<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th July 2026

ઓગસ્ટમાં મનોરંજનનો મહાધમાકો: ઓટીટી અને ટીવી પર ધૂમ મચાવવા આવી રહ્યા છે ૫ મોસ્ટ એવેટેડ રિયાલિટી શો!

ખતરોં કે ખિલાડી ૧૫ થી લઈને કરણ જોહરના 'ધ ટ્રેટર્સ' અને ભોજપુરીના પહેલા રિયાલિટી શો સુધી : ઓગસ્ટ મહિનામાં એડવેન્ચર, ડ્રામા, ગેમિંગ અને રેપ મ્યુઝિકનો મળશે અનફિલ્ટર્ડ ડોઝ

મુંબઈ:  ઓગસ્ટ મહિનો રિયાલિટી શોના શોખીનો અને ઓટીટી લવર્સ માટે મનોરંજનનો સુપરડોઝ લઈને આવી રહ્યો છે. ટીવી અને વિવિધ ડિજિટલ પ્લેટફોર્મ્સ પર એક પછી એક પાંચ ધમાકેદાર અને સૌથી વધુ રાહ જોવામાં આવતા રિયાલિટી શો લોન્ચ થવા માટે સજ્જ છે. દર્શકોને આ મહિને ખતરોં કે ખિલાડીના જીવસટોસટના સ્ટંટ્સથી લઈને તીવ્ર ડ્રામા, રેપ બેટલ્સ અને હાઈ-વોલ્ટેજ ગેમિંગનો અદ્ભુત રોમાંચ માણવા મળશે. જો તમે પણ મનોરંજનના શોખીન છો, તો ઓગસ્ટમાં તમારી વોચલિસ્ટમાં આ પાંચ બહુચર્ચિત શો ચોક્કસપણે હોવા જોઈએ.

સૌથી પહેલા રોહિત શેટ્ટીનો ચર્ચિત ટીવી શો 'ખતરોં કે ખિલાડી સીઝન ૧૫' જીયો હોટસ્ટાર પર ધમાકો કરવા તૈયાર છે, જેમાં ગૌરવ ખન્ના, રૂબીના દિલૈક, જાસ્મીન ભસીન અને કરણ વાહી જેવા નામી કલાકારો દર્શકોનું દિલ જીતશે. બીજી તરફ, ભોજપુરી ઈન્ડસ્ટ્રીનો સૌથી પહેલો રિયાલિટી શો 'ભોજપુરી બાવલ' ૨ ઓગસ્ટથી જીયો હોટસ્ટાર પર પ્રીમિયર થશે. આ શોમાં પવન સિંહ, નિરહુઆ, આમ્રપાલી દુબે અને ભૂતપૂર્વ સીએમ લાલુ પ્રસાદ યાદવના મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવ એકસાથે મંચ પર જોવા મળશે, જે દર્શકો માટે મોટું સરપ્રાઈઝ બની રહેશે.

ગેમિંગ અને મ્યુઝિક ક્ષેત્રે પણ ઉત્સાહ ચરમસીમાએ છે. યુવાનોનો પ્રિય ગેમિંગ રિયાલિટી શો 'પ્લેગ્રાઉન્ડ સીઝન ૫' ૧ ઓગસ્ટથી એમએક્સ પ્લેયર પર ફ્રી સ્ટ્રીમ થશે, જેમાં એલ્વિશ યાદવ, તેજસ્વી પ્રકાશ અને આરુષ ભોલા મેન્ટર તરીકે જોવા મળશે. જ્યારે રેપ ઈન્ડસ્ટ્રીનો કિંગ બાદશાહ 'MTV હસલ સીઝન ૫' સાથે ૮ ઓગસ્ટથી પુનરાગમન કરી રહ્યો છે. આ ઉપરાંત, કરણ જોહરનો ચર્ચિત સસ્પેન્સ અને માઈન્ડ ગેમ શો 'ધ ટ્રેટર્સ' ૧૩ ઓગસ્ટથી પ્રાઈમ વિડીયો પર રિલીઝ થશે. આ રીતે, ઓગસ્ટનો આખો મહિનો મનોરંજનના નામે જવાનો છે!

(7:21 PM IST)