સતત વધી રહ્યું છે

મુંબઈ,તા.૧૭: ગ્લોબલ ફેશન અને બ્યુટી ઇન્ડસ્ટ્રીમાં ભારતનું મહત્વ સતત વધી રહ્યું છે. દુનિયાની અગ્રણી લક્ઝરી બ્રાન્ડ્સ હવે માત્ર પヘમિી બજારો સુધી મર્યાદિત નથી રહી, પરંતુ હવે ભારતીય પ્રતિભા અને તેમનાં પ્રભાવને પણ સ્વીકારી રહી છે. ભારતીય અભિનેત્રીઓ આજે વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત ફેશન અને બ્યુટી બ્રાન્ડ્સનું પ્રતિનિધિત્વ કરીને વૈશ્વિક મંચ પર ભારતની મજબૂત હાજરી નોંધાવી રહી છે.
જાપાનની ૧૫૦ વર્ષ જૂની પ્રતિષ્ઠિત બ્યુટી બ્રાન્ડ શિસીડોનું પ્રતિનિધિત્વ કરનાર પ્રથમ અને એકમાત્ર ભારતીય મહિલા તરીકે તમન્ના ભાટિયાએ ઇતિહાસ રચ્યો છે. તે બ્રાન્ડની સ્કિનકેર શ્રેણીનું ભારત માટે પ્રતિનિધિત્વ કરે છે. અભિનેત્રી હોવા ઉપરાંત તેની પોતાની ફાઇન જ્વેલરી બ્રાન્ડની કંપની પણ છે, જેના કારણે તે અભિનેત્રી, આન્ત્રપ્રિન્યોર અને વૈશ્વિક બ્રાન્ડ એમ્બેસેડર ત્રણેય ભૂમિકામાં સફળતાપૂર્વક ઓળખ મેળવી રહી છે.
કૃતિ સેનન બ્રિટિશ લક્ઝરી બ્રાન્ડ બર્બરી માટે ‘ફ્રેન્ડ ઓફ ધ હાઉસ' તરીકે જોડાયેલી છે. ફેબ્રુઆરી ૨૦૨૬માં લંડન ફેશન વીક દરમિયાન બર્બરીનાં શોમાં તેની ફ્રન્ટ-રો હાજરીએ ભારતીય બજારમાં બ્રાન્ડની મજબૂત હાજરીને વધુ વેગ આપ્યો હતો.
જાન્હવી કપૂર ઇટાલિયન લક્ઝરી બ્રાન્ડ મ્યુ મ્યુ માટે ‘ફ્રેન્ડ ઓફ ધ મૈસન' તરીકે જોડાયેલી છે. તે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં મ્યુ મ્યુનો સંપૂર્ણ લૂક ધારણ કરનાર પ્રથમ બોલિવૂડ અભિનેત્રી બની હતી. ઉપરાંત, તેણે લંડનમાં બ્રાન્ડના ફલેગશિપ સ્ટોરના રીલોન્ચ સમારંભમાં પણ હાજરી આપી હતી.
આલિયા ભટ્ટ, તમન્ના ભાટિયા, અનન્યા પાંડે, કૃતિ સેનન અને જાન્હવી કપૂર જેવી અભિનેત્રીઓ માત્ર આંતરરાષ્ટ્રીય લક્ઝરી બ્રાન્ડ્સનું પ્રતિનિધિત્વ જ નથી કરતી, પરંતુ તેઓ વૈશ્વિક મંચ પર ભારતની વધતી પ્રભાવશાળી ઓળખનું પણ પ્રતિનિધિત્વ કરે છે. પેરિસ, લંડન અને મિલાન જેવા વિશ્વના અગ્રણી ફેશન કેન્દ્રોમાં તેમની હાજરી એ સ્પષ્ટ સંદેશ આપે છે કે ભારતીય કલાકારો હવે વૈશ્વિક લક્ઝરી ઇન્ડસ્ટ્રીનાં મહત્વપૂર્ણ ચહેરા બની રહ્યા છે. ભારતીય પ્રતિભા અને પ્રભાવને આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સ સતત સ્વીકારી રહી છે અને ભારત ગ્લોબલ ફેશન તથા બ્યુટી જગતમાં વધુ મજબુત સ્થાન બનાવી રહ્યું છે.
(10:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
