<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th September 2026

છોડો યાર હવે... ટોક્‍સિક ફલોપ થવા પર યશનું પહેલું રિએક્‍શન... તેઓ પોતે હેરાન પણ છે અને દુઃખી પણ છે

યશની ટોક્‍સિક સિનેમાઘરોમાં ફલોપ થઈ ગઈ છે, અને ૫૦૦ કરોડનું બજેટ પર પાણી ફેરવાઈ ગયું OTT ડીલમાં પણ કરોડોનું નુકસાન

મુંબઇ તા.૧૦: સુપરસ્‍ટાર યશની ટોક્‍સિકઃ એ ફેરી ટેલ ફોર ગ્રોન-અપ્‍સ બોક્‍સ ઓફિસ પર ફલોપ થઈ છે. ગીતુ મોહનદાસના નિર્દેશનમાં બનેલી ફિલ્‍મમાં યશે સહ-લેખન પણ કર્યું હતું. પોતાના કરિયરના ચાર વર્ષ આ ફિલ્‍મ પાછળ લગાવ્‍યા હતા, પરંતુ તેની નિષ્‍ફળતાએ તેમની અપેક્ષાઓ પર પાણી ફેરવી દીધું હતું. હવે ટોક્‍સિક ફલોપ થવા પર યશની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. તેઓ પોતે હેરાન પણ છે અને દુઃખી પણ છે.

યશની ટોક્‍સિક માત્ર ફેલ જ નથી થઈ, પરંતુ નેગેટિવ રિવ્‍યૂઝના કારણે પણ ચર્ચામાં રહી હતી, અને ખૂબ ટ્રોલિગનો સામનો કરવો પડ્‍યો હતો, જેનો અંદાજો મેકર્સને બિલકુલ નહોતો. હવે યશની ફિલ્‍મ અને તેમના રિએક્‍શનને લઈને જયદેવ મોહને વાતચીત કરી છે. તેમણે ફિલ્‍મ માટે ડબિગ સુપરવાઈઝર તરીકે કામ કર્યું છે. તેમણે જણાવ્‍યું કે, આખરે યશે ટોક્‍સિક ફેલ થવા પર તેમની સાથે શું વાત કરી હતી.

પ્રજાવાણીની યુટ્‍યુબ ચેનલ પર જયદેવ મોહને વાતચીત કરી, જ્‍યાં તેમણે જણાવ્‍યું કે, ફિલ્‍મ ખરાબ રીતે ઓનલાઈન લીક થઈ ગઈ હતી. ફિલ્‍મના રિલીઝ પછીથી અત્‍યાર સુધીમાં તેઓ ૩ લાખ પાઈરસી લિક્‍સ હટાવી ચૂક્‍યા છે. આ જ વાતચીતમાં જ્‍યારે તેમને પૂછવામાં આવ્‍યું કે ટીમ કેટલા દુઃખમાં છે અને યશે તો પોતાના કરિયરના ચાર વર્ષ ટોક્‍સિકને સમર્પિત કર્યા હતા.

આ સવાલ પર જયદેવ મોહને કહ્યું કે, ટોક્‍સિકની રિલીઝ પછીથી હું યશને મળ્‍યો નથી, પરંતુ બે વાર ફોન પર વાત થઈ છે. હું આ ફિલ્‍મની ટીમનો ખૂબ જ નાનો ભાગ છું, પરંતુ જ્‍યારે ફિલ્‍મ રિલીઝ થઈ અને લોકોના રિએક્‍શન્‍સ જોયા તો હું ભાવુક થઈ ગયો હતો. યશનો મને ફોન આવ્‍યો અને તેમણે મને કહ્યું હતું કે, 'વધારે ન વિચાર, આને દર્શકો પર છોડી દઈએ છીએ, તેમની જેવી ઈચ્‍છા, આગળ હજુ કામ કરવાનું છે.' પરંતુ હું તેમના અવાજના દર્દને અનુભવી શકતો હતો.

જયદેવ મોહને કહ્યું હતું કે, સિનેમાના ક્ષેત્રમાં સૌથી મોટા મહાપ્રભુ ઓડિયન્‍સ જ હોય છે. જો તેઓ પસંદ કરે છે તો કરે છે નહિતર નથી કરતા. આના પર તમે કંઈ ન કહી શકો. અમે એક સારી ફિલ્‍મ બનાવી, દર્શકોને સારી ન લાગી બસ.

જયદેવને આ ઈન્‍ટરવ્‍યુમાં એ પણ સવાલ કરવામાં આવ્‍યો કે, શું યશના સ્‍ટારડમને ઈન્‍ડસ્‍ટ્રીના બીજા એક્‍ટર્સ ખતમ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે? ત્‍યારે તેમણે કહ્યું હતું કે, તેમનું ડિફેન્‍સ મેકેનિઝમ રેડી છે. તેમને ખતમ કરવા આસાન નથી. તેમને કોઈ ન હરાવી શકે.

તમને જણાવી દઈએ કે, ટોક્‍સિકને ગીતુ મોહનદાસે બનાવી અને યશ સાથે મળીને લખી હતી. આ એક ગેંગસ્‍ટર બેઝ્‍ડ ફિલ્‍મ હતી જેમાં નયનતારા, તારા સુતારિયા, રૂક્‍મણી વસંત, સંજીદા શેખથી લઈને કિયારા અડવાણી જેવા સિતારા નજરે આવ્‍યા હતા. ફિલ્‍મનું કથિત રીતે ૫૦૦ કરોડ રૂપિયાનું બજેટ બતાવવામાં આવ્‍યું હતું, જ્‍યારે આ ભારતમાં ૨૫૦ કરોડ પણ કમાઈ ન શકી.

ટોક્‍સિકને બીજો ઝાટકો ત્‍યારે લાગ્‍યો જ્‍યારે ઓટીટી ડીલમાં પણ નુકસાનની વાત સામે આવી હતી. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્‍યો કે પ્રી-રિલીઝમાં ટોક્‍સિક પાસે ૧૫૦ કરોડ રૂપિયાની ડિજિટલ ડીલની ઓફર હતી, પરંતુ મેકર્સ ૨૦૦ કરોડ રૂપિયાની અપેક્ષા રાખી રહ્યા હતા. હવે ફલોપ થયા પછી આ રકમ ૩૦ કરોડ સુધી આવી ગઈ છે. મેકર્સ આ નુકસાનની ભરપાઈ કરવા માટે એક નવું વર્ઝન વિના એડિટનું લોન્‍ચ કરવાનું પણ વિચારી રહ્યા છે જેને ઓટીટી પર રિલીઝ કરવામાં આવે અને દર્શકોને આકર્ષિત કરી શકાય.

 

(10:26 AM IST)