<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th October 2026

૩ વર્ષના સંબંધ બાદ ઇબ્રાહિમ અલી ખાન અને પલક તિવારીનું બ્રેકઅપ? બોલિવૂડના ચર્ચિત કપલના અલગ થવાના અહેવાલોથી ચાહકોમાં નિરાશા

લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહેલા સૈફ અલી ખાનના પુત્ર ઇબ્રાહિમ અને અભિનેત્રી પલક વચ્ચે પરસ્પર સમજૂતીથી સંબંધોનો અંત : કોઈપણ પ્રકારના વિવાદ વગર કરિયર પર ધ્યાન કેન્દ્રિત કરવાનો લીધો નિર્ણય

મુંબઈ : બોલિવૂડ જગતમાંથી એક પછી એક સેલિબ્રિટી યુગલોના બ્રેકઅપના સમાચાર સામે આવી રહ્યા છે, અને હવે તેમાં વધુ એક મોટું નામ જોડાઈ ગયું છે. પ્રખ્યાત અભિનેત્રી શ્વેતા તિવારીની પુત્રી પલક તિવારી અને સૈફ અલી ખાનના પુત્ર ઇબ્રાહિમ અલી ખાન વચ્ચેના સંબંધોને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. અહેવાલો અનુસાર, લગભગ ત્રણ વર્ષ સુધી એકબીજાને ગુપ્ત રીતે ડેટ કર્યા બાદ આ ચર્ચિત સ્ટાર કપલે હવે પોતાના રસ્તા અલગ કરી લીધા છે. સોશિયલ મીડિયા અને ફિલ્મી કોરિડોરમાં આ ચર્ચાએ જોર પકડ્યું છે કે બંને વચ્ચે બ્રેકઅપ થઈ ગયું છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, ઇબ્રાહિમ અલી ખાન અને પલક તિવારીનું આ બ્રેકઅપ ખૂબ જ સૌહાર્દપૂર્ણ અને મૈત્રીપૂર્ણ વાતાવરણમાં થયું છે. સામાન્ય રીતે સેલિબ્રિટીઝના સંબંધોના અંત પછી સોશિયલ મીડિયા પર ખટાશ કે વિવાદો જોવા મળતા હોય છે, પરંતુ આ જોડીએ પોતાના અંગત મામલાને અત્યંત પરિપક્વતાથી સંભાળ્યો છે. બંનેમાંથી કોઈએ પણ આ માલે સત્તાવાર નિવેદન આપવાનું ટાળ્યું છે અને કોઈ વિવાદ ઊભો કર્યો નથી. રસપ્રદ વાત એ છે કે તેઓ હજુ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર એકબીજાને ફોલો કરી રહ્યા છે, જે દર્શાવે છે કે તેમના વચ્ચે કોઈ કડવાશ નથી.

હાલમાં આ બંને યુવા કલાકારોએ પોતાના બ્રેકઅપના દુઃખમાંથી બહાર આવીને સંપૂર્ણપણે પોતપોતાની અભિનય કારકિર્દી  અને આગામી પ્રોજેક્ટ્સ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું શરૂ કરી દીધું છે. ઇબ્રાહિમ અલી ખાન અને પલક તિવારી બંને ફિલ્મી દુનિયામાં પોતાના પગ ઘટ્ટ કરવા માટે સખત મહેનત કરી રહ્યા છે. ભલે આ સમાચાર તેમના લાખો ચાહકો માટે ચોંકાવનારા અને નિરાશાજનક હોય, પરંતુ તેમની પ્રોફેશનલ લાઈફને લઈને ચાહકો હજુ પણ ભારે ઉત્સાહમાં છે.

(9:26 PM IST)