તા. ૧૧ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૧૦ સોમવાર
News of Saturday, 18th July 2026
કેબીસીમાં ધડાકો: ૧૮મી સીઝન સાથે સદીના મહાનાયકનો ધમાકેદાર કમબેક: આ વખતે આખી ગેમ બદલાઈ ગઈ!
સ્માર્ટફોન અને એઆઈ (AI) ના યુગમાં ગોખણપટ્ટી જ્ઞાનના દિવસો પૂરા: ૧૦ ઓગસ્ટથી શરૂ થનારા 'કૌન બનેગા કરોડપતિ' માં અમિતાભ બચ્ચન નવા નિયમો અને 'સોચના પડેગા' થીમ સાથે સ્પર્ધકોની કસોટી કરશે

મુંબઈ: ભારતીય ટેલિવિઝન ઈતિહાસનો સૌથી લોકપ્રિય અને પ્રતિષ્ઠિત ક્વિઝ શો "કૌન બનેગા કરોડપતિ" પોતાની ૧૮મી સીઝન સાથે ધમાકેદાર વાપસી કરવા માટે સજ્જ થઈ ગયો છે. સોની પિક્ચર્સ નેટવર્ક્સ ઇન્ડિયા અને બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચને સત્તાવાર રીતે આ નવી સીઝનની રિલીઝ ડેટની જાહેરાત કરી દીધી છે. કરોડો ચાહકોનો મનપસંદ આ શો આગામી ૧૦ ઓગસ્ટથી રાત્રે ટેલિવિઝન સ્ક્રીન પર ધૂમ મચાવશે. જો કે, આ વખતની સીઝન ભૂતકાળની તમામ સીઝન કરતાં સાવ અલગ અને રોમાંચક હોવાના સંકેતો ખુદ અમિતાભ બચ્ચને શોના સત્તાવાર પ્રોમો લોન્ચ કરીને આપ્યા છે.
આ વર્ષે કેબીસીની મુખ્ય થીમ "સુચના પડેગા" (વિચારવું જ પડશે) રાખવામાં આવી છે. ચેનલ દ્વારા જાહેર કરાયેલા સનસનાટીપૂર્ણ પ્રોમોમાં બિગ-બી પોતાની આગવી અને રોબદાર શૈલીમાં કહી રહ્યા છે કે, "આજકાલ જવાબો તો બધાના ખિસ્સામાં એટલે કે સ્માર્ટફોનમાં જ હાજર હોય છે. ગૂગલ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના કારણે જે વસ્તુ ગઈકાલે અશક્ય લાગતી હતી તે આજે એક ક્ષણમાં ઉપલબ્ધ છે. આથી જ બદલાતી દુનિયા સાથે અમે કેબીસીની રમત પણ બદલી નાખી છે. હવે માત્ર ઇતિહાસ, ભૂગોળ કે વિજ્ઞાનના જવાબો ગોખીને આવવાથી કામ નહીં ચાલે, પરંતુ હોટસીટ પર બેસનારે દરેક પ્રશ્ન પાછળ ઘણું વિચારવું પડશે અને પોતાના મગજનો તાર્કિક ઉપયોગ કરવો પડશે."
વર્ષ ૨૦૦૦ માં શરૂ થયેલો આ સુપરહિટ શો છેલ્લા બે દાયકાથી ભારતીય પરિવારોનો એક અભિન્ન હિસ્સો બની રહ્યો છે. ત્રીજી સીઝનને બાદ કરતાં, જેમાં શાહરૂખ ખાને હોસ્ટિંગ કર્યું હતું, તમામ સીઝનમાં અમિતાભ બચ્ચને જ પોતાના અવાજ અને વ્યક્તિત્વથી શોને ચાર ચાંદ લગાવ્યા છે. સોની નેટવર્કના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, આ નવી સીઝન માત્ર પુસ્તકીય જ્ઞાનની નહીં પરંતુ સ્પર્ધકોની ત્વરિત નિર્ણય લેવાની ક્ષમતા અને વ્યવહારુ જ્ઞાનની અસલી કસોટી સાબિત થશે, જે તેને અત્યાર સુધીની સૌથી રોમાંચક સીઝન બનાવશે.
(7:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
