તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Monday, 21st September 2026
બિગ બોસના ઘરમાં ગરમ ગરમી: કાઝી તૌકીરને ગાળો ભાંડતાં મનોજ તિવારીની પુત્રી રિતી તિવારી નેટિઝન્સના નિશાને, સોશિયલ મીડિયા પર થઈ ટ્રોલ
હેલ્થ પ્રૅન્કની પોલ ખુલતાં જ રિતીએ ગુમાવ્યો આપો: અહંકારી વર્તન બદલ ફેન્સે કહ્યું- "અસલી છેતરપિંડી કરનાર તો તું છે!"

મુંબઈ : ચર્ચિત રિયાલિટી શો 'બિગ બોસ'ના ઘરમાં તાજેતરમાં બનેલી એક ઘટનાએ સોશિયલ મીડિયા પર મોટો વિવાદ ઊભો કર્યો છે. શોના હોસ્ટ સલમાન ખાન દ્વારા સ્પર્ધક કાઝી તૌકીરની સ્વાસ્થ્ય સંબંધિત બોગસ મજાક (Health Prank) ની પોલ ખોલવામાં આવ્યા બાદ, ઘરના તમામ સભ્યો તેની સામે થઈ ગયા હતા. જોકે, આ વિવાદમાં ભાજપના સાંસદ અને ગાયક મનોજ તિવારીની પુત્રી રિતી તિવારીએ જે રીતે આકરો અને અણછાજતો આક્રોશ ઠાલવ્યો તેનાથી ઈન્ટરનેટ પર ભારે ચર્ચા જાગી છે. રિતીએ કાઝીને "ઢોંગી બાબા" અને "છેતરપિંડી કરનાર" કહીને ગાળો આપવાનું શરૂ કરી દીધું હતું.
આ હોબાળા દરમિયાન કાઝીએ રિતીને શાંત રહેવા અને ગાળો ન આપવા વિનંતી કરી હતી, પરંતુ રિતી વધુ ઉશ્કેરાઈ ગઈ હતી અને તેણે કાઝીને ધમકાવતા લહેકામાં કહ્યું કે, "હું તારું મ્યૂટ બટન દબાવી દઈશ. તું કોણ છે? તું કોની સાથે વાત કરી રહ્યો છે? શું હું તારા બાપની નોકર છું?" રિતીના આ અહંકારી અને અપમાનજનક વર્તન સામે પણ કાઝીએ અત્યંત ધૈર્ય જાળવી રાખ્યું હતું. પરંતુ આ ઘટનાની ક્લિપ વાયરલ થતાં જ નેટિઝન્સે રિતી તિવારીની સખત શબ્દોમાં ટીકા કરવાનું શરૂ કરી દીધું છે.
સોશિયલ મીડિયા પર રિતી વિરુદ્ધ ફેન્સનો ભારે રોષ
રિતીના આ વર્તન બદલ X (ટ્વિટર) પર યૂઝર્સે તેના પર 'નેપોટિઝમ' અને 'અહંકાર'ના આરોપો લગાવ્યા છે. એક યુઝરે લખ્યું કે, "કોઈપણ પ્રતિભા વગર રિતી તિવારી આટલી બધી અહંકારી કેમ છે?" જ્યારે અન્ય એક ફેને લખ્યું, "અસલી ફ્રોડસ્ટાર (છેતરપિંડી કરનાર) કાઝી નહીં પણ તું છે." ઘણા લોકોએ રિતીની સરખામણી બિગ બોસની ભૂતપૂર્વ વિવાદાસ્પદ સ્પર્ધકો ડોલી બિન્દ્રા અને પ્રિયંકા જાગા સાથે કરી છે અને દાવો કર્યો છે કે રિતીના આ આક્રમક વર્તનને કારણે દેશમાં કાઝી તૌકીર પ્રત્યે સહાનુભૂતિ અને સમર્થન વધી ગયું છે. બીજી તરફ, આ જ અઠવાડિયે રોહેદ ખાન ઘરમાંથી બહાર ફેંકાઈ જતાં સીઝનનું પ્રથમ 'એવિક્શન' પણ નોંધાયું છે.
(6:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
