<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th October 2026

જાહ્નવીએ બોયફ્રેન્‍ડ માટે ખુલ્‍લેઆમ પ્રેમનો સ્‍વીકાર કર્યો

જાહ્નવી કપૂરના પરિવાર સાથે શિખર પહાડિયા જોવા મળ્‍યો

મુંબઈ,તા.૭: બોની કપૂરની મોટી દીકરી જાહ્નવી કપૂર હિન્‍દી સિનેમાની ઊભરતી એક્‍ટ્રેસ છે. જો કે તે પોતાની ફિલ્‍મો ઉપરાંત પર્સનલ લાઈફના કારણે પણ ચર્ચામાં રહે છે. તે લાંબા સમયથી શિખર પહાડિયાને ડેટ કરી રહી છે. હવે બંનેના ચાહકો તેમને જલદી લગ્નના બંધને બંધાઈ જવાની સલાહ આપી રહ્યા છે. શિખર પહાડિયા પણ મોટા પરિવારમાં આવે છે. તેમનો પરિવાર રાજકારણમાં પણ સક્રિય છે.

જાહ્નવી અને શિખર હંમેશા લગ્ન-પાર્ટીઓમાં સાથે ફરતા જોવા મળે છે. જો કે, બંને પોતાના સંબંધ પર વાત કરતા નથી. એક્‍ટ્રેસે સ્‍પષ્ટ રીતે ક્‍યારેય નથી કહ્યું કે તે શિખર પહાડિયા સાથે રિલેશનશિપમાં છે. પણ પોતાની વાતો અને હાવભાવથી તેની સાથે સંબંધના સંકેત આપી રહી છે. હવે લાગે છે કે, તે શિખર સાથે પોતાના સંબંધને ધીમે ધીમે લોન્‍ચ કરી રહી છે.

હકીકતમાં જોઈએ તો, જાહ્નવી કપૂરની સોશિયલ મીડિયા પર અમુક તસવીરો વાયરલ થઈ રહી છે. એક્‍ટ્રેસે આ તસવીર પ્‍લેનની અંદર લીધેલી છે, જેમાં તેને ખાસ ટીશર્ટ પહેરેલી જોઈ શકાય છે. તે આમ કરીને પોતાના પ્રેમને વ્‍યક્‍ત કરી રહી છે. ટીશર્ટમાં લખ્‍યું છે કે, જો ખોવાઉ જાઉં, તો શિખર પહાડિયાને પરત ફરી દેજો. જાહ્નવી કપૂરનો પ્રેમ વ્‍યક્‍ત કરવાનો અનોખો અંદાજ જો કે આ કંઈ પહેલી વાર નથી, જ્‍યારે જાહ્નવીએ શિખર માટે આમ પોતાનો ભાવ વ્‍યક્‍ત કર્યો હોય.એક રિપોર્ટ અનુસાર, એક્‍ટ્રેસ એક ફિલ્‍મની સ્‍ક્રીનિગમાં શિખરના નામનું પેંડેંટ પહેરેલી દેખાઈ હતી. સ્‍વાભાવિક છે કે શિખર સાથે પોતાના સંબંધને કહ્યા વિના તે કુબૂલ કરી રહી છે, વ્‍યક્‍ત કરી રહી છે.

જો કે આ કંઈ પહેલી વાર નથી, જ્‍યારે જાહ્નવીએ શિખર માટે આમ પોતાનો ભાવ વ્‍યક્‍ત કર્યો હોય.એક રિપોર્ટ અનુસાર, એક્‍ટ્રેસ એક ફિલ્‍મની સ્‍ક્રીનિગમાં શિખરના નામનું પેંડેંટ પહેરેલી દેખાઈ હતી. સ્‍વાભાવિક છે કે શિખર સાથે પોતાના સંબંધને કહ્યા વિના તે કુબૂલ કરી રહી છે, વ્‍યક્‍ત કરી રહી છે.

જાહ્નવી કપૂરના પરિવાર સાથે શિખર પહાડિયા જોવા મળ્‍યો હતો, જેનાથી ખબર પડે છે કે તેની અને તેના પરિવારની કેટલી સારી બોન્‍ડિંગ છે. એટલે કે શિખરને જાહ્નવીનો પરિવાર સ્‍વીકારી ચુક્‍યો છે. એક્‍ટ્રેસની તસીવર વાયરલ થઈ છે, ચાહકો તેમને જલદી લગ્ન કરી લેવાની સલાહ આપી રહ્યા છે. બંનેની જોડી લોકોને ખૂબ ગમી રહી છે. અહીં ઉલ્‍લેખનિય છે કે શિખર પહાડિયાના નાના મહારાષ્ટ્રના રાજકારણમાં મોટું નામ છે. તેઓ પૂર્વ મુખ્‍યમંત્રી સુશીલ કુમાર શિદેના ભાણેજ છે.

(9:50 AM IST)