<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th July 2026

ન્યૂયોર્કમાં વેકેશનની મજા માણી રહ્યાં છે એશ-અભિષેક : કપલ એકદમ રિલેક્સ મૂડમાં બહાર લટાર મારવા નીકળ્યા

એશ્વર્યા રાય પૂરી રીતે બ્લેક લુકમાં જોવા મળી,સાથે જ વાળ ખુલ્લા રાખ્યા, ઐશ્વર્યાને જોયા પછી અનેક લોકોનું કહેવુ છે કે, હવે ઉંમરની અસર દેખાય છે.

અભિષેક બચ્ચન અને પત્ની ઐશ્વર્યા રાય બચ્ચન ન્યૂયોર્કમાં સાથે જોવા મળતા ફેન્સ ખુશ થઈ ગયા છે. અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયની આ તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. ઓનલાઈન ફેન પેજ પર શેર કરેલી આ તસવીરમાં અભિષેક અને ઐશ્વર્યા કેઝ્યુઅલ આઉટફિટમાં જોવા મળી રહ્યાં છે. અભિષેક અને ઐશ્વર્યા સાંજના સમયે બહાર લટાર મારવા નીકળ્યાં છે.

અભિષેકનાં આઉટફિટની વાત કરવામાં આવે તો એક્ટરે ટી-શર્ટ અને સાથે કેપ પહેરી છે. આ સાથે જ દાઢી લુકમાં જોવા મળી રહ્યો છે. જ્યારે ઐશ્વર્યા રાય પૂરી રીતે બ્લેક લુકમાં જોવા મળી રહી છે. આ સાથે જ વાળ ખુલ્લા રાખ્યા છે. ઐશ્વર્યાને જોયા પછી અનેક લોકોનું કહેવુ છે કે, હવે ઉંમરની અસર દેખાય છે. વાયરલ થઈ રહેલી આ તસવીરમાં અભિષેક અને ઐશ્વર્યાએ એક ફેન સાથે રસ્તા પર સેલ્ફી લેતા જોવા મળી રહ્યાં છે. કપલની આ તસવીર સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થઈ રહી છે. તસવીરમાં ઐશ્વર્યા રાય અને અભિષેક બન્ને અલગ લુકમાં જોવા મળી રહ્યાં છે.

વાયરલ થઈ રહેલી તસવીરમાં તમે જોઈ શકો છો કે અભિષેક અને ઐશ્વર્યા એક ફેનની સાથે મસ્ત અંદાજમાં સેલ્ફી લઈ રહ્યાં છે. આ તસવીરની આસપાસ રેસ્ટોરન્ટ અને દુકાનો જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે, ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચને 20 એપ્રિલ 2007 માં લગ્ન થયા હતા. તેમનાં લગ્નને 19 વર્ષ પૂરાં થઈ ગયા છે. આમ, 20 એપ્રિલનાં રોજ સોશિયલ મીડિયા પર ફેમિલી પોસ્ટ કરી હતી. તસવીરમાં ઐશ્વર્યા રાય-અભિષેક બચ્ચન અને તેમની માતા આરાધ્યા જોવા મળી હતી. ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચને વર્ષ 2011 માં દીકરી આરાધ્યાનું સ્વાગત કર્યું હતું. આરાધ્યા મુંબઈની ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભણે છે. જોકે, વચ્ચે એવી વાતો સામે આવી હતી કે અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચન ડિવોર્સ લેશે. પરંતુ આ વાત ખોટી સાબિત થઇ છે 

(1:55 PM IST)