તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 1st August 2026
બોલિવૂડની રોમેન્ટિક હિટ 'કોકટેલ 2' ની OTT રિલીઝ ડેટ જાહેર: શાહિદ, કૃતિ અને રશ્મિકાનો લવ ટ્રાયંગલ હવે આ જાણીતા OTT પ્લેટફોર્મ પર ધૂમ મચાવશે!
થિયેટરોમાં ધમાકો મચાવ્યા બાદ ૧૪મી ઓગસ્ટે નેટફ્લિક્સ પર ડિજિટલ સ્ટ્રીમિંગ થશે શરૂ; સિસિલીના મનોરમ લોકેશન પર રચાયેલી આધુનિક પ્રેમ, દોસ્તી અને ડ્રામાની દિલચસ્પ કહાણી

નવી દિલ્હી : બોલિવૂડ સિનેમામાં હાલ રોમેન્ટિક અને યુથફુલ ફિલ્મોની જબરદસ્ત હેલી ચાલી રહી છે. "સૈયારા" અને "મુસાફિર કાફે" જેવી સફ્ળ રોમેન્ટિક ફિલ્મો બાદ હવે વર્ષ ૨૦૨૬ની છઠ્ઠી સૌથી વધુ કમાણી કરનારી મલ્ટીસ્ટેરર ફિલ્મ 'કોકટેલ 2' (Cocktail 2) થિયેટરોમાં બોક્સ ઓફિસ પર ધૂમ મચાવ્યા બાદ પોતાના ડિજિટલ પ્રીમિયર માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. શાહિદ કપૂર, કૃતિ સેનન અને રશ્મિકા મંદન્ના જેવા દિગ્ગજ કલાકારોથી સજ્જ આ રોમેન્ટિક ડ્રામા ફિલ્મ ટૂંક સમયમાં જ OTT ના પડદા પર દસ્તક દેવા જઈ રહી છે.
૧૪મી ઓગસ્ટે Netflix પર થશે ડિજિટલ ધમાકો
સિનેપ્રેમીઓ અને OTT શોખીનો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે તારીખ આખરે જાહેર થઈ ગઈ છે. આ ચર્ચિત ફિલ્મ આવનારી ૧૪મી ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ વૈશ્વિક OTT પ્લેટફોર્મ Netflix પર સત્તાવાર રીતે રિલીઝ થશે. ૧૯ જૂન, ૨૦૨૬ના રોજ થિયેટરોમાં રિલીઝ થયેલી આ ફિલ્મે દર્શકો અને વિવેચકોનું દિલ જીતીને ચાલુ વર્ષની ટોપ-૬ હિટ હિન્દી ફિલ્મોના લિસ્ટમાં પોતાનું સ્થાન બનાવી લીધું હતું.
૨૦૧૨ની સુપરહિત 'કોકટેલ'ની સ્પિરિચ્યુઅલ સિક્વલ
હોમી અડાજાનિયાના નિર્દેશનમાં બનેલી અને લવ રંજન તથા તરુણ જૈન દ્વારા લિખિત 'કોકટેલ 2', વર્ષ ૨૦૧૨માં આવેલી સૈફ અલી ખાન, દીપિકા પાદુકોણ અને ડાયના પેન્ટીની આઇકોનિક ફિલ્મ 'કોકટેલ'ની સીધી સિક્વલ નથી, પરંતુ તેની એક સ્પિરિચ્યુઅલ સિક્વલ (નવી વાર્તા) છે. આ ફિલ્મ આજના યુગના ગૂંચવાયેલા સંબંધો, મિત્રતા, પ્રેમ અને ભાવનાત્મક ઉતાર-ચઢાવને નવીન શૈલી અને યુવા જુસ્સા સાથે સ્ક્રીન પર રજૂ કરે છે.
સિસિલીની મનોરમ વાદીઓમાં પ્રેમ અને વફાદારીની કસોટી
ફિલ્મની વાર્તા 'કુણાલ' અને 'દિયા' નામના યુગલની આસપાસ ફરે છે, જેઓ પોતાના પરિવાર દ્વારા લગ્ન માટે કરવામાં આવતા દબાણથી બચવા માટે ઇટાલીના સુંદર શહેર સિસિલી પહોંચે છે. સફર દરમિયાન દિયા તેના ફ્રી-સ્પિરિટેડ અને બેદરકાર મિત્ર 'એલી'ને કુણાલ સાથે ફ્લર્ટ કરવા અને તેની વફાદારી ચકાસવા માટે કહે છે. પરંતુ, રમત-રમતમાં જ્યારે એલી ખરેખર કુણાલના પ્રેમમાં પડી જાય છે, ત્યારે આ લવ ટ્રાયંગલમાં સર્જાતો રોમાંચક ડ્રામા દર્શકોને ખીલ્લી રાખે છે.
(8:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
