તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 19th September 2026
‘કિંગ' ૨૪ ડિસેમ્બરે જ આવશેઃ શાહરુખે રિલીઝ ડેટ કન્ફર્મ કરી
કિંગનો મુકાબલો હોલિવૂડની મોટી ફિલ્મો સાથે થવાનો છેઃ ૧૮ ડિસેમ્બરે ‘અવેન્જર્સઃ ડૂમ્સડે' અને ‘ડ્યુનઃ પાર્ટ થ્રી' રિલીઝ થવાની છે

મુંબઇ તા.૧૯: શાહરુખ ખાનના ફેન્સ લાંબા સમયથી જે ફિલ્મની રાહ જોઈ રહ્યા છે, તેની રિલીઝ ડેટ હવે તેણે પોતે જ કન્ફર્મ કરી દિધી છે. સિદ્ધાર્થ આનંદના ડિરેક્શનમાં બની રહેલી એક્શન-એડવેન્ચર ફિલ્મ ‘કિગ' ૨૪ ડિસેમ્બર, ૨૦૨૬ના રોજ થિએટર્સમાં રિલીઝ થશે. ફિલ્મની રિલીઝ ડેટ બદલાવાની અટકળો વચ્ચે શાહરુખે પોતાનાં તાજેતરના ‘આસ્કએસઆરકે' સેશનમાં સ્પષ્ટ કર્યું કે હાલમાં તારીખમાં કોઈ ફેરફાર નથી.
ફિલ્મનાં ટ્રેલર અંગે ફેન્સ સતત સવાલ કરી રહ્યા છે. એક ફેને કમસેકમ ટ્રેલર રિલીઝ કરવાની વિનંતી કરતાં શાહરુખે કહ્યું, ‘‘અભી સિર્ફ બાત કરુંગા, ટ્રેલર બાદ મેં... ફિલ્મ ૧૦૦ દિવસ દૂર છે ને!... 24th Dec બ્રો.'' અગાઉ પણ તેણે ફેન્સને ધીરજ રાખવા કહ્યું હતું અને ફિલ્મના પ્રમોશનલ મટિરિયલ અંગે લખ્યું હતું, ‘‘સબ આયેગા... 24th Dec સે પહેલે.''
‘કિંગ'ના શૂટિંગ દરમિયાન કેટલીક ઈજાઓ થઈ હોવાનો ખુલાસો પણ શાહરુખે કર્યો. તેના જણાવ્યા મુજબ, ઈજાઓને કારણે શૂટિગ ઘણી વખત અટકાવીને ફરી શરૂ કરવું પડ્યું હતું. જોકે હવે તે સ્વસ્થ છે અને ફિલ્મનું મોટાભાગનું કામ પૂર્ણ થઈ ગયું છે. ફિલ્મમાં એક્શન ઉપરાંત ગીતો, અભિનય અને પોતાના લૂકને લઈને પણ તે ઉત્સાહિત હોવાનું જણાવ્યું છે.
ફિલ્મનાં વીએફએક્સ પર પણ શાહરુખ સતત નજર રાખી રહ્યો છે. તેણે મજાકમાં કહ્યું કે તે વીએફએક્સ ટીમના કામમાં સતત દખલ કરી રહ્યો છે અને શ્રેષ્ઠ પરિણામ માટે ટીમ પર દબાણ કરી રહ્યો છે. એક્શન સિક્વન્સને લઈને પૂછાયેલા પ્રશ્નનાં જવાબમાં તેણે જણાવ્યું કે સિદ્ધાર્થ આનંદે તેના પર ખૂબ મહેનત કરી છે, પરંતુ સાથે જ ફિલ્મનાં ભાવનાત્મક અને કોમેડી પાસાં પણ દર્શકોને પસંદ પડે તેવી તેની અપેક્ષા છે.
૨૪ ડિસેમ્બરની રિલીઝને કારણે ‘કિંગ'નો મુકાબલો હોલિવૂડની મોટી ફિલ્મો સાથે થવાનો છે. ૧૮ ડિસેમ્બરે ‘અવેન્જર્સઃ ડૂમ્સડે' અને ‘ડ્યુનઃ પાર્ટ થ્રી' રિલીઝ થવાની છે. આ ફિલ્મોના સમયગાળામાં જ ‘કિગ'ની રિલીઝ બાબતે ફેનના સવાલના જવાબમાં શાહરુખે પોતાના અંદાજમાં કહ્યું, ‘‘બિલકુલ નહીં... બાકીના બ્રેડના ટુકડાઓનું પણ તો વિચારો... અમે તો સેન્ટરની ટેસ્ટી ટિક્કી છીએ.''
ફિલ્મનાં એક ગીતની પણ ફેન્સ રાહ જોઈ રહ્યા છે. આ અંગે શાહરુખે જણાવ્યું કે અરિજિત સિંહ ગીતને અંતિમ રૂપ આપી રહ્યા છે. તેના કહેવા પ્રમાણે, અરિજિત પરફેક્શનિસ્ટ હોવાથી થોડો સમય લાગી રહ્યો છે.
‘કિંગ'માં શાહરુખ સાથે સુહાના ખાન, દીપિકા પાદુકોણ, રાની મુખર્જી, અભિષેક બચ્ચન, અર્શદ વારસી અને અનિલ કપૂર સહિતની સ્ટારકાસ્ટ છે. ફિલ્મનું નિર્માણ રેડ ચિલીઝ એન્ટરટેઇનમેન્ટ અને મારફિલક્સ પિક્ચર્સ દ્વારા કરવામાં આવી રહ્યું છે. હાલ તો શાહરુખના જવાબોથી એટલું સ્પષ્ટ છે કે ફેન્સે ૨૪ ડિસેમ્બર સુધી રાહ જોવી પડશેટ્રેલર અને બાકીની ઝલક માટે પણ થોડો સમય રાહ જોવી પડશે.
(10:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
