તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 18th May 2026
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના કલાકારોની સંપત્તિ જાહેર : જેઠાલાલનું પાત્ર ભજવતા દિલીપ જોશી ‘છુપા રુસ્તમ’ નીકળ્યા : 47 કરોડની સંપત્તિ સાથે સૌથી અમીર, ભીડેની સંપત્તિ પણ ચંપકલાલ અને બબીતાજી કરતા વધુ
મુનમુન દત્તા ઉર્ફે બબીતાજીની નેટવર્થ 30થી 40 કરોડ, અમિત ભટ્ટ ઉર્ફે ચંપકલાલ 16.4 કરોડના માલિક, એક એપિસોડ માટે જેઠાલાલ લે છે 1.5 લાખ રૂપિયા ફી : 28 જુલાઈ 2008થી સબ ટીવી પર શરૂ થયેલો આ શો આજે પણ TRPમાં ટોચ પર

અમદાવાદ, તા. 18 : 17 વર્ષથી દર્શકોના દિલ પર રાજ કરતા લોકપ્રિય ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના કલાકારોની નેટવર્થને લઈને નવો રિપોર્ટ સામે આવ્યો છે. શોમાં જેઠાલાલનું પાત્ર ભજવતા દિલીપ જોશી ‘છુપા રુસ્તમ’ નીકળ્યા છે અને તે શોના સૌથી ધનવાન એક્ટર છે.
મીડિયા રિપોર્ટ્સ મુજબ દિલીપ જોશીની કુલ સંપત્તિ હાલ 47 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. અગાઉ તેમની નેટવર્થ 20 કરોડ હતી, જેમાં હવે મોટો વધારો થયો છે. દિલીપ જોશી શોના એક એપિસોડ માટે 1.5 લાખ રૂપિયા ફી વસૂલે છે. અન્ય એક રિપોર્ટમાં તેમની પ્રોપર્ટી 43 કરોડ રૂપિયા જણાવાઈ છે.
બબીતા જી એટલે કે અભિનેત્રી મુનમુન દત્તાની નેટવર્થ પણ કરોડોમાં છે. અલગ-અલગ રિપોર્ટ્સ મુજબ તેની કુલ સંપત્તિ 30 કરોડ રૂપિયાથી લઈને 40 કરોડ રૂપિયા સુધીની છે. મુનમુન દત્તા એક એપિસોડ માટે 35 હજારથી 75 હજાર રૂપિયા સુધીની ફી લે છે. ઈન્સ્ટાગ્રામ પર તેના 8.5 મિલિયન ફોલોઅર્સ છે.
ચંપકલાલ ઉર્ફે અમિત ભટ્ટની સંપત્તિ પણ બબીતાજી કરતા ઓછી છે. અમિત ભટ્ટ એક એપિસોડના 70થી 80 હજાર રૂપિયા લે છે અને તેમની કુલ સંપત્તિ 16.4 કરોડ રૂપિયા છે. પોપટલાલનું પાત્ર ભજવતા શ્યામ પાઠકની નેટવર્થ 1 કરોડ રૂપિયા છે અને તે એક એપિસોડના 60 હજાર રૂપિયા લે છે.
રિપોર્ટમાં એ પણ સામે આવ્યું છે કે ભીડેનું પાત્ર ભજવતા મંદાર ચાંદવડકરની સંપત્તિ ચંપકલાલ અને બબીતાજી કરતા પણ વધુ છે. નવા તારક મહેતા એટલે કે સચિન શ્રોફની કુલ સંપત્તિ 20 કરોડ રૂપિયા છે અને તે એક એપિસોડ માટે 30 હજાર રૂપિયા લે છે. અંજલી ભાભીનું પાત્ર ભજવતી સુનૈના ફૌજદારની નેટવર્થ 19 કરોડથી વધુ છે અને તે એક એપિસોડની 25,000થી 30,000 રૂપિયા ફી લે છે.
28 જુલાઈ 2008થી સબ ટીવી પર શરૂ થયેલો આ શો આજે પણ TRPમાં ટોચ પર છે અને ‘અનુપમા’ જેવા શોને પાછળ છોડીને આગળ નીકળી ગયો છે. શોની લોકપ્રિયતાના કારણે જ કલાકારો કરોડોની સંપત્તિના માલિક બન્યા છે.
(4:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
