તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 21st April 2026
બોલિવૂડ રિલીઝ કેલેન્ડરમાં મોટા ફેરફારઃ ફિલ્મોની નવી તારીખો જાહેર
૨૦૨૬-૨૭ની બોક્સ ઓફિસ ટક્કર હવે વધુ જ રસપ્રદ બનવાની છે : ‘પતિ પત્ની ઔર વો દો', ‘વીવાન', ‘લવ એન્ડ વોર' અને‘નાગઝિલ્લા' સહિત ફિલ્મોની તારીખોમાં ફેરફાર

મુંબઇ તા.૨૧: આ વર્ષે હિન્દી ફિલ્મ રિલીઝનું કેલેન્ડર વ્યસ્ત તો છે જ, પરંતુ વિવિધ ફિલ્મોની રિલીઝમાં એક પછી એક ફેરફાર થઈ રહ્યા છે. વર્ષના બીજા ભાગમાં મોટી સંખ્યામાં ફિલ્મો રિલીઝ થવાની વચ્ચે, મેકર્સે તેમની ફિલ્મોની રિલીઝ ડેટમાં મોટો ફેરફાર કર્યો છે. ૨૦૨૬ અને ૨૦૨૭ના મહત્વપૂર્ણ સ્લોટ્સ હવે નવી તારીખોથી ભરાઈ રહ્યા છે. આ ફેરફારો દર્શાવે છે કે મેકર્સ હવે ક્લેશ ટાળવા, યોગ્ય રિલીઝ વિન્ડો મેળવવા અને ફિલ્મને વધુ સારી રીતે તૈયાર કરવા માટે વ્યૂહાત્મક નિર્ણય લઈ રહ્યા છે. ૨૦૨૬-૨૭ની બોક્સ ઓફિસ ટક્કર હવે વધુ જ રસપ્રદ બનવાની છે. ચાલો જોઈએ કઈ ફિલ્મ ક્યારે રિલીઝ થશે
પહેલાની તારીખઃ ૨૭ માર્ચ, ૨૦૨૬
નવી તારીખઃ ૩૦ એપ્રિલ, ૨૦૨૬
રામ ચરણ અને જાન્હવી કપૂર અભિનિત આ ફિલ્મ અગાઉ માર્ચના અંતે આવવાની હતી, પરંતુ ‘ધુરંધર'ની સફળતા અને બાકી રહેલા પોસ્ટ-પ્રોડક્શનનાં કામને કારણે તેની રિલીઝ આગળ વધારી દેવામાં આવી છે.
પતિ પત્ની ઔર વો દો પહેલાની તારીખઃ ૪ માર્ચ, ૨૦૨૬ નવી તારીખઃ ૧૫ મે, ૨૦૨૬ આયુષ્યમાન ખુરાના, સારા અલી ખાન, વામિકા ગબ્બી અને રાકુલ પ્રીત સિહ અભિનિત આ ફિલ્મ ૨૦૧૯ની રોમકોમ ‘પતિ પત્ની ઔર વો'ની સ્પિરિચ્યુઅલ સીક્વલ છે. હવે તે મે મહિનામાં રિલીઝ થશે.
હૈ જવાની તો ઇશ્ક હોના હૈ પહેલાની તારીખઃ ૫ જૂન, ૨૦૨૬ નવી તારીખઃ ૨૨ મે, ૨૦૨૬ વરુણ ધવન, મૃણાલ ઠાકુર અને પૂજા હેગડે અભિનિત આ ફિલ્મે પોતાનાં રિલીઝ પ્લાનમાં અનેક ફેરફારો કર્યા છે. હવે આ ફિલ્મ ૨૨ મેના રોજ રિલીઝ થશે અને અનેક ફિલ્મો સાથે ક્લેશ કરશે.
વીવનઃ ફોર્સ ઓફ ધ ફોરેસ્ટ
પહેલાની તારીખઃ ૧૫ મે, ૨૦૨૬
નવી તારીખઃ ૨૮ ઓગસ્ટ, ૨૦૨૬
સિદ્ધાર્થ મલ્હોત્રા અને તમન્ના ભાટિયા અભિનિત આ ફોક થ્રિલરને હવે ઓગસ્ટમાં ખસેડવામાં આવી છે, જ્યાં તેની ટક્કર ‘ખોસલા કા ઘોસલા ૨' સાથે થશે.
નાગઝિલ્લા
પહેલાની તારીખઃ ૧૪ ઓગસ્ટ, ૨૦૨૬
નવી તારીખઃ૧૨ ફેબ્રુઆરી, ૨૦૨૬
કાર્તિક આર્યન અભિનિત આ સુપરનેચરલ ફિલ્મ પહેલા સ્વાતંત્ર્ય પર્વ પર આવવાની હતી, પરંતુ હવે તે વેલેન્ટાઈન વીકએન્ડમાં રિલીઝ થશે.
લવ એન્ડ વોર પહેલાની તારીખઃ ક્રિસમસ ૨૦૨૫
નવી તારીખઃ ૨૧ જાન્યુઆરી, ૨૦૨૭
સંજય લીલા ભન્સાલીની ભવ્ય ફિલ્મ, જેમાં રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને વિકી કૌશલ મુખ્ય ભૂમિકામાં છે, તે ફિલ્મ હવે ૨૦૨૭માં રિલીઝ થશે. શૂટિગ અને પોસ્ટ-પ્રોડક્શન બાકી હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.
(10:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
