<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th May 2026

સિનેમા બાદ ટીવી પરદે છવાશે ‘લાલો'નો જાદુઃ સોની મેક્‍સ પર ૧૭મીએ વર્લ્‍ડ ટેલિવિઝન પ્રિમીયર

 

મુંબઇ તા. ૧૩: ગુજરાતી સિનેમાની બ્‍લોકબસ્‍ટર ફિલ્‍મ ‘લાલો-કળષ્‍ણ સદા સહાયતે' આગામી ૧૭ મેના રોજ બપોરે ૧ વાગ્‍યે સોની મેક્‍સ પર પ્રસારિત થશે. દિગ્‍દર્શક અંકિત સખિયાએ સૌરાષ્‍ટ્રના પથરાળ વિસ્‍તારોમાં માત્ર કુદરતી પ્રકાશમાં આ ફિલ્‍મનું શૂટિંગ કરીને વાસ્‍તવિકતા જાળવી રાખી છે. આ ફિલ્‍મ કલાકારો માટે પણ જીવન બદલનારો અનુભવ રહી છે.

કરણ જોષીકહે છે-થિયેટરથી ફિલ્‍મી પડદા સુધીની સફરમાં લાલોના પાત્રએ તેમને આંતરિક મુક્‍તિનો અનુભવ કરાવ્‍યો. શ્રુહદ ગોસ્‍વામીએ કહ્યું-તેમણે ભગવાન કળષ્‍ણને એક માનવીય માર્ગદર્શક અને સાથી તરીકે રજૂ કર્યા.  રીવા રાચ્‍છે આ ફિલ્‍મમાં તુલસીના પાત્ર દ્વારા તેમણે મૌન અને સહનશક્‍તિની અદભૂત લાગણી વ્‍યક્‍ત કરી છે. નિખાલસ અભિનય અને અસલી લોકેશન્‍સને કારણે આ ફિલ્‍મે ગુજરાતી સિનેમામાં નવી લહેર લાવી દીધી છે, જે હવે દેશભરના ઘરોમાં પ્રેરણા આપવા માટે તૈયાર છે.

(3:53 PM IST)