<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 30th May 2026

જૂનના પહેલા ૧૪ દિવસમાં ઓટીટી પ્‍લેટફોર્મ પર રિલીઝ થશે ૧૦ ધમાકેદાર ફિલ્‍મો અને સીરીઝ

બોલિવૂડ અને હોલીવુડ ફિલ્‍મો ઉપરાંત કોરિયન ડ્રામા અને સ્‍પોર્ટ્‍સ ડોક્‍યુમેન્‍ટ્રીઝ પણ સામેલ

મુંબઈ,તા.૩૦: જો તમે પણ ઓટીટી (OTT) પ્‍લેટફોર્મ પર નવી ફિલ્‍મો અને વેબ સીરીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છો, તો જૂન મહિનો તમારા માટે ખૂબ જ ખાસ રહેવાનો છે. જૂનના પહેલાં બે અઠવાડિયામાં એટલે કે માત્ર ૧૪ દિવસની અંદર ઓટીટી પ્‍લેટફોર્મ પર એન્‍ટરટેઇનમેન્‍ટનો જોરદાર ધમાકો થવા જઈ રહ્યો છે. આ લિસ્‍ટમાં બોલિવૂડ અને હોલીવુડ ફિલ્‍મો ઉપરાંત કોરિયન ડ્રામા અને સ્‍પોર્ટ્‍સ ડોક્‍યુમેન્‍ટ્રીઝ પણ સામેલ છે

આ નેટફિલક્‍સ પર આવનારો એક શાનદાર કોમેડી રોસ્‍ટ શો છે, જેને પૌલ ડી સેન્‍ટ હોસ્‍ટ કરી રહ્યા છે. આ શોમાં ફ્રાન્‍સના ૧૯૯૮ અને ૨૦૧૮ના ફૂટબોલ વર્લ્‍ડ કપ વિજેતા ખેલાડીઓ અને જાણીતા કોમેડિયન્‍સ એકબીજાની મજાક ઉડાવતા અને ખેંચતા જોવા મળશે.

ફૂટબોલ પ્રેમીઓ માટે આ એક ખાસ ડોક્‍યુમેન્‍ટ્રી ફિલ્‍મ છે. આ સીરીઝ જર્મનીના પ્રખ્‍યાત ફૂટબોલર લુકાસ પોડોલ્‍સ્‍કી ના જીવન અને તેમની શાનદાર ફૂટબોલ કરિયર પર આધારિત છે.

ચોથી જૂનના રીલિઝ થનારી આ એક કોમેડી ડ્રામા સીરીઝ છે, જેની વાર્તા કે-પોપ (K-Pop) મ્‍યુઝિકના ક્રેઝી ફેન્‍સની આસપાસ ફરે છે. પોતાના મનપસંદ મ્‍યુઝિક બેન્‍ડને મળવા માટે આ ફેન્‍સ કઈ હદ સુધી જાય છે, તે આમાં ખૂબ જ રમૂજી રીતે દર્શાવવામાં આવ્‍યું છે.

બોલીવૂડ ફેન્‍સ માટે આ જૂન મહિનાની સૌથી મોટી ફિલ્‍મ સાબિત થઈ શકે છે. ‘તુમ્‍હારી સુલુ' ફેમ ડિરેક્‍ટર સુરેશ ત્રિવેણીના નિર્દેશનમાં બનેલી આ એક બ્‍લેક કોમેડી અને ક્રાઇમ-થ્રિલર ફિલ્‍મ છે. આ ફિલ્‍મમાં માધુરી દીક્ષિત મુખ્‍ય રોલમાં છે અને તેમની સાથે તૃપ્તિ ડિમરી, ધ્‍વજના દુર્ગા, રવિ કિશન અને ગીતાંજલિ કુલકર્ણી જેવા કલાકારો મહત્‍વની ભૂમિકામાં જોવા મળશે.

આ એક મોસ્‍ટ અવેટેડ કોમેડી-દ્રશ્‍ય ફિલ્‍મ છે. આ ફિલ્‍મમાં ૧૯૮૬ના ફિફા (FIFA) ફૂટબોલ વિશ્વ કપની હોસ્‍ટિંગ મેળવવા પાછળની કેટલીક અનકહી અને રસપ્રદ વાર્તાઓ પડદા પર લાવવામાં આવશે.

કે-ડ્રામા લવર્સ માટે આ મસ્‍ટ વોચ ડ્રામા છે. જૂન મહિનાની પાંચમી તારીખે રીલીઝ થઈ રહેલો આ કે-ડ્રામા એક લોકપ્રિય વેબટૂન પર આધારિત મોસ્‍ટ અવેટેડ એક્‍શન સીરીઝ છે, જેનું નિર્દેશન હોંગ જોંગ-ચાન દ્વારા કરવામાં આવ્‍યું છે.

હોલીવૂડ સુપર સ્‍ટાર જેનિફર લોપેઝ અને બ્રેટ ગોલ્‍ડસ્‍ટીન સ્‍ટારર આ એક અમેરિકન રોમેન્‍ટિક-કોમેડી ફિલ્‍મ છે. ઓલ પાર્કર દ્વારા નિર્દેશિત આ ફિલ્‍મ ઓફિસ લાઈફ અને રોમાન્‍સના તાણાવાણા પર આધારિત છે.

આ બહુચર્ચિત ઇટાલિયન ડ્રામા શો ‘માય ફેમિલી' તેની બીજી સીઝન સાથે પાછો આવી રહ્યો છે. આ સીરીઝમાં મુખ્‍ય પાત્ર ફોસ્‍ટોના મૃત્‍યુ પછી તેના પરિવારની બદલાતી પરિસ્‍થિતિઓ અને સંઘર્ષની વાર્તા બતાવવામાં આવી છે.

આ એક મોસ્‍ટ અવેટેડ જાપાનીઝ એનિમેટેડ સીરીઝ છે. આ સીરિઝની સ્‍ટોરી એક નબળા અને ગરીબ છોકરા 'કોટા શિમુરા'ની છે, જે લાઈવ સ્‍ટ્રીમિગ ફાઈટના માધ્‍યમથી પોતાની જિંદગી બદલવાનો પ્રયાસ કરે છે.

૧૨મી જૂનથી સ્‍ટ્રીમ થનારી આ સીરીઝ ૧૯મી સદીના મેક્‍સિકોની એક અત્‍યંત પ્રતિભાશાળી લેખિકાની રહસ્‍યમય અને રસપ્રદ વાર્તા પર આધારિત છે.

(9:59 AM IST)