તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 4th June 2026
બોક્સ ઓફિસ પર 'પેડ્ડી'નો દબદબો: રામ ચરણના જોરદાર અભિનય અને સ્પોર્ટ્સ ડ્રામાએ પ્રેક્ષકોના દિલ જીત્યા, પહેલા જ દિવસે સો કરોડના ક્લબ તરફ દોટ!
દિગ્ગજ અભિનેતા ચિરંજીવીએ પુત્ર રામ ચરણની મહેનતને બિરદાવી; હૈદરાબાદથી લઈને વિદેશ સુધી ચાહકોમાં ભારે ઉત્સાહ, થિયેટરોમાં હાઉસફુલના બોર્ડ

હૈદરાબાદ : સાઉથના સુપરસ્ટાર રામ ચરણની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'પેડ્ડી' આખરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે અને રિલીઝના પહેલા જ દિવસથી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર તહેલકો મચાવ્યો છે. બુચી બાબુ સના દ્વારા નિર્દેશિત આ સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મમાં રામ ચરણે એક એવા ખેલાડીની ભૂમિકા ભજવી છે જે પોતાની ઓળખની શોધમાં સંઘર્ષ કરે છે. સમીક્ષકો અને પ્રેક્ષકો તરફથી મળી રહેલા સકારાત્મક પ્રતિસાદને જોતા, આ ફિલ્મ રામ ચરણના કરિયરની સૌથી મોટી સોલો હિટ સાબિત થવાના એંધાણ મળી રહ્યા છે.
પારિવારિક ભાવના અને ચાહકોનો જબરદસ્ત પ્રતિસાદ
ફિલ્મની સફળતાનો ઉત્સાહ ફક્ત ચાહકોમાં જ નહીં, પરંતુ રામ ચરણના પરિવારમાં પણ જોવા મળ્યો છે. અભિનેતાની પત્ની ઉપાસના કોનિડેલાએ થિયેટરમાં ચાહકો સાથે ફિલ્મ જોઈને ઉજવણી કરી હતી, તો બીજી તરફ વરુણ તેજ પણ ફિલ્મ જોઈને અત્યંત ઉત્સાહિત જોવા મળ્યા હતા. રામ ચરણના પિતા અને સુપરસ્ટાર ચિરંજીવીએ પુત્રના સમર્પણ અને મહેનતને સલામ કરતા કહ્યું કે, "એક પિતા અને સહ-કલાકાર તરીકે મને ચરણ પર ખૂબ જ ગર્વ છે." ફિલ્મના પ્રીમિયર શો દરમિયાન થિયેટરોમાં ફટાકડા અને કેક કાપીને ચાહકોએ રામ ચરણ પ્રત્યેનો પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો.
ટેકનિકલ શ્રેષ્ઠતા અને એ.આર. રહેમાનનો જાદુ
'પેડ્ડી' માત્ર એક સ્પોર્ટ્સ ફિલ્મ નથી, પરંતુ તે એક ભાવનાત્મક સફર છે. એ.આર. રહેમાનના સંગીતે આ ફિલ્મના વાતાવરણમાં જીવ પૂરી દીધો છે, જ્યારે રત્નાવેલુની સિનેમેટોગ્રાફીએ દરેક ફ્રેમને એક ભવ્ય કેનવાસ જેવી બનાવી દીધી છે. દિગ્દર્શક બુચી બાબુ સનાની મહેનત દરેક દ્રશ્યમાં દેખાઈ આવે છે. જોકે, કેટલીક સમીક્ષાઓમાં સહાયક કલાકારોના પાત્રો અને પટકથાના અમુક મસાલા ભાગો પર ટીકા પણ થઈ છે, પરંતુ એકંદરે રામ ચરણનો અભિનય અને ફિલ્મની પ્રેરણાદાયી વાર્તા પ્રેક્ષકોને જકડી રાખવામાં સફળ રહી છે.
બોક્સ ઓફિસના આંકડા અને ભવિષ્ય
વ્યાપારી દ્રષ્ટિએ ફિલ્મ અત્યંત મજબૂત જણાય છે. રિલીઝ પહેલા જ એડવાન્સ બુકિંગમાં ફિલ્મે કરોડોની કમાણી કરી લીધી હતી અને અંદાજ મુજબ આ ફિલ્મ રિલીઝના પ્રથમ દિવસે જ વૈશ્વિક સ્તરે ₹100 કરોડનો આંકડો પાર કરી શકે છે. હૈદરાબાદ અને અન્ય તેલુગુભાષી વિસ્તારોમાં 60% થી વધુ ઓક્યુપન્સી જોવા મળી રહી છે. આ ફિલ્મ તેલુગુ સિનેમા માટે એક 'સંપૂર્ણ પેકેજ' ગણાઈ રહી છે.
(7:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
