<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th September 2026

શુક્રવારે મનોરંજનનો મહાસાગર: ૧૮ સપ્ટેમ્બરના રોજ સિનેમાઘરો અને ઓટીટી પર ધમાકો કરવા આવી રહી છે ૧૦ શાનદાર ફિલ્મો અને વેબ સિરીઝ!

કરીના કપૂરની 'દાયરા' અને પ્રીતિ ઝિન્ટાની 'વાઇબ' વચ્ચે થિયેટરોમાં ટક્કર, તો બીજી તરફ નેટફ્લિક્સ પર 'લસ્ટ સ્ટોરીઝ ૩' અને પ્રાઇમ વીડિયો પર 'યુ+મી' મચાવશે ધમાલ

નવી દિલ્હી : સિનેમા પ્રેમીઓ માટે સપ્ટેમ્બર મહિનાનો ત્રીજો શુક્રવાર અત્યંત રોમાંચક સાબિત થવા જઈ રહ્યો છે, કારણ કે ૧૮ સપ્ટેમ્બરના રોજ થિયેટરોથી લઈને અસંખ્ય ઓટીટી (OTT) પ્લેટફોર્મ પર એકસાથે ૧૦ નવી ફિલ્મો અને શાનદાર વેબ સિરીઝ રિલીઝ થવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. વીકેન્ડમાં દર્શકોનો કંટાળો દૂર કરવા માટે મેકર્સ દ્વારા એક્શન, રોમાન્સ, રહસ્ય અને કોમેડીથી ભરપૂર કન્ટેન્ટ પીરસવામાં આવશે. બોલિવૂડના દિગ્ગજ કલાકારો અને મજબૂત વાર્તાઓ સાથે આ વીકેન્ડ મનોરંજન પ્રેમીઓ માટે ઉત્સવ સમાન બની રહેશે.

 

થિયેટરોની વાત કરીએ તો, પ્રખ્યાત દિગ્દર્શક મેઘના ગુલઝારની ક્રાઇમ થ્રિલર ફિલ્મ 'દાયરા' સિનેમાઘરોમાં ધૂમ મચાવવા આવી રહી છે, જેમાં કરીના કપૂર ખાન ડીસીપી અજૂની કોહલીની ભૂમિકામાં જોવા મળશે અને તેની સામે પૃથ્વીરાજ સુકુમારન મુખ્ય ભુમિકામાં છે. તેની સાથે જ કુણાલ ખેમુના દિગ્દર્શન હેઠળ બનેલી કોમેડી ડ્રામા ફિલ્મ 'વાઇબ' પણ થિયેટરોમાં રિલીઝ થશે, જેમાં પ્રીતિ ઝિન્ટા અને સ્પર્શ શ્રીવાસ્તવ જેવા સિતારાઓ નજરે પડશે. આ ઉપરાંત નીમ કરોલી બાબાના જીવન પર આધારિત ફિલ્મ 'હનુમાન અંશ' હવે હિન્દી ઉપરાંત તેલુગુ ભાષામાં પણ દક્ષિણ ભારતીય દર્શકો માટે મોટા પડદા પર ઉતરી રહી છે.

 

ઓટીટી પ્લેટફોર્મ્સ પર પણ મનોરંજનનો ભંડાર ખુલી ગયો છે. નેટફ્લિક્સ પર ચર્ચિત ફ્રેન્ચાઇઝી 'લસ્ટ સ્ટોરીઝ ૩' રિલીઝ થઈ રહી છે, જેને વિક્રમ આદિત્ય મોટવાણે, શકુન બત્રા, વિશાલ ભારદ્વાજ અને કિરણ રાવ જેવા દિગ્ગજોએ સાથે મળીને બનાવી છે. સાથે જ નેટફ્લિક્સ પર 'બેસ્ટ ઓફ ધ બેસ્ટ', કોરિયન કે-ડ્રામા 'ધ સ્કેન્ડલ' અને રહસ્યમય નાટક 'મિનર્વા એકેડેમી' ધમાકો કરશે. બીજી તરફ, જિયો હોટસ્ટાર પર સર્વાઇવર થ્રિલર ફિલ્મ 'થુડક્કમ', સોની લિવ પર ક્રાઇમ થ્રિલર 'કટ્ટલન' અને પ્રાઇમ વીડિયો પર યુવા વયના ડ્રામા પર આધારિત 'યુ+મી - અગેઇન્સ્ટ ધ વર્લ્ડ' રિલીઝ થતાં દર્શકો પાસે મનોરંજનના અનેક વિકલ્પો ઉપલબ્ધ થશે.

 

(8:55 PM IST)