તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 3rd November 2026
મુશ્કેલ સમયમાં સાથ છોડી દીધો! સારા અલી ખાન પર ભડક્યો ઓરી, મિત્રતા તૂટવાનું કારણ જણાવ્યુ
"તેની માએ મને ખૂબ ખખડાવ્યો, ક્યારેય માફી ન મળી" ડબલ ડેટ શોમાં ઓરીએ ખોલ્યું રહસ્ય, ગોવા ડ્રગ કેસમાં સાથ આપ્યો છતાં સારાએ ફોન પણ ન કર્યો

મુંબઈ તા.૩ : બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાન અને તેનો બાળપણનો મિત્ર ઓરહાન અવત્રામણી ઉર્ફે ઓરી વચ્ચેની મિત્રતા હવે સાવ તૂટી ગઈ છે. ઓરીએ નેહા ધૂપિયા અને અંગદ બેદીના શો 'Double Date' માં આ બ્રેકઅપ પાછળનું કારણ જણાવ્યું છે.
ઓરીને પૂછવામાં આવ્યું કે તેણે સૌથી ફેમસ કોને અનફોલો કર્યા છે, ત્યારે તેણે સીધું નામ લીધું - "સારા અલી ખાન." તેણે કહ્યું, "હું આ વાતે બહુ પબ્લિક છું. તેની માએ મને બહુ ખખડાવ્યો, એટલે મેં તેને પણ અનફોલો કરી દીધી."
ઓરીના કહેવા મુજબ, સારા તેની બાળપણની મિત્ર હતી. કોલેજ અને કોલેજના 10 વર્ષ પછી પણ મિત્રતા હતી.
જ્યારે સારા 2020 માં સુશાંત સિંહ રાજપૂત કેસ બાદ NCB ડ્રગ તપાસમાં ફસાઈ હતી અને ગોવામાં હતી, ત્યારે ઓરી તેની સાથે હતો. ઓરીએ કહ્યું, "હમલોગ ગોવા મે થે જબ વો બહોત બડે કેસ મે ગિરી થી. બધા મને કહેતા હતા તેને છોડી દે, ફસાઈશ નહીં, છતાં હું તેની, તેની મા અમૃતા અને ભાઈ ઈબ્રાહિમની સાથે ઊભો રહ્યો."
પણ જ્યારે ઓરી પોતે ખૂબ ખરાબ અને અંધારા સમયમાંથી પસાર થતો હતો, ત્યારે સારાએ એકવાર પણ તેને ફોન કે મેસેજ ન કર્યો. "એકવાર જિંદગીમાં જ્યારે તેણે મારા માટે ઊભું રહેવાનું હતું, ત્યારે તે ગાયબ થઈ ગઈ. મને ક્યારેય માફી પણ ન મળી."
ઓરીએ કહ્યું કે જો હવે તે સારા સાથે મિત્ર હોવાનો ડોળ કરે તો તેનો અર્થ એ થાય કે અમૃતા સિંહે તેને જે ગાળો આપી અને બીજા લોકો સામે તેના વિશે જે બોલ્યા, તે બધું તેને મંજૂર છે, જે તેને મંજૂર નથી.
ઉલ્લેખનીય છે કે આ વિવાદની શરૂઆત ઓગસ્ટ 2025 માં સારાના જન્મદિવસે ઓરીએ શેર કરેલી તસવીરોથી થઈ હતી, જેને લોકોએ અણગમતી ગણાવી હતી. ત્યારબાદ સારા અને તેના ભાઈ ઈબ્રાહિમે ઓરીને ઈન્સ્ટાગ્રામ પર અનફોલો કરી દીધો હતો.
(3:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
